IND vs NZ 2nd Test Day 1: પ્રથમ દિવસની રમત પૂર્ણ, ભારતના 16/1, વૉશિંગટન સુંદરના નામે રહ્યો પહેલો દિવસ

India Vs New Zealand 2nd Test: ભારતીય ટીમ હાલમાં ન્યૂઝીલેન્ડ સામે ઘરઆંગણે 3 મેચની ટેસ્ટ શ્રેણી રમી રહી છે.

gujarati.abplive.com Last Updated: 24 Oct 2024 04:50 PM

બ્રેકગ્રાઉન્ડ

India Vs New Zealand 2nd Test: ભારતીય ટીમ હાલમાં ન્યૂઝીલેન્ડ સામે ઘરઆંગણે 3 મેચની ટેસ્ટ શ્રેણી રમી રહી છે. તેની બીજી મેચ આજથી (24 ઓક્ટોબર) પુણેના મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં...More

સુંદરના નામે રહ્યો પ્રથમ દિવસ

ટીમ ઈન્ડિયા અને ન્યૂઝીલેન્ડ વચ્ચે બીજી મેચ પુણેના મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન (MCA) સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આ મેચમાં ન્યૂઝીલેન્ડના કેપ્ટન ટોમ લાથમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ન્યૂઝીલેન્ડે પ્રથમ દાવમાં 259 રન બનાવ્યા હતા. ભારત તરફથી વોશિંગ્ટન સુંદરે સાત વિકેટ ઝડપી હતી. જવાબમાં, ભારતે પ્રથમ દિવસે (24 ઓક્ટોબર) સ્ટમ્પ સુધી એક વિકેટના નુકસાને 16 રન બનાવ્યા હતા. શુભમન ગિલ 10 અને યશસ્વી જયસ્વાલ 5 રન બનાવીને અણનમ છે.


જો જોવામાં આવે તો ન્યૂઝીલેન્ડની ટીમ આ મેદાન પર પોતાની પ્રથમ ટેસ્ટ રમવા આવી છે. વર્તમાન સીરીઝની પ્રથમ મેચ 16 ઓક્ટોબરથી બેંગલુરુમાં રમાઈ હતી, જેમાં રોહિત શર્માની કેપ્ટનશીપમાં ભારતીય ટીમનો 8 વિકેટે પરાજય થયો હતો. પ્રથમ ટેસ્ટ જીતીને કિવી ટીમે શ્રેણીમાં 1-0ની સરસાઈ મેળવી લીધી છે.