IND vs NZ, 2nd Test: મુંબઈમાં રમાઈ રહેલી ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે બીજી ટેસ્ટમાં ટીમ ઈન્ડિયા 325 રનમાં ઓલઆઉટ થઈ છે. ભારત તરફથી મયંક અગ્રવાલે 150 રન બનાવ્યા હતા. એજાઝ પટેલે ભારતની તમામ 10 વિકેટ લઈને ઈતિહાસ રચ્યો હતો.


એજાઝ પટેલે આ સાથે ટેસ્ટમાં ભારત સામે બેસ્ટ બોલિંગનો રેકોર્ડ બનાવ્યો હતો. તેણે 119 રનમાં 10 વિકેટ લીધી હતી. જ્યારે 1971માં પોર્ટ ઓફ સ્પેનમાં જેક નોર્જિયાએ 95 રનમાં 9 વિકેટ લીધી હતી.  આ ઉપરાંત તેણે ભારત સામે ભારતમાં રમતી વખતે પણ શ્રેષ્ઠ દેખાવ કર્યો હતો. આ પહેલા 2017માં નાથન લાયને 50 રનમાં 8 અને 2008માં જેસન ક્રેઝાએ 215 રનમાં 8 વિકેટ ઝડપી હતી.


ન્યૂઝીલેન્ડ તરફથી સર્વશ્રેષ્ઠ દેખાવ



  • એજાઝ પટેલ, 119 રનમાં 10 વિકટે વિ. ભારત, 2021

  • રિચાર્ડ હેડલી, 52 રનમાં 9 વિકેટ, વિ ઓસ્ટ્રેલિયા, 1995


એક ઈનિંગમાં 10 વિકેટ લેનારા બોલર



  • જિમ લેકર વિ ઓસ્ટ્રેલિયા, 1956

  • અનિલ કુંબલે વિ પાકિસ્તાન, 1999

  • એજાઝ પટેલ વિ ભારત, 2021


પ્રથમ દિવસના અંતે ભારતની શું હતી સ્થિતિ


ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતાં ભારતે પ્રથમ દિવસના અંતે 4 વિકેટના નુકસાન પર 221 રન બનાવ્યા હતા. મયંક અગ્રવાલ 120 રને નોટ આઉટ હતો અને ની સાથે વિકેટકિપર બેટ્સમેન સહા ૨૫ રને નોટઆઉટ હતો.. કોહલી અને પુજારા ખાતુ ખોલાવી શક્યા નહોતા.