IND vs NZ, T20 : ભારતે ત્રીજી T20માં ન્યૂઝીલેન્ડને 168 રને હરાવ્યું, 2-1થી સિરીઝ જીતી
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ત્રીજી અને અંતિમ ટી20 મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. બન્ને ટીમો આજે ફરી એકવાર સીરીઝ કબજે કરવા માટે મેદાનમાં ઉતરશે,
ભારતે ત્રીજી T20 મેચમાં ન્યૂઝીલેન્ડને 168 રનથી હરાવ્યું છે. આ રીતે ટીમ ઈન્ડિયાએ 3 T20 મેચોની શ્રેણી 2-1થી જીતી લીધી છે. વાસ્તવમાં ન્યૂઝીલેન્ડને જીતવા માટે 235 રનનો ટાર્ગેટ મળ્યો હતો, પરંતુ આખી ટીમ માત્ર 66 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારત તરફથી હાર્દિક પંડ્યાએ 4 વિકેટ ઝડપી હતી. જ્યારે અર્શદીપ સિંહ, ઉમરાન મલિક અને શિવમ માવીએ 2-2 વિકેટ લીધી હતી.
ન્યૂઝીલેન્ડ સામે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમે 4 વિકેટે 234 રન બનાવ્યા હતા. ટીમ માટે શુભમન ગિલે 63 બોલમાં 126 રનની શાનદાર સદીની ઇનિંગ રમી હતી. ન્યૂઝીલેન્ડની ટીમ સામે જીત માટે 235 રનનો ટાર્ગેટ છે.
શુભમન ગિલે શાનદાર ઈનિંગ રમતા સદી ફટકારી છે. શુભમન ગિલે માત્ર 54 બોલમાં 100 રન બનાવ્યા છે. ગિલ અને હાર્દિક પંડ્યા બંને હાલ મેદાન પર છે.
શુભમન ગિલે ખૂબ જ શાનદાર ઈનિંગ રમી રહ્યો છે. ગિલે તાબડતોડ બેટિંગ કરતા 48 બોલમાં 80 રન બનાવ્યા છે. હાલ શુભમન ગિલ અને હાર્દિક પંડ્યા બંને મેદાન પર છે.
ટીમ ઈન્ડિયાને ત્રીજો ઝટકો લાગ્યો છે. સૂર્યકુમાર યાદવ 24 રન બનાવીને આઉટ થયો છે. હાલમાં મેદાન પર હાર્દિક પંડ્યા અને શુભમન ગિલ રમી રહ્યા છે.
ટીમ ઈન્ડિયાનો સ્કોર 100 રનને પાર પહોંચ્યો છે. હાલમાં સૂર્યકુમાર યાદવ અને શુભમન ગિલ મેદાનમાં છે. ભારતીય ટીમને પ્રથમ ફટકો ઈશાન કિશનના રુપમાં લાગ્યો હતો. બાદમાં ત્રિપાઠી શાનદાર ઈનિંગ રમી આઉટ થયો હતો.
ટીમ ઈન્ડિયાને બીજો ઝટકો લાગ્યો છે. રાહુલ ત્રિપાઠી 22 બોલમાં 44 રન બનાવી આઉટ થયો છે. હાલમાં ભારતીય ટીમે 8.2 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 87 રન બનાવી લીધા છે.
ટીમ ઈન્ડિયાનો સ્કોર 50 રનને પાર પહોંચ્યો છે. ભારતે 5.4 ઓવરમાં 1 વિકેટ ગુમાવીને 57 રન બનાવી લીધા છે. ઈશાન કિશન માત્ર 1 રન બનાવી આઉટ થયો હતો.
ટીમ ઈન્ડિયાની ખરાબ શરુઆત થઈ છે. ઓપનર ઈશાન કિશન 1 રન બનાવી આઉટ થયો છે. ભારતે 3 ઓવરના અંતે એક વિકેટે 25 રન બનાવ્યા છે.
ન્યુઝીલેન્ડની આજની પ્લેઈંગ 11: ફિન એલન, ડેવોન કોનવે, માર્ક ચેપમેન, ગ્લેન ફિલિપ્સ, ડેરેલ મિશેલ, માઈકલ બ્રેસવેલ, મિશેલ સેન્ટનર, ઈશ સોઢી, લોકી ફર્ગ્યુસન, બ્લેર ટિકનર, બેન્જામિન લિસ્ટર
આજની મેચમાં ભારતે ટોસ જીત્યો હતો. આજની મેચ માટે ભારતનો પ્લેઈંગ 11 આ પ્રમાણે છે - શુભમન ગિલ, ઈશાન કિશન, રાહુલ ત્રિપાઠી, સૂર્યકુમાર યાદવ, વોશિંગ્ટન સુંદર, હાર્દિક પંડ્યા, દીપક હુડા, શિવમ માવી, કુલદીપ યાદવ, અર્શદીપ સિંહ, ઉમરાન મલિક
ભારતીય કેપ્ટન હાર્દિક પંડ્યાએ આ નિર્ણાયક મેચ માટે પોતાના પ્લેઇંગ 11માં મોટો ફેરફાર કર્યો છે. સ્પિનર યુઝવેન્દ્ર ચહલને પડતો મૂકવામાં આવ્યો હતો અને તેની જગ્યાએ ઝડપી બોલર ઉમરાન મલિકને તક આપવામાં આવી હતી.
