Mount Maunganui Pitch: ભારત અને ન્યૂઝીલેન્ડ (IND vs NZ) વચ્ચે આજે બીજી ટી20 મેચ માઉન્ટ મોગાનુઇના બે ઓવલ ગ્રાઉન્ડ પર રમાઇ રહી છે, ત્રણ મેચોની સીરીઝની આજે બીજી ટી20 મેચ છે, બન્ને ટીમો આજે જીત માટે મેદાનમાં ઉતરશે, પરંતુ આ પહેલા બન્ને ટીમોએ પીચ વિશે માહિતી જરૂર લેવી પડશે, કેમ કે માઉન્ટ મોંગાનુઇની પીચ થોડી અલગ છે. જાણો માઉન્ટ મોંગાનુઇન (Mount Maunganui)ના બે ઓવલ ગ્રાઉન્ડના પીચ રિપોર્ટ અંગે...
પીચ રિપોર્ટ -
માઉન્ટ મોંગાનુઇની બે ઓવલની પીચની વાત કરીએ તો અહીં બેટ્સમેનોને વધુ મદદ મળે છે, અહીં જબરદસ્ત રન વરસે છે, સ્થિતિ એ છે કે અહીં પહેલી ઇનિંગમાં એવરેજ સ્કૉર 199 રન પર જાય છે.
માઉન્ટ મોંગાનુઇમાં અત્યાર સુધી 7 મેચોનું પરિણામ આવ્યુ છે, જેમાં 12 વાર 150+ રન બન્યા છે, અહીં સર્વોચ્ચ સ્કૉર 243 રનોનો રહ્યો છે. વેસ્ટ ઇન્ડિઝ વિરુદ્ધ જાન્યુઆરી 2018માં રમાયેલી મેચમાં અહીં 12 રન પ્રતિ ઓવરના હિસાબે રન બનાવવામાં આવ્યા હતા. અહીં છગ્ગા પણ જોરદાર પડ્યા છે, કૉલિન મુનરો જેવા ખેલાડીએ અહીં માત્ર 6 મેચોમાં જ 23 છગ્ગા ફટાકરી દીધા છે.
અહીં બૉલિંગની વાત કરીએ તો, બૉલરોની જબરદસ્ત ધુલાઇ થાય છે. અહીં ફાસ્ટ બૉલરોની ઇકોનૉમી રેટ 9.65 છે, જોકે, અહીં સ્પીનર્સ થોડાક અંશે રન રોકે છે. સ્પીનર્સનો ઇકોનૉમી રેટ 8.05 રહ્યો છે. અહીં વિકેટ લેવાના મામલામાં પણ સ્પીનર્સ જ આગળ છે. કીવી સ્પીનર્સ ઇશ સોઢીએ અહીં 11 વિકેટો ઝડપી છે.
ભારતીય ટીમ રમી ચૂકી છે અહીં એક મેચ -
માઉન્ટ મોંગાનુઇમાં ભારતીય ટીમ એક મેચ રમી ચૂકી છે, જોકે, આ મેચની પીચના હિસાબેથી એકદમ ઓછો સ્કૉર રહ્યો હતો. ફેબ્રુઆરી, 2020માં ટીમ ઇન્ડિયાએ અહીં પહેલા બેટિંગ કરતાં ત્રણ વિકેટો ગુમાવીને 163 રન બનાવ્યા હતા, જવાબમાં કીવી ટીમ નિર્ધારિત ઓવરો સુધી 156 રન જ બનાવી શકી હતી, તે સમયે ભારતીય ફાસ્ટ બૉલરોએ કેર વર્તાવ્યો હતો, બુમરાહે ત્રણ અને શાર્દૂલ તથા નવદીપ સૈનીએ 2-2 વિકેટો ઝડપી હતી. કીવી ટીમને ઘૂંટણીયે પડી જવા પર મજબૂત થઇ જવુ પડ્યુ હતુ.
ભારતીય ટીમની સંભવિત પ્લેઇંગ ઇલેવન
ઇશાન કિશન, શુભુમન ગિલ, શ્રેયસ અય્યર, સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત, હાર્દિક પંડ્યા, વૉશિંગટન સુંદર, હર્ષલ પટેલ, ભુવનેશ્વર કુમાર, અર્શદીપ સિંહ, યુજવેન્દ્ર ચહલ.
ફિન એલન, ડેવૉન કૉન્વે, કેન વિલિયમસન, ગ્લેન ફિલિપ્સ, ડેરિલ મિશેલ, જેમ્સ નિશામ, મિશેલ સેન્ટનર, ટિમ સાઉથી, ઇશ સોઢી, એડમ મિલ્ને, લૉકી ફર્ગ્યૂસન.