IND vs NZ, 1st Test Draw : પ્રથમ ટેસ્ટનું ન આવ્યું કોઈ પરિણામ, રચિન આવ્યો ન્યૂઝીલેન્ડની વ્હારે
IND vs NZ, 1st Test, Kanpur: ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટના ચોથા દિવસે ન્યૂઝીલેન્ડે નિરસ બેટિંગ કરીને મેચ ડ્રો કરી છે.
ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાયેલી પ્રથમ ટેસ્ટ ડ્રો રહી છે. ન્યૂઝીલેન્ડે 9 વિકેટે 165 રન બનાવી મેચ ડ્રો કરી હતી. ભારતીય મૂળનો રચિન રવિન્દ્ર 91 બોલમાં 18 રન અને એઝાઝ પટેલ 23 બોલમાં 2 રન બનાવી નોટ આઉટ રહ્યા હતા. ભારત તરફથી રવિન્દ્ર જાડેજાએ 4, અશ્વિને 3, અક્ષર પટેલ અને ઉમેશ યાદવે 1-1 વિકેટ લીધી હતી.
ન્યૂઝીલેન્ડનો સ્કોર 6 વિકેટના નુકસાન પર 135 રન છે. ટોમ બ્લન્ડેલ 2 અને રચિન રવિન્દ્ર 3 રને રમતમાં છે. ટી બ્રેક બાદ જાડેજા અને અક્ષર પટેલે 1-1 વિકેટ લીધી છે.
અક્ષર પટેલે નિકોલસને 1 રન પર એલબીડબલ્યુ આઉટ કરીને ભારતને પાંચમી સફળતા અપાવી છે. કેન વિલિયમસન 24 રને રમતમાં છે. ભારતને મેચ જીતવા 5 વિકેટની જરૂર છે.
ટી બ્રેક વખતે ઈંગ્લેન્ડનો સ્કોર 4 વિકેટના નુકસાન પર 125 રન છે. જાડેજાએ ટેલરને 2 રને આઉટ કર્યો હતો. ભારતને મેચ જીતવા અંતિમ સત્રમાં 6 વિકેટની જરૂર છે. કેન વિલિયમસન 24 રને રમતમાં છે.
ન્યૂઝીલેન્ડનો સ્કોર 3 વિકેટના નુકસાન પર 121 રન છે. લાથમ 52 રન બનાવી અશ્વિનનો શિકાર બન્યો હતો. તેની સાથે જ અશ્વિને હરભજનનો રેકોર્ડ તોડી નાંખ્યો છે. અશ્વિનની ટેસ્ટમાં 417 વિકેટ થઈ ગઈ છે. વિલિયમસન 23 રને રમતમાં છે.
ન્યૂઝીલેન્ડનો સ્કોર 2 વિકેટના નુકસાન પર 84 રન છે. પ્રવાસી ટીમને મેચ જીતવા 200 રનની જરૂર છે, જ્યારે ભારતને 8 વિકેટની જરૂર છે.
પાંચમા અને અંતિમ દિવસે લંચ સુધીમાં ભારતીય બોલર્સ એક પણ વિકેટ લઇ શક્યા નહોતા. લંચ સમયે ન્યૂઝીલેન્ડનો સ્કોર 1 વિકેટના નુકસાન પર 79 રન છે. મેચ જીતવા 205 રનની જરૂર છે. લાથમ 35 અને સોમરવિલે 36 રને રમતમાં છે.
ન્યૂઝીલેન્ડનો સ્કોર 1 વિકેટના નુકસાન પર 53 રન છે. લાથમ 21 અને સોમરવેલ 26 રને રમતમાં છે. ન્યૂઝીલેન્ડને મેચ જીતવા 231 રનની જરૂર છે.
પાંચમા દિવસની રમત શરૂ થઈ ગઈ છે. ન્યૂઝીલેન્ડે 1 વિકેટ ગુમાવી 17 રન બનાવી લીધા છે. લાથમ 7 અને સોમરવિલે 6 રને રમતમાં છે. ભારતને મેચ જીતવા 9 વિકેટની અને ન્યૂઝીલેન્ડને 267 રનની જરૂર છે.
ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટના ચોથા દિવસે 284 રનનો ટાર્ગેટ હાંસલ કરવા ઉતરેલી પ્રવાસી ટીમે દિવસના અંતે 1 વિકેટ ગુમાવી 4 રન બનાવ્યા હતા. આ પહેલા ભારતે 7 વિકેટના નુકસાન પર 234 રન બનાવી દાવ ડિકલેર કર્યો હતો. પ્રથમ ઈનિંગની 49 રનની લીડ મળીને ન્યૂઝીલેન્ડને જીતવા 284 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ભારત તરફથી શ્રેયસ અય્યરે સર્વાધિક 65 રન બનાવ્યા હતા. સાહા 61 અને અક્ષર પટેલ 28 રન બનાવી નોટ આઉટ રહ્યા હતા. અશ્વિને 32 રન અને પૂજારાએ 22 રનનું યોગદાન આપ્યું હતું. ન્યૂઝીલેન્ડ તરફથી ટીમ સાઉથી અને જેમિસને 3-3 વિકેટ લીધી હતી.
