IND vs NZ, T20 WC : ટી-20 વર્લ્ડકપમાં ભારતની સતત બીજી હાર, ન્યૂઝીલેન્ડે 8 વિકેટે હરાવ્યું

T20 WC 2021, Match 28, IND vs NZ: ટી20 વર્લ્ડકપ 2021 ટૂર્નામેન્ટમાં ભારતીય ટીમ આજે પોતાની બીજી મેચ કિવી સામે રમી રહ્યું છે. ટીમ ઇન્ડિયા ઐતિહાસિક જીત મેળવીને ટૂર્નામેન્ટમાં ટકી રહેવા પ્રયાસ કરશે.

gujarati.abplive.com Last Updated: 31 Oct 2021 10:30 PM
ટી-20 વર્લ્ડકપમાં ન્યૂઝીલેન્ડની પ્રથમ જીત
ન્યૂઝીલેન્ડની 8 વિકેટથી જીત

પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમે ન્યૂઝીલેન્ડને 111 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જેને વિરોધી ટીમે 14.3 ઓવરમાં બે વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો. ભારત તરફથી જસપ્રીત બુમરાહે બે વિકેટ ઝડપી હતી. તેના સિવાય કોઈ બોલર વિકેટ મેળવી શક્યો નહોતો.

ન્યૂઝીલેન્ડે ટીમ ઈન્ડિયાને 8 વિકેટથી હાર આપી

 ટી-20 વર્લ્ડકપમાં ભારતની સતત બીજી હાર થઈ છે. ન્યૂઝીલેન્ડે ટીમ ઈન્ડિયાને 8 વિકેટથી હાર આપી છે. 

ન્યૂઝીલેન્ડ જીતની નજીક

જસપ્રિત બુમરાહે તેની છેલ્લી ઓવરમાં સારી બોલિંગ કરી અને ડેરિલ મિશેલને 49 રનમાં પેવેલિયન મોકલી દીધો. પરંતુ ટીમ ઈન્ડિયા માટે આ મેચ જીતવી લગભગ અશક્ય છે. બુમરાહે ઓવરમાં માત્ર 1 રન આપ્યો હતો. ન્યુઝીલેન્ડનો સ્કોર  14 ઓવર પછી 108/2

ન્યુઝીલેન્ડનો સ્કોર 7 ઓવર પછી 55/1

ન્યૂઝીલેન્ડના બેટ્સમેન ઝડપથી રન કરીને ટીમને જીતની નજીક લઈ જઈ રહ્યા છે. ન્યુઝીલેન્ડનો સ્કોર 7 ઓવર પછી 55/1

ન્યૂઝિલેન્ડને પ્રથમ ઝટકો

ન્યૂઝિલેન્ડને પ્રથમ ઝટકો લાગ્યો છે. ગપ્ટિલ 20 રન બનાવી આઉટ થયો છે. બમુરાહે ભારતને પ્રથમ સફળતા અપાવી છે. તમામનું ધ્યાન હાલ ભારતીય બોલરો પર છે. 

ન્યૂઝીલેન્ડને જીત માટે 111 રનનો ટાર્ગેટ
ન્યૂઝીલેન્ડને જીત માટે 111 રનનો ટાર્ગેટ

ન્યૂઝીલેન્ડ તરફથી ઇનિંગ્સની છેલ્લી ઓવર ટિમ સાઉથીએ કરી હતી. આ ઓવરમાં રવિન્દ્ર જાડેજાએ સિક્સર ફટકારી હતી. આ ઓવરમાં તેણે 11 રન લીધા હતા. ભારતીય ટીમે નિર્ધારિત 20 ઓવરમાં સાત વિકેટ ગુમાવીને 110 રન બનાવ્યા છે. ભારત તરફથી રવિન્દ્ર જાડેજાએ અણનમ 26 રન બનાવ્યા હતા.

ટીમ ઈન્ડિયાને વધુ એક ઝટકો

ટીમ ઈન્ડિયાને વધુ એક ઝટકો લાગ્યો છે.   હાર્દિક પંડ્યા 23 રન બનાવી આઉટ થયો છે. હાલ ટીમ ઈન્ડિયાએ 18.2 ઓવરમાં 6 વિકેટ ગુમાવી 94 રન બનાવ્યા છે. ટીમ ઈન્ડિયાનો ધબડકો થઈ ગયો છે. 

