= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
ન્યૂઝીલેન્ડનું શાનદાર પ્રદર્શન બૉલિંગ બાદ ન્યૂઝીલેન્ડે બેટિંગમાં પણ પ્રભાવિત કર્યું અને પ્રથમ ટેસ્ટ મેચના બીજા દિવસે શાનદાર પ્રદર્શન કર્યું. ન્યૂઝીલેન્ડે પ્રથમ દાવમાં ભારતને 46 રનમાં ઓલઆઉટ કરી દીધું હતું અને પછી સ્ટમ્પ સુધી ત્રણ વિકેટે 180 રન બનાવીને 134 રનની લીડ મેળવી હતી.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
બીજા દિવસની રમત પુરી ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની પ્રથમ ટેસ્ટ મેચના બીજા દિવસની રમત સમાપ્ત થઈ ગઈ છે. પ્રથમ દાવમાં ભારતને 46 રનમાં ઓલઆઉટ કર્યા પછી, ન્યૂઝીલેન્ડે સારી બેટિંગ કરી અને સ્ટમ્પ સુધી પ્રથમ દાવમાં ત્રણ વિકેટે 180 રન બનાવીને 134 રનની લીડ મેળવી. દિવસની રમતના અંત સુધીમાં રચિન રવિન્દ્ર 22 રન અને ડેરીલ મિશેલ 14 રન સાથે ક્રિઝ પર હતા. ભારત તરફથી અત્યાર સુધી રવિચંદ્રન અશ્વિન, કુલદીપ યાદવ અને રવિન્દ્ર જાડેજાએ એક-એક વિકેટ મેળવી છે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
પ્રથમ દિવસે જ ભારતનું નિરાશાજનક પ્રદર્શન = liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">

ટીમ ઇન્ડિયાની પ્રથમ ઇનિંગ માત્ર 46 રનમાં સમેટાઇ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની પ્રથમ ટેસ્ટનો પ્રથમ દિવસ ભારતીય ટીમ માટે નિરાશાજનક રહ્યો છે. ટીમ ઇન્ડિયાએ ટૉસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય કર્યો તે ખુબ જ ખરાબ રહ્યો. પ્રથમ ઇનિંગમાં ભારતીય ટીમ 31.2 ઓવર રની માત્ર 46 રનમાં જ ઓલઆઉટ થઇ ગઇ છે. ટીમ ઇન્ડિયા તરફથી સૌથી વધુ ઋષભ પંતે 20 રન અને યશસ્વી જાયસ્વાલે 13 રન બનાવ્યા હતા. જ્યારે ન્યૂઝીલેન્ડ તરફથી મેટ હેનરી અને વીલ ઓરૂરકીએ 4-4 વિકેટો ઝડપી હતી.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
IND vs NZ Live Score Day 2nd: ઋષભ પંત આઉટ ટીમ ઈન્ડિયાની આઠમી વિકેટ પડી ગઇ છે. ઋષભ પંત 20 રન કરીને આઉટ થયો હતો. હેનરીએ તેને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. ભારતે 25.3 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 39 રન બનાવી લીધા છે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
IND vs NZ Live Score Day 2nd: ભારતે 25 ઓવરમાં 39 રન બનાવ્યા ભારતે 25 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 39 રન બનાવ્યા છે. પંત 20 રન બનાવીને રમી રહ્યો છે. તેણે 47 બોલનો સામનો કરતા 2 ચોગ્ગા ફટકાર્યા છે. કુલદીપ યાદવ હજુ ખાતું ખોલાવી શક્યો નથી.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
IND vs NZ Live Score Day 2nd: ટીમ ઇન્ડિયાને 7મો ફટકો લાગ્યો ન્યૂઝીલેન્ડે ભારતને 7મો ઝટકો આપ્યો છે. રવિચંદ્રન અશ્વિન શૂન્ય રને આઉટ થયો હતો. મેટ હેનરીએ તેને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. ભારતે 24 ઓવરમાં 34 રન બનાવ્યા છે. રિષભ પંત 15 રન બનાવીને રમી રહ્યો છે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
