IND vs NZ 1st Test, Day 3 Stumps: ભારત 63 રન આગળ, 9 વિકેટ હાથમાં

IND vs NZ, 1st Test, Green Park: ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે કાનપુરમાં રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટનો આજે ત્રીજો દિવસ છે. બીજા દિવસના અંતે ન્યૂઝીલેન્ડ ભારતથી 216 પાછળ હતું અને તમામ વિકેટ હાથમાં હતી.

gujarati.abplive.com Last Updated: 27 Nov 2021 04:33 PM
ન્યૂઝીલેન્ડ 296 રનમાં ઓલઆઉટ
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાઈ કાનપુરના ગ્રીન પાર્કમાં રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટના ત્રીજા દિવસે ન્યૂઝીલેન્ડની ટીમ 296 રન બનાવી ઓલઆઉટ થતાં ભારતને 49 રનની મહત્વપૂર્ણ લીડ મળી હતી. ન્યૂઝીલેન્ડ તરફથી ટોમ લાથમે 95 રન અને વિલ યંગે 89 રન બનાવ્યા હતા. બંને ઓપનરોએ પ્રથમ વિકેટ માટે 151 રનની પાર્ટનરશિર કરી હતી. તે સિવાય કોઈ બેટ્સમેન ટકી શક્યા નહોતા. ભારત તરફથી અક્ષર પટેલે 5, અશ્વિને 3 જાડેજા અને ઉમેશ યાદવે 1-1 વિકેટ લીધી હતી.
અક્ષર પટેલે 5મી વિકેટ લીધી

ન્યૂઝીલેન્ડનો સ્કોર 8 વિકેટના નુકસાન પર 270 રન છે. અક્ષર પટેલે ટીમ સાઉથીને બોલ્ડ કરવાની સાથે જ 5મી વિકેટ લીધી હતી. ન્યૂઝીલેન્ડ હજુ ભારતથી 75 રન પાછળ છે.

બીજા સત્રમાં ભારતનું કમબેક

બીજા સેશનમાં ભારતે જોરદાર કમબેક કર્યુ હતું. ન્યૂઝીલેન્ડે ચાર વિકેટ ગુમાવી હતી. ટી બ્રેક સમયે ન્યૂઝીલેન્ડનો સ્કોર 6 વિકેટના નુકસાન પર 249 રન છે અને હજુ તેઓ ભારતથી 96 રન પાછળ છે. બ્લન્ડેલ 10 અને જેમિસન 2 રને રમતમાં છે.





લાથમ સદી ચુક્યો

ન્યૂઝીલેન્ડનો બીજો ઓપનર સદી ચુક્યો હતો. ટોમ લાથમ 95 રન બનાવી અક્ષર પટેલની ઓવરમાં સ્ટંપ આઉટ થયો હતો. લંચ બાદ અક્ષરે લાથમ, નિકોલ્સ, ટેલરની વિકેટ ઝડપી હતી. ન્યૂઝીલેન્ડનો સ્કોર 228 રન પર 5 વિકેટ છે અને ભારતથી હજુ 118 રન પાછળ છે. 





ભારતથી 135 રન પાછળ છે ન્યૂઝીલેન્ડ

92 ઓવરના અંતે ન્યૂઝીલેન્ડનો સ્કોર 2 વિકેટના નુકસાન પર 210 રન છે. ટોમ લાથમ 87 અને રોસ ટેલર 9 રન રમતમાં છે. 

ઉમેશ યાદવે અપાવી બીજી સફળતા

ત્રીજા દિવસે લંચ પહેલાની અંતિમ ઓવરમાં ઉમેશ યાદવે ભારતને મોટી સફળતા અપાવી હતી. કિવી કેપ્ટન કેન વિલિયમસન 18 રન બનાવી ઉમેશ યાદવની ઓવરમાં એલબીડબલ્યુ થયો હતો. હાલ ન્યૂઝીલેન્ડનો સ્કોર 2 વિકેટના નુકસાન પર 197 રન છે અને ભારતથી હજુ 148 રન પાછળ છે.  લાથમ 82 રને રમતમાં છે.





396 બોલ બાદ ભારતને મળી પ્રથમ સફળતા

66.1 ઓવરના અંતે ન્યૂઝીલેન્ડનો સ્કોર 1 વિકેટના નુકસાન પર 151 રન છે. અશ્વિને 89 રનના અંગત સ્કોર પર યંગને વિકેટકિપર ભરતના હાથમાં કેચ આઉટ કરાવી ભારતને પ્રથમ સફળતા અપાવી હતી. ન્યૂઝીલેન્ડ ભારતના સ્કોરથી હજુ 193 રન પાછળ છે અને 9 વિકેટ હાથમાં છે.

