Ind vs NZ Test: મુંબઇ ટેસ્ટના પ્રથમ દિવસના અંતે ટીમ ઇન્ડિયાએ ચાર વિકેટ ગુમાવી 221 રન બનાવ્યા, મયંકની સદી

બીસીસીઆઇએ ટ્વિટ કરી આ જાણકારી આપી હતી. સવારે સાડા નવ વાગ્યે મેચનું નીરિક્ષણ કરવામાં આવ્યું હતું.

gujarati.abplive.com Last Updated: 03 Dec 2021 05:40 PM
મયંકની સદી

મુંબઇ ટેસ્ટના પ્રથમ દિવસના અંતે ટીમ ઇન્ડિયાએ ચાર વિકેટ ગુમાવી 221 રન બનાવી લીધા છે. મયંક અગ્રવાલ 120 અને રિદ્ધિમાન સહા 25 રન બનાવી અણનમ રહ્યા છે.

મયંકની સદી

ઓપનર મયંક અગ્રવાલે મુંબઇ ટેસ્ટમાં સદી  ફટકારી છે. 196 બોલમાં પોતાની સદી પુરી કરી હતી. આ તેના ટેસ્ટ કરિયરની ચોથી સદી છે. મયંકે ડેરિલ મિચેલના બોલ પર એકસ્ટ્રા કવર તરફ ચોગ્ગો ફટકારી સદી પુરી કરી હતી. મયંકે 13 ચોગ્ગા અને ત્રણ સિક્સ ફટકારી છે.

કોહલી અને પૂજારા એક જ ઓવરમાં આઉટ

ટીમ ઇન્ડિયાનો ધબકડો થયો છે. વિરાટ કોહલી અને ચેતેશ્વર પૂજારા શૂન્ય રન પર આઉટ થયા હતા. એઝાઝ પટેલની એક જ ઓવરમાં બંન્નેની વિકટ પડતા ટીમ ઇન્ડિયા મુશ્કેલીમાં મુકાઇ ગઇ છે.

શુભમન ગીલ આઉટ

ટીમ ઇન્ડિયાને પ્રથમ ઝટકો લાગ્યો છે. સ્પિનર એઝાઝ પટેલે ઓપનર શુભમન ગિલને શિકાર બનાવ્યો છે. ગિલે 44 રનની ઇનિંગ રમી હતી. તે અડધી સદી ચૂક્યો છે. શુભમન ગિલનો કેચ રોસ ટેલરે કર્યો હતો.

ટોમ લાથમને સોંપવામાં આવી કેપ્ટનશીપ


કેન વિલિયમ્સન બીજી ટેસ્ટમાંથી બહાર


જયંત યાદવનો સમાવેશ

ન્યૂઝિલેન્ડ સામેની બીજી ટેસ્ટ મેચમાં ભારતે ટોસ જીત્યો હતો અને બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ટીમમાં વિરાટ કોહલી, જયંત યાદવ, મોહમ્મદ સિરાજ સમાવેશ કર્યો છે. 

બીજી ટેસ્ટમાં ટીમ ઇન્ડિયાના આ ત્રણ દિગ્ગજ ખેલાડીઓ નહી રમે

ભારત અને ન્યૂઝિલેન્ડ વચ્ચેની બીજી ટેસ્ટ મેચનો આજથી પ્રારંભ થઇ રહ્યો છે વરસાદના કારણે ટોસ અત્યાર સુધી થઇ શક્યો નથી. જોકે, મેચ અગાઉ ભારતીય ટીમ માટે ખરાબ સમાચાર આવ્યા છે. અજિંક્ય રહાણે, ઝડપી બોલર ઇશાંત શર્મા અને ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા ઇજાના કારણે બીજી ટેસ્ટ મેચમાં રમશે નહીં.

બ્રેકગ્રાઉન્ડ

IND vs NZ, 2nd Test Match: ભારત અને ન્યૂઝિલેન્ડ વચ્ચે બીજી ટેસ્ટ મેચ આજથી મુંબઇમાં શરૂ થશે. વરસાદના કારણે ટોસ થવામાં વિલંબ થઇ રહ્યો છે. બીસીસીઆઇએ ટ્વિટ કરી આ જાણકારી આપી હતી. સવારે સાડા નવ વાગ્યે મેચનું નીરિક્ષણ કરવામાં આવ્યું હતું. હવે સાડા 10 વાગ્યે ફરીથી નીરિક્ષણ કરવામાં આવશે. ત્યારબાદ આગળનો નિર્ણય લેવાશે.


બીસીસીઆઇએ ટ્વિટ કરી જાણકારી આપી હતી કે મેચના ટોસ થવામા મોડું થઇ રહ્યું છે. સાડા નવ વાગ્યે પિચનું નીરિક્ષણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ અન્ય એક ટ્વિટમાં કહ્યું કે હવે ફરીથી સાડા 10 વાગ્યે પિચનું નીરિક્ષણ કરવામાં આવશે.


 

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.