 ટીમ ઈન્ડિયાનો ધબડકો થયો

 ટીમ ઈન્ડિયાનો ધબડકો થયો છે. વિરાટ કોહલી માત્ર  9 રન બનાવી આઉટ થયો છે. ટીમ ઈન્ડિયાની ખૂબ જ ખરાબ શરુઆત થઈ છે. ટીમ ઈન્ડિયાએ 10.2 ઓવરમાં 4 વિકેટ ગુમાવી માત્ર 49 રન બનાવ્યા છે. 

ભારતીય ટીમને મોટો ઝટકો

ભારતીય ટીમને મોટો ઝટકો આપતા ઈશ સોઢીએ રોહિત શર્માને 14 રનના અંગત સ્કોર પર પેવેલિયન મોકલી દીધો હતો. ભારતીય ટીમે 3 વિકેટ ગુમાવી દીધી છે અને રિષભ પંત બેટિંગ કરવા આવ્યો છે.  8 ઓવર પછી ટીમ ઈન્ડિયાનો સ્કોર 41/3 છે

રોહિત શર્મા 14 રન બનાવી આઉટ

ટીમ ઈન્ડિયાને ત્રીજો ઝટકો લાગ્યો છે. રોહિત શર્મા 14 રન બનાવી આઉટ થયો છે. 

કેએલ રાહુલ 18 રન બનાવી આઉટ

ટીમ ઈન્ડિયાને બીજો ઝટકો લાગ્યો છે. કેએલ રાહુલ 18 રન બનાવી આઉટ થયો છે. 

ઈશાન કિશન માત્ર 4 રન બનાવી આઉટ

ટીમ ઈન્ડિયાની ખરાબ શરુઆત થઈ હતી. ઈશાન કિશન માત્ર 4 રન બનાવી આઉટ થયો છે. 

ભારતની ધીમી શરૂઆત, 2 ઓવર પછી 6/0

ન્યુઝીલેન્ડ માટે ટિમ સાઉથીએ બીજી ઓવર કરી. આ ઓવરના ચોથા બોલ પર કેએલ રાહુલે શાનદાર શોટ મારતા ઇનિંગ્સના પહેલા ચાર રન ફટકાર્યા હતા. ઓવરના છેલ્લા બોલ પર સિંગલ લીધો. ટીમ ઈન્ડિયાનો સ્કોર 2 ઓવર પછી 6/0

ભારત તરફથી ઇશાન કિશન અને કેએલ રાહુલે ઇનિંગની શરૂઆત કરી

ટીમ ઈન્ડિયાએ પોતાની રણનીતિ બદલતા ઈશાન કિશન અને કેએલ રાહુલને ઓપનિંગ માટે મોકલ્યા છે. રોહિત શર્મા આજે ઓપનિંગ કરી રહ્યો નથી. ન્યુઝીલેન્ડ માટે ટ્રેન્ટ બોલ્ટે પ્રથમ ઓવર કરી હતી.

ન્યુઝીલેન્ડ પ્લેઈંગ ઈલેવન

કેન વિલિયમસન (સી), માર્ટિન ગુપ્ટિલ, ડેરીલ મિશેલ, ડેવોન કોનવે (wk), ગ્લેન ફિલિપ્સ, જેમ્સ નીશમ, એડમ મિલ્ને, મિશેલ સેન્ટનર, ઈશ સોઢી, ટિમ સાઉથી, ટ્રેન્ટ બોલ્ટ.

ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવન

વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા, કેએલ રાહુલ, ઈશાન કિશન, ઋષભ પંત (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ શમી, વરુણ ચક્રવર્તી, જસપ્રિત બુમરાહ.

ન્યૂઝીલેન્ડે ટોસ જીત્યો

ન્યૂઝીલેન્ડે ટોસ જીતી પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો છે. 

શમીના ટ્રોલિંગને શું કહ્યું કોહલીએ

ગત રવિવારે રમાયેલા મુકાબલામાં ભારતની હાર બાદ મોહમ્મદ શમીને કેટલાક લોકોએ સોશિયલ મીડિયા પર નિશાન બનાવ્યો હતો. જેને લઈ હવે ટીમ ઈન્ડિયાના કેપ્ટન કોહલીનું મોટું નિવેદન સામે આવ્યું છે. શમીને નિશાન બનાવવા પર ક્રિકેટ જગતના તમામ દિગ્ગ્જોએ તેનું સમર્થન કર્યુ હતું. મેચ પહેલા પ્રેસ કોન્ફરન્સમાં કોહલીએ કહ્યું, અમારું પોક્સ મેચ પર છે, બહારના ડ્રામા પર નહીં. સોશિયલ મીડિયા પર કેટલાક લોકો પોતાની ઓળખ છુપાવીને આવી હરકત કરે છે, આજના સમયમાં આ સામાન્ય વાત છે. પરંતુ અમે ડ્રેસિંગ રૂમમાં સારો માહોલ રાખીએ છીએ. તેણે કહ્યું, કોઈપણ વ્યક્તિને ધર્મના આધારે નિશાન બનાવવો ખોટી વાત છે. મેં આજ સુધી કોઈ વ્યક્તિ સાથે આવો વ્યવહારર કર્યો નથી. કોહલીએ આગળ કહ્યું, મોહમ્મદ શમીની રમતમાં જો કોઈને પેશન નજરે પડતી ન હોય તો હું તે લોકોને લઈ સમય બરબાદ કરવા નથી માંગતો.