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારતીય ટીમ અને ન્યુઝીલેન્ડ વચ્ચેની ત્રણ મેચની સિરીઝની છેલ્લી અને નિર્ણાયક મેચ રમાઈ રહી છે. ભારતીય કેપ્ટન હાર્દિક પંડ્યાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે અમદાવાદના મોટેરા ખાતે આવેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સીરીઝની છેલ્લી T-20 મેચ રમાશે. મેચ શરૂ થાય તેની પહેલાં સ્ટેડિયમની બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
આજે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ત્રણ મેચોની સીરીઝની અંતિમ અને છેલ્લી ટી20 મેચ રમાશે છે. આજે બન્ને દેશો ફરી એકવાર અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આમને સામને ટકરાશે.
બ્રેકગ્રાઉન્ડ
IND vs NZ, 3rd T20: ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ત્રીજી અને અંતિમ ટી20 મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. બન્ને ટીમો આજે ફરી એકવાર સીરીઝ કબજે કરવા માટે મેદાનમાં ઉતરશે, આ બન્ને ટીમો વચ્ચે રોમાંચક મેચ રમાશે. આ પહેલા જાણી લો અહીંની પીચનો કેવો છે મિજાજ, શું કહે છે પીચ ક્યૂરેટર.
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં અત્યાર સુધી કુલ 5 મેચો રમાઇ છે. જેમાં 2વાર પહેલા બેટિંગ કરનાની ટીમ જીતી છે, જ્યારે 3 વાર લક્ષ્યનો પીછો કરનારી ટીમને જીત હાંસલ થઇ છે. વળી, આ મેદાનના એવરેજ સ્કૉરની વાત કરવામાં આવે તો તે 174 રનોની આસપાસ જોવા મળ્યો છે.
પીચ ક્યૂરેટર અનુસાર, 170 થી 175 નો લક્ષ્ય અહીં પીચ પર બેસ્ટ સ્કૉર બની શકે છે -
અમદાવાદની પીચને લઇને વાત કરવામાં આવે તો પીચ ક્યૂરેટર અનુસાર, આ પીચ પર પહેલા બેટિંગ કરનારી ટીમ જો 170 થી 175 સુધીનો સ્કૉર કરે છે, તો તે ખુબ જ બેસ્ટ ગણી શકાશે. વળી બીજી બેટિંગ કરવા દરમિયાન ખુબ જ મહત્વની ભૂમિકા નિભાવી શકે છે.
વળી, બીજી બેટિંગ કરનારી ટીમ પર ભેજ અસર બતાવી શકે છે. જેમાં ટૉસ જીતનારી ટીમ લક્ષ્યનો પીછો કરવા માંગશે. ભારતીય ટીમે આ મેદાન પર પોતાની છેલ્લી ટી0 મેચ વર્ષ 2021માં ઇંગ્લેન્ડ વિરુદ્ધ રમી હતી, અને તે મેચમાં ટીમ ઇન્ડિયાએ 36 રનોથી જીત હાંસલ કરી હતી.
ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે ટી20માં હેડ ટૂ હેડ રેકોર્ડ્સ -
ભારત અને ન્યૂઝીલેન્ડ, બન્ને ટીમો વચ્ચે હેડ ટૂ હેડ રેકોર્ડ પર નજર કરીએ તો, બન્ને ટીમો વચ્ચે અત્યાર સુધી કુલ 24 વાર ટી20 મેચોમાં આમને સામને ટકરાઇ ચૂકી છે, કુલ 24 મેચમાંથી ભારતીય ટીમે 13માં જીત મેળવી છે, તો 10 મેચોમાં ન્યૂઝીલેન્ડની ટીમે બાજી મારી છે. એક મેચ ટાઇ રહી છે. પોતાના ઘરમાં રમાયેલી મેચોમાં ભારતીય ટીમે 6 વાર અને ન્યૂઝીલેન્ડ ટીમે 4 વાર જીત હાંસલ કરી છે. વળી, ઘરની બહાર ભારતે 7 વાર જીત મેળવી છે, તો ન્યૂઝીલેન્ડની ટીમે 4 મેચમાં જીત હાંસલ કરી છે.
11 વર્ષથી ટી20 સીરીઝ નથી જીતી ન્યૂઝીલેન્ડ -
ન્યૂઝીલેન્ડની ટીમ ભારતીય જમીન પર છેલ્લા 11 વર્ષથી ટી20 સીરીઝ જીતવામાં નિષ્ફળ રહી છે, વર્ષ 2012માં કીવીઓએ ભારતની ધરતી પર છેલ્લીવાર સીરીઝ જીતી હતી. ત્યારે ન્યૂઝીલેન્ડે બે મેચોની સીરીઝમાં ભારતને 1-0થી હરાવ્યુ હતુ. તે પછી ક્યારેય ન્યૂઝીલેન્ડ ટીમ ભારત પ્રવાસ પર ટી20 સીરીઝ રમવા છે ત્યારે હારનો જ સામનો કરવો પડ્યો છે. વર્ષ 2017માં ન્યૂઝીલેન્ડે ભારતીય જમીન પર ત્રણ ટી20 મેચોની સીરીઝ રમી જેને ભારતે 2-1 થી જીતી, વળી, 2021ની સીરીઝમાં ટીમ ઇન્ડિયાએ કીવીઓને 3-0 થી વ્હાઇટ વૉશ કર્યુ હતુ.
- - - - - - - - - Advertisement - - - - - - - - -