IND vs NZ 1st Test Day 3 Score Live: ન્યૂઝીલેન્ડ પ્રથમ ઇનિંગમાં 402 રનમાં ઓલઆઉટ, 356 રનની મેળવી લીડ

IND vs NZ 1st Test Day 3 Score Live: ઘરઆંગણે  ટેસ્ટ ક્રિકેટમાં ભારતનો આ સૌથી ઓછો સ્કોર છે

gujarati.abplive.com Last Updated: 18 Oct 2024 02:43 PM
બીજા દાવમાં ભારતની મજબૂત શરૂઆત

IND vs NZ 1st Test Day 3 Score Live: ન્યૂઝીલેન્ડે ભારત સામે 356 રનની લીડ લીધી

ન્યૂઝીલેન્ડ ક્રિકેટ ટીમ પ્રથમ દાવમાં 402 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. તેણે ભારત સામે 356 રનની લીડ લીધી છે. ન્યૂઝીલેન્ડ માટે રચિન રવિન્દ્રએ 157 બોલનો સામનો કરીને 134 રન બનાવ્યા હતા. તેણે 13 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકાર્યા હતા. ટીમે 91.3 ઓવરમાં ઓલઆઉટ થતાં 402 રન બનાવ્યા હતા.


ભારત તરફથી રવિન્દ્ર જાડેજા અને કુલદીપ યાદવે 3-3 વિકેટ લીધી હતી. મોહમ્મદ સિરાજે 2 વિકેટ લીધી હતી. જસપ્રીત બુમરાહ અને રવિચંદ્રન અશ્વિનને એક-એક વિકેટ મળી હતી.

IND vs NZ 1st Test Day 3 Score Live: રચિન રવિન્દ્રએ સદી ફટકારી

રચિન રવિન્દ્રએ શાનદાર પ્રદર્શન કર્યું છે અને સદી ફટકારી છે. રવિન્દ્ર 104 રન બનાવીને રમી રહ્યો છે. 125 બોલનો સામનો કરીને તેણે 11 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા. ન્યૂઝીલેન્ડે 80 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 335 રન બનાવ્યા છે. ટીમ પાસે 289 રનની લીડ છે.

IND vs NZ 1st Test Day 3 Score Live: ન્યૂઝીલેન્ડનો સ્કોર 300 રનને પાર

ન્યૂઝીલેન્ડનો સ્કોર 300 રનને પાર કરી ગયો છે. ટીમે 78 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 302 રન બનાવ્યા છે. ન્યૂઝીલેન્ડે 256 રનની લીડ મેળવી લીધી છે. ટિમ સાઉથી 23 રન બનાવીને રમી રહ્યો છે. રચિન રવિન્દ્ર 87 રન બનાવીને રમી રહ્યો છે.

IND vs NZ 1st Test Day 3 Score Live: ન્યૂઝીલેન્ડે 72 ઓવરમાં 269 રન બનાવ્યા

ન્યૂઝીલેન્ડે 72 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 269 રન બનાવ્યા છે. ટિમ સાઉથી 12 રન બનાવીને રમી રહ્યો છે. રચિન રવિન્દ્ર 66 રન બનાવીને ક્રિઝ પર છે. આ બંને વચ્ચે 36 રનની ભાગીદારી છે. ટીમ ઈન્ડિયા વિકેટની શોધમાં છે.

IND vs NZ 1st Test Day 3 Score Live: રવિન્દ્ર જાડેજાની ઘાતક બોલિંગ

રવિન્દ્ર જાડેજાએ 8 રનના સ્કોર પર મેટ હેનરીને ક્લીન બોલ્ડ કર્યો હતો. હવે ન્યૂઝીલેન્ડનો સ્કોર 7 વિકેટે 233 રન છે. ભારત પર કીવી ટીમની કુલ લીડ 187 રન થઈ ગઈ છે.