ટૉસ જીતશે તો મેચ જીતશે

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની મેચમાં ટૉસ મહત્વનો સાબિત થશે, કેમ કે આજ સુધી આ ટી20 વર્લ્ડકપમાં જે પણ ટીમ ટૉસ જીતી છે તે મેચ જીતી છે. ભારત આજે જો ટૉસ જીતે છે તે જીતવાનો પુરેપુરા ચાન્સીસ રહેશે. અત્યાર સુધી સુપર 12 મેચોમાં 9 મેચોમાંથી 8 વાર એવુ થયુ છે કે ટૉસ જીતનારી ટીમ જ જીતી છે. જોકે, બાંગ્લાદેશ અને ઇંગ્લેન્ડની મેચમાં અલગ પરિણામ આવ્યુ છે. 

ભારતીય ઓપનરોનુ ફોર્મ

ભારતીય ઓપનરોનુ ફોર્મ ચિંતાનો વિષય બન્યો છે, પાકિસ્તાન સામે રોહિત શર્મા અને કેએલ રાહુલ બન્ને નિષ્ફળ રહ્યાં હતા અને ટીમ મુશ્કેલીમાં મુકાઇ ગઇ હતી. આજની મેચમાં રોહિત, રાહુલ ઉપરાંત કોહલી, પંત પર પણ ભાર રહેશે. 

શરૂઆતી વિકેટો

ભારતીય બૉલરોએ ફોર્મમાં આવીને કિવી બેટ્સમેનોને શરૂઆતમાં આઉટ કરીને વિકેટો ઝડપવી પડશે. પાકિસ્તાન સામે ભારતીય બૉલરો એકદમ નિરસ અને નિષ્ફળ દેખાયા હતા, દરેક લાઇન અને લેન્થમાં બૉલિંગ કરવી પડશે.  

કોહલી માટે 'કરો યા મરો

આજે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ખરાખરીના જંગ વાળી મેચ રમાશે. બન્ને ટીમો વચ્ચે આજે કરો યા મરો સન્ડે છે, કેમ કે આજે જે ટીમ જીતશે તેને ફાયદો થશે અને જે ટીમ હારશે તેને આગળ જવા માટે મુશ્કેલીઓનો સામનો કરવો પડશે, એમ કહીએ તો ખોટુ નથી કે લગભગ બહાર થવાનો વારો આવી જાય. ગયા રવિવારે ભૂલી જાઓ, આ એક નવો રવિવાર છે કે મકે ગયો રવિવાર ટીમ ઇન્ડિયા માટે ખરાબ રહ્યો, ટૂર્નામેન્ટમાં ભારતીય ટીમની પહેલી મેચમાં પાકિસ્તાનના હાથે કારમો પરાજય સહન કરવો પડ્યો હતો. આ સાથે જ ભારતીય ટીમ પર દબાણ વધી ગયુ છે. હવે આજે ન્યૂઝીલેન્ડ સામેની મેચમાં ટીમ ઇન્ડિયાએ એકવાર ફરીથી ઇતિહાસ બદલવા મેદાનમાં ઉતરવુ પડશે. અત્યાર સુધીની મેચમાં ભારત સામે ન્યૂઝીલેન્ડનુ પલડુ ભારે રહ્યું છે.

આંકડાઓ ભારત સામે ન્યૂઝીલેન્ડ મજબૂત

ટી20 ક્રિકેટમાં આજે ભારત અને ન્યૂઝીલેન્ડ 17મી વખત ટકરાશે, આ પહેલા બન્ને વચ્ચે 16 મેચોમાં ભારત સામે ન્યૂઝીલેન્ડનુ પલડુ ભારે રહ્યું છે. ન્યૂઝીલેન્ડે જ્યાં 8 મેચો જીતી છે, સામે ભારત માત્ર 6 મેચો જીતી શક્યુ છે. જ્યારે બે મેચો બન્ને વચ્ચે ટાઇ રહી છે. 