પ્રવાસી ટીમ 150 રનને પાર

પ્રવાસી ટીમનો સ્કોર 65 ઓવરના અંતે વિના વિકેટ 151 રન છે. યંગ 89 અને લાથમ 56 રને રમતમાં છે. ન્યૂઝીલેન્ડ ભારતના સ્કોરથી હજુ 194 રન પાછળ છે અને બધી વિકેટ હાથમાં છે.

ત્રીજા દિવસે કિવી ઓપનર્સની મક્કમ શરૂઆત

પ્રવાસી ટીમનો સ્કોર વિના વિકેટ 143 રન છે. યંગ 85 અને લાથમ 52 રને રમતમાં છે. 63 ઓવર્સથી ભારતના બોલર્સ વિકેટ લેવાની કોશિશ કરી રહ્યા છે પણ સફળતા મળી નથી.  ન્યૂઝીલેન્ડ ભારતના સ્કોરથી હજુ 202 રન પાછળ છે.

સાહાના બદલે કેએસ ભરત કરી રહ્યો છે વિકેટકિપિંગ

ભારતના રેગ્યુલર વિકેટકિપર રિદ્ધિમાન સાહાને ગરદનમાં કોઈ સમસ્યા હોવાથી તે વિકેટકિપિંગ માટે આવ્યો નથી. તેના બદલે કેએસ ભરત વિકેટકિપિંગ કરી રહ્યો છે. આજના દિવસે કુલ 92 ઓવરની રમત રમાશે.

ન્યૂઝીલેન્ડ હજુ ૨૧૬ રન પાછળ

ન્યૂઝીલેન્ડ ભારતના સ્કોરથી હજુ ૨૧૬ રન પાછળ છે અને તેઓની તમામ વિકેટ અંકબંધ છે. હજુ  કેન વિલિયમસન અને રોસ ટેલર જેવા અનુભવી અને મોટી ઇનિંગ રમી શકે તેવા બેટ્સમેન બાકી છે.

બીજા દિવસે ન્યૂઝીલેન્ડનો દબદબો

ન્યૂઝીલેન્ડનાં યંગ (૭૫ રન, ૧૮૦ બોલ, ૧૨  ચોગ્ગા) અને લાથમે (૫૦ રન, ૧૬૫ બોલ, ચાર ચોગ્ગા) પ્રથમ ટેસ્ટના બીજા દિવસની રમતના અંતે  ૧૨૯ રનની અણનમ ઓપનિંગ ભાગીદારી કરી હતી. ભારત ગઈકાલના ૪ વિકેટે ૨૫૮ રનથી આગળ રમતા ધાર્યા પ્રમાણેનો મોટો સ્કોર મોટો સ્કોર બનાવે તેમ લાગતું હતું પણ પ્રથમ ઇનિંગમાં ૩૪૫ રને ઓલ આઉટ થયું હતું. એટલેકે  બીજા દિવસે ભારતે વધુ ૮૭ રન જ ઉમેરી છ વિકેટ ગુમાવી હતી. ભારત માટે શ્રેયસ ઐયરે તેની કારકિર્દીની પ્રથમ ટેસ્ટ રમતા સદી ફટકારી  હતી.

બ્રેકગ્રાઉન્ડ

IND vs NZ 1st Test:  ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ગુરુવારથી બે ટેસ્ટ મેચની સીરિઝનો પ્રારંભ થયો છે. કાનપુરમાં રમાઈ રહેલી પ્રથમ મેચમાં ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો ફેંસલો લીધો હતો. પ્રથમ દિવસના અંતે ભારતે 4 વિકેટના નુકસાન પર 258 રન બનાવ્યા હતા. 


ત્રણ સ્પિનર્સ સાથે ઉતર્યું ભારત


ભારત મેચમાં ત્રણ સ્પીનર્સ સાથે ઉતર્યું છે. ભારતીય ટીમ આ પ્રમાણે છેઃ શુભમન ગિલ, મયંક અગ્રવાલ, ચેતેશ્વર પૂજારા, અજિંક્ય રહાણે, શ્રેયસ અય્યર, રિદ્ધિમાન સાહા, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, રવિચંદ્રન અશ્વિન, ઈશાંત શર્મા, ઉમેશ યાદવ


ન્યૂઝીલેન્ડની ટીમ આ પ્રમાણે છે


ટોમ લાથમ, વિલ યંગ, કેન વિલિયમસન, રોસ ટેલર, હેન્રી નિકોલસ, ટોમ બ્લન્ડેલ, રચિન રવિન્દ્ર, ટીમ સાઉથી. એઝાઝ પટેલ, કાયલી જેમિસન, વિલિયમ સોમેરવિલે

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.