ત્રીજા દિવસની રમતના અંતે ભારતે 1 વિકેટ ગુમાવી 14 રન બનાવ્યા હતા. ચેતેશ્વર પૂજારા 9 અને મયંક અગ્રવાલ 4 રને રમતમાં હતા. ગિલ 1 રન બનાવી જેમિસનની ઓવરમાં બોલ્ડ થયો હતો. આ સાથે જેમિસને ટેસ્ટમાં 50મી વિકેટ ઝડપી હતી. તે ન્યૂઝીલેન્ડ તરફથી ટેસ્ટમાં સૌથી ઝડપી 50 વિકેટ લેનારો બોલર બન્યો હતો. જેમિસને 9મી ટેસ્ટમાં આ કારનામું કર્યું હતું. તેની પહેલા શેન બોન્ડે 12 ટેસ્ટમાં 50 વિકેટ લીધી હતી. ન્યૂઝીલેન્ડની ટીમ રન બનાવી ઓલઆઉટ થતાં ભારતને રનની મહત્વપૂર્ણ લીડ મળી હતી. ન્યૂઝીલેન્ડ તરફથી ટોમ લાથમે 95 રન અને વિલ યંગે 89 રન બનાવ્યા હતા. બંને ઓપનરોએ પ્રથમ વિકેટ માટે 151 રનની પાર્ટનરશિર કરી હતી. તે સિવાય કોઈ બેટ્સમેન ટકી શક્યા નહોતા. ભારત તરફથી અક્ષર પટેલે 5, અશ્વિને 2 જાડેજા, અશ્વિન અને ઉમેશ યાદવે 1-1 વિકેટ લીધી હતી.
ન્યૂઝીલેન્ડનાં યંગ (૭૫ રન, ૧૮૦ બોલ, ૧૨ ચોગ્ગા) અને લાથમે (૫૦ રન, ૧૬૫ બોલ, ચાર ચોગ્ગા) પ્રથમ ટેસ્ટના બીજા દિવસની રમતના અંતે ૧૨૯ રનની અણનમ ઓપનિંગ ભાગીદારી કરી હતી. ભારત ગઈકાલના ૪ વિકેટે ૨૫૮ રનથી આગળ રમતા ધાર્યા પ્રમાણેનો મોટો સ્કોર મોટો સ્કોર બનાવે તેમ લાગતું હતું પણ પ્રથમ ઇનિંગમાં ૩૪૫ રને ઓલ આઉટ થયું હતું. એટલેકે બીજા દિવસે ભારતે વધુ ૮૭ રન જ ઉમેરી છ વિકેટ ગુમાવી હતી. ભારત માટે શ્રેયસ ઐયરે તેની કારકિર્દીની પ્રથમ ટેસ્ટ રમતા સદી ફટકારી હતી.
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ગુરુવાર બે ટેસ્ટ મેચની સીરિઝનો પ્રારંભ થયો છે. કાનપુરમાં રમાઈ રહેલી પ્રથમ મેચમાં ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો ફેંસલો લીધો હતો. પ્રથમ દિવસના અંતે ભારતે 4 વિકેટના નુકસાન પર 258 રન બનાવ્યા હતા. રવિન્દ્ર જાડેજા 50 અને ડેબ્યૂમેન શ્રેયસ અય્યર 75 રન બનાવી નોટ આઉટ રહ્યા હતા. ન્યૂઝીલેન્ડ તરફથી જેમિસને 3 અને સાઉથીએ 1 વિકેટ લીધી હતી.
બ્રેકગ્રાઉન્ડ
IND vs NZ, 1st Test, Day 5: ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે કાનપુરમાં રમાટેલી પ્રથમ ટેસ્ટ ડ્રો રહી છે.
ભારતની ટીમ
શુભમન ગિલ, મયંક અગ્રવાલ, ચેતેશ્વર પૂજારા, અજિંક્ય રહાણે, શ્રેયસ અય્યર, રિદ્ધિમાન સાહા, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, રવિચંદ્રન અશ્વિન, ઈશાંત શર્મા, ઉમેશ યાદવ
ન્યૂઝીલેન્ડની ટીમ
ટોમ લાથમ, વિલ યંગ, કેન વિલિયમસન, રોસ ટેલર, હેન્રી નિકોલસ, ટોમ બ્લન્ડેલ, રચિન રવિન્દ્ર, ટીમ સાઉથી. એઝાઝ પટેલ, કાયલી જેમિસન, વિલિયમ સોમરવિલે
- - - - - - - - - Advertisement - - - - - - - - -