ટી-૨૦ વર્લ્ડ કપમાં ભારતના ન્યૂઝીલેન્ડ સામે બે પરાજય

ભારત અને ન્યૂઝિલેન્ડ વચ્ચે ટી-૨૦ વર્લ્ડ કપમાં બે મુકાબલા ખેલાયા છે અને બંનેમાં ન્યૂઝિલેન્ડ વિજેતા બન્યું છે. વર્ષ ૨૦૦૭ના ટી-૨૦ વર્લ્ડ કપમાં જોહનીસબર્ગમાં રમાયેલી મેચમાં ભારતનો ન્યૂઝિલેન્ડ સામે ૧૦ રનથી પરાજય થયો હતો. ન્યૂઝિલેન્ડના ૧૯૦ સામે ભારત ૯ વિકેટે ૧૮૦ રન કરી શક્યું હતુ. તે મેચમાં મેક્કુલમે ૪૫ અને મેકમિલને ૪૪ રન કર્યા હતા. ૨૦ રનમાં ચાર વિકેટ ઝડપનારો વેટ્ટોરી પ્લેયર ઓફ ધ મેચ બન્યો હતો. જ્યારે ભારત તરફથી ગંભીરે ૫૧ અને સેહવાગે ૧૭ બોલમાં ૪૦ રન કર્યા હતા.

ભારતીય પ્લેઇંગ ઇલેવનમાં થશે મોટો ફેરફાર

પાકિસ્તાન સામે મળેલી હારથી ભારતીય ટીમ નિરાશ થઇ ગઇ છે, હવે આજે ટીમમાં એક મોટો ફેરફાર કરી શકે છે. ટીમ ઇન્ડિયામાં વરુણ ચક્રવર્તીની જગ્યાએ ન્યૂઝીલેન્ડ સામે અશ્વિનન રમાડી શકે છે. જ્યારે ન્યૂઝીલેન્ડની વાત કરીએ તો કિવી ટીમમાં ઇશ સોઢી અને સેન્ટનરનુ રમવુ લગભગ નક્કી છે, અને ઓલરાઉન્ડર તરીકે કાઇલી જેમીસન મેદાન પર દેખાશે.

કેટલા વાગે શરૂ થશે મેચ

ભારતીય સમય પ્રમાણે સાંજે 7.30 કલાકે મેચ શરૂ થશે. સાંજે 7 કલાકે ટોસ થશે. ટોસ જીતનારી ટીમ પ્રથમ બેટિંગ કરવાનું પસંદ કરશે

કઈ ચેનલ પરથી થશે ટેલિકાસ્ટ

ટી20 વર્લ્ડકપના લાઇવ ટેલિકાસ્ટના અધિકાર સ્ટાર નેટવર્કની પાસે છે.  ભારતમાં લાઇવ ટેલિકાસ્ટ સ્ટાર નેટવર્કની ચેનલો પર થશે. ભારતીય ઉપમહાદ્વીપ શ્રીલંકા, ભૂટાન, બાંગ્લાદેશ અને માલદીવ ઉપરાંત અન્ય દેશોમાં પણ આ નેટવર્ક પર આ મેચોનુ લાઇવ ટેલિકાસ્ટ બતાવવામાં આવશે. ફેન્સ સ્ટાર સ્પૉર્ટ્સ 1, સ્ટાર સ્પૉર્ટ્સ 1 એચડી,  સ્ટાર સ્પૉર્ટ્સ 1 હિન્દી, સ્ટાર સ્પૉર્ટ્સ 2 , સ્ટાર સ્પૉર્ટ્સ 2 એચડી, અને સ્ટાર સ્પૉર્ટ્સ 2 હિન્દી ની ચેનલ્સ પર તમામ મેચોનુ લાઇવ ટેલિકાસ્ટ જોઇ શકો છો. આ ઉપરાંત તમે ડિઝ્ની હૉટસ્ટાર એપ પર પણ લાઇવ સ્ટ્રીમિંગ જોઇ શકો છો. 

