Mount Maunganui Weather Update: ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે બીજી ટી20 મેચ આજે બે ઓવલ ગ્રાઉન્ડમાં રમાશે, પરંતુ આ વખતે પણ વરસાદનો ખતરો  સામે આવ્યો છે. વરસાદના કારણે વેલિંગટનની પહેલી ટી20 મેચની જેમ આજે પણ બે ઓવલ ટી20 રદ્દ થઇ શકે છે, કેમ કે હવામાન વિભાગે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. 


ઉલ્લેખનીય છે કે પહેલી ટી20 વેલિંગટનમાં હતી તે સમયે વરસાદ એટલો ભારે હતો કે મેચમાં ટૉપ પણ ન હતો થઇ શક્યો. બસ આ જ રીતે આજે પણ વરસાદી વાદળ છવાયેલા છે. જાણો હાલમાં શું છે હવામાનની સ્થિતિ....... 


બે ઓવલનું હવામાન 
હાલના સમયમાં બે ઓવલમાં વરસાદ થઇ રહ્યો છે, જે ક્યારેય ફાસ્ટ તો ક્યારેય ધીમો પડી રહ્યો છે. હવામાન વિભાગે આજે બપોરથી રાત સુધી સતત વરસાદ પડવાની આગાહી કરી છે. વાદળો સતત છવાયેલા રહેશે અને પવનની ગતિ પણ ફાસ્ટ રહેશે. મેચની શરૂઆતના સમયે ઓછો વરસાદ પડવાનુ અનુમાન છે, પરંતુ જેમ જેમ મેચ આગળ વધતી જશે તેમ તેમ વરસાદનુ જોર વધતુ જશે, અને આ કારણે વરસાદમાં મેચ ધોવાઇ જઇ શકે છે. 






ન્યૂઝીલેન્ડના સમયના હિસાબની વાત કરીએ તો સાંજે 7 વાગ્યાથી લઇને રાત્રે 12 વાગ્યા સુધી સતત વરસાદ પડવાની સંભાવના છે, અને આવામાં આ મેચ રદ્દ પણ થઇ શકે છે. જો આ મેચ પણ રદ્દ થશે તો આ હાર્દિક પંડ્યા એન્ડ કંપની માટે ખુબ નિરાશાજનક ખબર રહેશે, કેમ કે ટીમ ન્યૂઝીલેન્ડ એક સારો મોકો શોધવા આવી છે.