IND vs NZ, 1st Test, Day 3: ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે પ્રથમ ટેસ્ટના ત્રીજા દિવસની રમત શરૂ થઈ ગઈ છે. ન્યૂઝીલેન્ડના ઓપનરોએ ભારતીય બોલર્સનો મક્કમતાથી સામનો કર્યો હતો અને 66 ઓવર સુધી વિકેટ  આપી નહોતી. યંગ અને લાથમે પ્રથમ વિકેટ માટે 151 રનની ભાગીદારી કરી હતી. તેની સાથે તેઓ એક ખાસ લિસ્ટમાં સામેલ થયા હતા. 67મી ઓવરના પ્રથમ બોલ પર અશ્વિને યંગને આઉટ કરીને ભારતને પ્રથમ સફળતા અપાવી હતી.


યંગે બનાવ્યો આ રેકોર્ડ



ભારતમાં મેડન ઈનિંગ વખતે સર્વોચ્ચ સ્કોર બનાવનારા ખેલાડીના લિસ્ટમાં યંગ સામેલ થઈ ગયો છે. જોકે તે 11 રન માટે સદીછી વંચિત રહી ગયો હતો.



  • 131 રન કેન વિલિયમસન, અમદાવાદ, 2010-11

  • 105 રનઃ બ્રુસ ટેલર, કોલકાતા, 1964-65

  • 104 રનઃ જોન પાર્કર, મુંબઈ, 1976-77

  • 103 રનઃ જેસી રાયડર, અમદાવાદ, 2010-11

  • 102 રનઃ જોન ગે, હૈદરાબાદ, 1955-56

  • 89 રનઃ વિલ યંગ, કાનપુર, 2021-22



ન્યૂઝીલેન્ડ તરફથી વિદેશમાં 150થી વધુની ભાગીદારી



  • 387 રનઃ જી ટર્નર -ટી જારવિસ વિ વેસ્ટ ઈન્ડિઝ 1971-72

  • 231 રનઃ એમ રિચર્ડનસ – એલ વિન્સેટ વિ ભારત 2003-04

  • 185 રનઃ જે રાઇટ – ટી ફ્રેંકલીન વિ ઈંગ્લેન્ડ 1990

  • 169 રનઃ ટોમ લાથમ – માર્ટિન ગપ્ટિલ વિ ઝિમ્બાબ્વે 2016

  • 163 રનઃ એમ રિચર્ડસન – સ્ટીફન ફ્લેમિંગ વિ ઈંગ્લેન્ડ 2004

  • 151 રનઃ ટોમ લાથમ – વિલિયમ યંગ વિ ભારત 2021


બીજા દિવસે ન્યૂઝીલેન્ડનો દબદબો


ન્યૂઝીલેન્ડનાં યંગ (૭૫ રન, ૧૮૦ બોલ, ૧૨  ચોગ્ગા) અને લાથમે (૫૦ રન, ૧૬૫ બોલ, ચાર ચોગ્ગા) પ્રથમ ટેસ્ટના બીજા દિવસની રમતના અંતે  ૧૨૯ રનની અણનમ ઓપનિંગ ભાગીદારી કરી હતી. ભારત ગઈકાલના ૪ વિકેટે ૨૫૮ રનથી આગળ રમતા ધાર્યા પ્રમાણેનો મોટો સ્કોર મોટો સ્કોર બનાવે તેમ લાગતું હતું પણ પ્રથમ ઇનિંગમાં ૩૪૫ રને ઓલ આઉટ થયું હતું. એટલેકે  બીજા દિવસે ભારતે વધુ ૮૭ રન જ ઉમેરી છ વિકેટ ગુમાવી હતી. ભારત માટે શ્રેયસ ઐયરે તેની કારકિર્દીની પ્રથમ ટેસ્ટ રમતા સદી ફટકારી  હતી.


પ્રથમ દિવસે ભારતે ટોસ જીતીને બેટિંગ લીધી


ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ગુરુવાર બે ટેસ્ટ મેચની સીરિઝનો પ્રારંભ થયો છે. કાનપુરમાં રમાઈ રહેલી પ્રથમ મેચમાં ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો ફેંસલો લીધો હતો. પ્રથમ દિવસના અંતે ભારતે 4 વિકેટના નુકસાન પર 258 રન બનાવ્યા હતા. રવિન્દ્ર જાડેજા 50 અને ડેબ્યૂમેન શ્રેયસ અય્યર 75 રન બનાવી નોટ આઉટ રહ્યા હતા. ન્યૂઝીલેન્ડ તરફથી જેમિસને 3 અને સાઉથીએ 1 વિકેટ લીધી હતી.


ત્રણ સ્પિનર્સ સાથે ઉતર્યું ભારત


ભારત મેચમાં ત્રણ સ્પીનર્સ સાથે ઉતર્યું છે. ભારતીય ટીમ આ પ્રમાણે છેઃ શુભમન ગિલ, મયંક અગ્રવાલ, ચેતેશ્વર પૂજારા, અજિંક્ય રહાણે, શ્રેયસ અય્યર, રિદ્ધિમાન સાહા, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, રવિચંદ્રન અશ્વિન, ઈશાંત શર્મા, ઉમેશ યાદવ


ન્યૂઝીલેન્ડની ટીમ આ પ્રમાણે છે


ટોમ લાથમ, વિલ યંગ, કેન વિલિયમસન, રોસ ટેલર, હેન્રી નિકોલસ, ટોમ બ્લન્ડેલ, રચિન રવિન્દ્ર, ટીમ સાઉથી. એઝાઝ પટેલ, કાયલી જેમિસન, વિલિયમ સોમેરવિલે