પંડ્યાની ફિટનેસને લઈ શું કહ્યું કોહલીએ

વિરાટ કોહલીએ પંડ્યાને ફિટ બતાવ્યો અને તેની બોલિંગને લઈ બચાવ કર્યો હતો. કોહલીએ કહ્યું, પંડ્યા પૂરી રીતે ફિટ છે. હું અને પંડ્યામાંથી કોઈ એક ટીમનો છઠ્ઠો બોલર બની શકીએ છીએ. પરંતુ છ બોલરથી પણ જીતની કોઈ ગેરંટી નથી. આ ઉપરાંત કોહલીએ શાર્દુલ ઠાકુરને લઈ પણ મોટી વાત કહી. કોહલીએ કહ્યું શાર્દુલ ટીમ ઈન્ડિયાની પ્લાનિંગનો હિસ્સો છે અને તે એક મહત્વપૂર્ણ ખેલાડી છે. તેને પ્લેઇંગ ઇલેવનમાં સામેલ કરવાને લઇ હું સ્પષ્ટ રીતે કંઇ ન કહી શકું.

શમીના ટ્રોલિંગને શું કહ્યું કોહલીએ

ગત રવિવારે રમાયેલા મુકાબલામાં ભારતની હાર બાદ મોહમ્મદ શમીને કેટલાક લોકોએ સોશિયલ મીડિયા પર નિશાન બનાવ્યો હતો. જેને લઈ હવે ટીમ ઈન્ડિયાના કેપ્ટન કોહલીનું મોટું નિવેદન સામે આવ્યું છે. શમીને નિશાન બનાવવા પર ક્રિકેટ જગતના તમામ દિગ્ગ્જોએ તેનું સમર્થન કર્યુ હતું. મેચ પહેલા પ્રેસ કોન્ફરન્સમાં કોહલીએ કહ્યું, અમારું પોક્સ મેચ પર છે, બહારના ડ્રામા પર નહીં. સોશિયલ મીડિયા પર કેટલાક લોકો પોતાની ઓળખ છુપાવીને આવી હરકત કરે છે, આજના સમયમાં આ સામાન્ય વાત છે. પરંતુ અમે ડ્રેસિંગ રૂમમાં સારો માહોલ રાખીએ છીએ. તેણે કહ્યું, કોઈપણ વ્યક્તિને ધર્મના આધારે નિશાન બનાવવો ખોટી વાત છે. મેં આજ સુધી કોઈ વ્યક્તિ સાથે આવો વ્યવહારર કર્યો નથી. કોહલીએ આગળ કહ્યું, મોહમ્મદ શમીની રમતમાં જો કોઈને પેશન નજરે પડતી ન હોય તો હું તે લોકોને લઈ સમય બરબાદ કરવા નથી માંગતો.

શરૂઆતી વિકેટો

ભારતીય બૉલરોએ ફોર્મમાં આવીને કિવી બેટ્સમેનોને શરૂઆતમાં આઉટ કરીને વિકેટો ઝડપવી પડશે. પાકિસ્તાન સામે ભારતીય બૉલરો એકદમ નિરસ અને નિષ્ફળ દેખાયા હતા, દરેક લાઇન અને લેન્થમાં બૉલિંગ કરવી પડશે.  

ભારતીય ઓપનરોનુ ફોર્મ

ભારતીય ઓપનરોનુ ફોર્મ ચિંતાનો વિષય બન્યો છે, પાકિસ્તાન સામે રોહિત શર્મા અને કેએલ રાહુલ બન્ને નિષ્ફળ રહ્યાં હતા અને ટીમ મુશ્કેલીમાં મુકાઇ ગઇ હતી. આજની મેચમાં રોહિત, રાહુલ ઉપરાંત કોહલી, પંત પર પણ ભાર રહેશે. 

ટૉસ જીતશે તો મેચ જીતશે

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની મેચમાં ટૉસ મહત્વનો સાબિત થશે, કેમ કે આજ સુધી આ ટી20 વર્લ્ડકપમાં જે પણ ટીમ ટૉસ જીતી છે તે મેચ જીતી છે. ભારત આજે જો ટૉસ જીતે છે તે જીતવાનો પુરેપુરા ચાન્સીસ રહેશે. અત્યાર સુધી સુપર 12 મેચોમાં 9 મેચોમાંથી 8 વાર એવુ થયુ છે કે ટૉસ જીતનારી ટીમ જ જીતી છે. જોકે, બાંગ્લાદેશ અને ઇંગ્લેન્ડની મેચમાં અલગ પરિણામ આવ્યુ છે. 

બ્રેકગ્રાઉન્ડ

T20 WC 2021, Match 28, IND vs NZ: ટી20 વર્લ્ડકપ 2021 ટૂર્નામેન્ટમાં ભારતીય ટીમ આજે પોતાની બીજી મેચ કિવી સામે રમી રહ્યું છે. દુબઇના મેદાન પર ટીમ ઇન્ડિયા ઐતિહાસિક જીત મેળવીને ટૂર્નામેન્ટમાં ટકી રહેવા પ્રયાસ કરશે. 

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.