IND Vs NZ 2nd ODI: વરસાદે બગાડ્યો ખેલ, ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની બીજી મેચ રદ્દ

ભારતીય ટીમે છેલ્લી મેચમાં બેટિંગમાં સારું પ્રદર્શન કર્યું હતું પરંતુ બોલિંગ સંપૂર્ણપણે ફ્લોપ રહી હતી

gujarati.abplive.com Last Updated: 27 Nov 2022 02:53 PM
વરસાદના કારણે બીજી વન-ડે મેચ રદ્દ

ધવન 3 રન બનાવીને આઉટ થયો હતો.

આ મેચ માટે ન્યૂઝીલેન્ડે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ટીમ ઈન્ડિયાએ મેચ રદ્દ થઈ ત્યાં સુધી 12.5 ઓવરમાં એક વિકેટના નુકસાન પર 89 રન બનાવ્યા હતા. ભારત તરફથી શિખર ધવન અને શુભમન ગિલ ઓપનિંગ કરવા આવ્યા હતા. ધવન 3 રન બનાવીને આઉટ થયો હતો. પરંતુ શુભમને મહત્વની ઇનિંગ રમી હતી. તેણે 42 બોલનો સામનો કરીને અણનમ 45 રન બનાવ્યા હતા. 

વરસાદના કારણે મેચ રદ્દ

India vs New Zealand 2nd ODI: ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે વન-ડે  સીરીઝની બીજી મેચ હેમિલ્ટનમાં રમાઈ હતી. પરંતુ વરસાદના કારણે આ મેચ પૂર્ણ થઈ શકી નહી અને રદ કરવામાં આવી હતી. ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમે 12.5 ઓવરમાં 89 રન બનાવ્યા હતા. આ દરમિયાન સૂર્યકુમાર યાદવ ઝડપી બેટિંગ કરી રહ્યો હતો. પરંતુ વરસાદે તેની ઇનિંગ્સને બરબાદ કરી દીધી હતી. શુભમન ગિલ 4 ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 45 રન બનાવીને અણનમ રહ્યો હતો.

ટીમ ઇન્ડિયાની પ્લેઇંગ બે ફેરફાર કરવામાં આવ્યા છે

બ્રેકગ્રાઉન્ડ

India vs New Zealand: ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ત્રણ મેચની વન-ડે સીરિઝની બીજી મેચ આજે રમાશે. આ મેચ હેમિલ્ટનના સિડન પાર્કમાં રમાશે. શ્રેણીની પ્રથમ મેચ હાર્યા બાદ ભારતીય ટીમ માટે આ 'કરો યા મરો' મેચ હશે. ઓકલેન્ડમાં રમાયેલી પ્રથમ વન-ડેમાં ન્યૂઝીલેન્ડે ભારતને 7 વિકેટે હરાવ્યું હતું.


ભારતીય ટીમે છેલ્લી મેચમાં બેટિંગમાં સારું પ્રદર્શન કર્યું હતું પરંતુ બોલિંગ સંપૂર્ણપણે ફ્લોપ રહી હતી. ઉમરાન મલિક સિવાય ટીમ ઈન્ડિયાના બાકીના બોલર બેરંગ દેખાતા હતા. આ મેચમાં ટીમ ઈન્ડિયાએ પોતાની બોલિંગ અને રણનીતિ પર ખાસ કામ કરવું પડશે.


આ મેદાન પર પ્રથમ બેટિંગ કરનારી ટીમે પણ 363 રન બનાવ્યા છે અને 92 રનમાં ઓલઆઉટ થઈ ગઈ છે. જો કે, અહીં છેલ્લી ત્રણ મેચોમાં દરેક વખતે પ્રથમ બેટિંગ કરનારી ટીમે 300+ રન બનાવ્યા છે. અહીં 300+ રનના લક્ષ્યનો પીછો કરવો પણ મુશ્કેલ નથી. ફેબ્રુઆરી 2020 માં ન્યૂઝીલેન્ડે અહીં સરળતાથી 348 રનના લક્ષ્યનો પીછો કર્યો હતો.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.