IND vs NZ 3rd Test Day 1 Live: વાનખેડેમાં પ્રથમ દિવસે 14 વિકેટ પડી, સ્પિનરોનો દબદબો; રોહિત-વિરાટ ફરી ફ્લોપ થયા

IND vs NZ 3rd Test Day 1 Live: ભારતીય ટીમ પહેલા જ સીરિઝ હારી ચૂકી છે, હવે તે આ મેચ જીતીને પોતાનું સન્માન બચાવવા માંગશે

gujarati.abplive.com Last Updated: 01 Nov 2024 07:16 PM

બ્રેકગ્રાઉન્ડ

IND vs NZ 3rd Test Day 1 Live: ટીમ ઈન્ડિયા અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ત્રણ મેચની ટેસ્ટ સીરીઝની છેલ્લી મેચ આજથી (1 નવેમ્બર) મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે છે. મેચમાં ન્યૂઝીલેન્ડની ટીમ...More

IND vs NZ 3rd Test Day 1 Full Highlights: ન્યુઝીલેન્ડના 235 રનના જવાબમાં ભારતનો સ્કોર 86-4

મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ રહેલી ત્રીજી ટેસ્ટના પ્રથમ દિવસે કુલ 14 વિકેટ પડી હતી. પહેલા ન્યુઝીલેન્ડની ટીમ 235 રન પર જ સિમિત રહી હતી. કિવી ટીમ તરફથી ડેરિલ મિશેલે 82 અને વિલ યંગે 71 રન બનાવ્યા હતા. ભારત તરફથી રવિન્દ્ર જાડેજાએ 5 અને વોશિંગ્ટન સુંદરે 4 વિકેટ ઝડપી હતી. જવાબમાં ટીમ ઈન્ડિયાએ દિવસની રમત પૂરી થતાં સુધીમાં 4 વિકેટ ગુમાવીને 86 રન બનાવ્યા હતા. રોહિત શર્મા 18 રન બનાવીને આઉટ થયો હતો અને વિરાટ કોહલી 04 રન બનાવીને આઉટ થયો હતો. ન્યુઝીલેન્ડ તરફથી એજાઝ પટેલે બે વિકેટ ઝડપી હતી.