IND vs NZ 3rd ODI Live: બીજી મેચ વરસાદને કારણે રદ, ન્યૂઝીલેન્ડે વનડે શ્રેણી 1-0થી જીતી

ક્રાઈસ્ટચર્ચના હેગલી ઓવલ મેદાનમાં વનડેમાં સર્વશ્રેષ્ઠ રેકોર્ડ ન્યુઝીલેન્ડના નામે છે. કિવી ટીમે અહીં અત્યાર સુધી 11 વનડે રમી છે જેમાં 10માં જીત મેળવી છે અને માત્ર એક મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે.

gujarati.abplive.com Last Updated: 30 Nov 2022 02:49 PM

બ્રેકગ્રાઉન્ડ

IND vs NZ, 3જી ODI Live Updates: ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે 3 ODI શ્રેણીની છેલ્લી મેચ ક્રાઈસ્ટચર્ચમાં રમાશે. આ પહેલા શ્રેણીની બીજી મેચ વરસાદના કારણે ધોવાઈ ગઈ હતી. જ્યારે પ્રથમ...More

વરસાદના કારણે મેચ રદ્દ, ભારત સિરીઝ હારી ગયું

કેપ્ટન શિખર ધવનના નેતૃત્વમાં ન્યુઝીલેન્ડ પહોંચેલી ટીમ ઈન્ડિયાને વનડે સીરીઝમાં હારનો સામનો કરવો પડ્યો હતો. શ્રેણીની બીજી અને ત્રીજી વનડે વરસાદને કારણે પ્રભાવિત થઈ હતી, આવી સ્થિતિમાં ન્યૂઝીલેન્ડ 0-1થી શ્રેણી જીતવામાં સફળ રહ્યું હતું. ત્રીજી વનડેમાં ભારતની બેટિંગ ફ્લોપ સાબિત થઈ અને ન્યુઝીલેન્ડ જીત તરફ આગળ વધી રહ્યું હોય તેવું લાગી રહ્યું હતું. વરસાદ પડ્યા બાદ લગભગ એક કલાક સુધી રાહ જોઈ, પરંતુ વરસાદ બંધ ન થયો અને આખરે મેચ રદ્દ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો. ડકવર્થ લુઈસ નિયમ લાગુ પડતો ન હતો કારણ કે તેમાં 20 ઓવર હોવી જરૂરી હતી, પરંતુ ન્યૂઝીલેન્ડની ઈનિંગમાં માત્ર 18 ઓવરની હતી.