IND vs NZ 1st Test Live Score: ન્યૂઝીલેન્ડે ગુમાવી છઠ્ઠી વિકેટ

ન્યૂઝીલેન્ડને 223ના સ્કોર પર છઠ્ઠો ઝટકો લાગ્યો હતો. રવિન્દ્ર જાડેજાએ ગ્લેન ફિલિપ્સને ક્લીન બોલ્ડ કર્યો હતો. તે 14 રન કરી શક્યો હતો. કિવી ટીમને આજે આ ત્રીજો ઝટકો લાગ્યો છે. હાલમાં રચિન રવિન્દ્ર અને મેટ હેનરી ક્રિઝ પર છે. ન્યૂઝીલેન્ડની લીડ 175 રન કરતા વધુ થઇ ગઇ છે. ફિલિપ્સ પહેલા ડેરીલ મિશેલ અને ટોમ બ્લંડેલ આજે આઉટ થયા હતા.

IND vs NZ 1st Test Live Score: ન્યૂઝીલેન્ડની અડધી ટીમ પેવેલિયનમાં પરત ફરી

ન્યૂઝીલેન્ડની અડધી ટીમ પેવેલિયન પરત ફરી છે. 204 પર ન્યૂઝીલેન્ડને એકંદરે પાંચમો અને દિવસનો બીજો ફટકો લાગ્યો હતો. જસપ્રીત બુમરાહે ટોમ બ્લંડેલને સ્લિપમાં રાહુલના હાથે કેચ કરાવ્યો હતો. તે પાંચ રન બનાવી શક્યો હતો. હાલમાં રચિન રવિન્દ્ર અને ગ્લેન ફિલિપ્સ ક્રિઝ પર છે. આ પહેલા સિરાજે ડેરીલ મિશેલ (18)ને પેવેલિયન મોકલી દીધો હતો. ન્યૂઝીલેન્ડની લીડ હાલમાં 158 રનની છે.

IND vs NZ 1st Test Live Score: ન્યૂઝીલેન્ડને ચોથો ફટકો

ન્યૂઝીલેન્ડને ત્રીજા દિવસે પ્રથમ ઝટકો ડેરીલ મિશેલના રૂપમાં લાગ્યો હતો. મિશેલ ચોથી વિકેટ તરીકે આઉટ થયો હતો. સિરાજે તેને યશસ્વીના હાથે કેચ કરાવ્યો. મિશેલે 18 રન બનાવ્યા હતા. તેણે રચિન સાથે 39 રનની ભાગીદારી કરી હતી. રચિન રવિન્દ્ર 31 રન બનાવીને ક્રિઝ પર છે.

IND vs NZ 1st Test Live Score: ત્રીજા દિવસની રમત શરૂ

ત્રીજા દિવસની રમત શરૂ થઈ ગઈ છે. દિવસના પહેલા જ બોલ પર રચિન રવિન્દ્રએ ચોગ્ગો ફટકાર્યો હતો. તેણે મિડ-વિકેટ તરફ સિરાજના બોલ પર ચોગ્ગો ફટકાર્યો. કિવી ટીમની લીડ 135 રનથી વધુ થઈ ગઈ છે. હાલમાં રચિન રવિન્દ્ર અને ડેરિલ મિશેલ ક્રિઝ પર છે. ભારતે વહેલી તકે વિકેટ લેવી પડશે.

બ્રેકગ્રાઉન્ડ

IND vs NZ 1st Test Day 3 Score Live: મેટ હેનરી અને વિલિયમ ઓ'રૉર્કની ઘાતક બોલિંગને કારણે ન્યૂઝીલેન્ડે બેંગલુરુમાં રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાને માત્ર 46 રનમાં આઉટ કરી દીધી હતી. ઘરઆંગણે  ટેસ્ટ ક્રિકેટમાં ભારતનો આ સૌથી ઓછો સ્કોર છે. ટીમ ઈન્ડિયા તરફથી  પંતે સૌથી વધુ 20 રન બનાવ્યા.


મેટ હેનરીની 5 વિકેટ અને વિલિયમ ઓ'રૂકની 4 વિકેટો સામે ભારતીય બેટ્સમેનો ઘૂંટણિય પડી ગયા હતા.  ન્યૂઝીલેન્ડની ઘાતક બોલિંગ સામે ભારતના 5 ખેલાડીઓ શૂન્ય પર આઉટ થઈ ગયા હતા. આ ટેસ્ટનો પ્રથમ દિવસ વરસાદમાં ધોવાઈ ગયો હતો. આ પછી પણ કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો જે સંપૂર્ણપણે ખોટો સાબિત થયો હતો.


 

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.