IND vs NZ Live Score: ભારતને છઠ્ઠો ફટકો બીજા દિવસે લંચ સુધીમાં ભારતે તેના પ્રથમ દાવમાં છ વિકેટ ગુમાવીને 34 રન બનાવ્યા હતા. બુધવારે કોઈ ટોસ થયો ન હતો અને આખો દિવસ વરસાદને કારણે ધોવાઈ ગયો હતો. ગુરુવારે ટોસ થયો અને ભારતીય કેપ્ટન રોહિત શર્માએ વાદળછાયા વાતાવરણમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો. જો કે તેનો નિર્ણય અત્યાર સુધી ખોટો સાબિત થયો છે અને ટીમ ઈન્ડિયાએ માત્ર 23.5 ઓવરમાં 34 રન બનાવી લીધા છે અને છ વિકેટ ગુમાવી દીધી છે. રવિન્દ્ર જાડેજા લંચ પહેલા જ આઉટ થઈ ગયો હતો. છમાંથી ચાર બેટ્સમેન ખાતું પણ ખોલાવી શક્યા ન હતા. જેમાં વિરાટ કોહલી, સરફરાઝ ખાન, કેએલ રાહુલ અને રવિન્દ્ર જાડેજાનો સમાવેશ થાય છે. જ્યારે રોહિત બે રન બનાવીને આઉટ થયો હતો અને યશસ્વી 13 રન બનાવીને આઉટ થયો હતો. પંત 15 રન બનાવીને અણનમ છે. ન્યૂઝીલેન્ડ માટે વિલિયમ ઓ'રર્કે સૌથી વધુ ત્રણ વિકેટ લીધી છે. મેટ હેનરીએ બે અને ટિમ સાઉથીને એક વિકેટ મળી છે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
IND vs NZ Live Score: ભારતની અડધી ટીમ પેવેલિયનમાં પરત ફરી 33 પર ભારતીય ટીમની અડધી ટીમ પેવેલિયન પરત ફરી ગઈ છે. પાંચમાંથી ત્રણ બેટ્સમેન ખાતું પણ ખોલાવી શક્યા ન હતા. જેમાં વિરાટ કોહલી, સરફરાઝ ખાન અને કેએલ રાહુલનો સમાવેશ થાય છે. જ્યારે રોહિત બે રન બનાવીને આઉટ થયો હતો અને યશસ્વી 13 રન બનાવીને આઉટ થયો હતો. હાલમાં રવિન્દ્ર જાડેજા અને ઋષભ પંત ક્રિઝ પર છે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
IND vs NZ Live Score: ભારતે ગુમાવી ચોથી વિકેટ ભારતને 31ના સ્કોર પર ચોથો ઝટકો લાગ્યો હતો. વિલિયમ ઓ'રર્કે યશસ્વી જયસ્વાલને એજાઝ પટેલના હાથે કેચ કરાવ્યો હતો. તે 13 રન બનાવી શક્યો હતો. હાલમાં ઋષભ પંત અને કેએલ રાહુલ ક્રિઝ પર છે. ભારતે 10 રનમાં ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. આ પછી પંત અને યશસ્વી વચ્ચે 21 રનની ભાગીદારી થઈ હતી.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
IND vs NZ Live Score: ભારતે ત્રીજી વિકેટ ગુમાવી 10ના સ્કોર પર ભારતને ત્રીજો ફટકો લાગ્યો છે. વિરાટના આઉટ થયા બાદ બેટિંગ કરવા આવેલા સરફરાઝ ખાન મેટ હેનરીના બોલ પર કોનવેના હાથે કેચ આઉટ થયો હતો. વિરાટ બાદ સરફરાઝ પણ ખાતું ખોલાવી શક્યો નથી. ભારતનો ટોપ ઓર્ડર ધ્વસ્ત થઇ ગયો હતો.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
IND vs NZ Live Score: ભારતે ગુમાવી બીજી વિકેટ નવના સ્કોર પર ભારતને બીજો ઝટકો લાગ્યો હતો. રોહિત બાદ વિરાટ કોહલી પણ પેવેલિયન પરત ફર્યો છે. રોહિત (2) ટિમ સાઉથીની ઓવરમાં ક્લીન બોલ્ડ થયો હતો. વિરાટ નવા ફાસ્ટ બોલર વિલિયમ ઓ'રર્કેનો શિકાર બન્યો હતો. વિરાટ ખાતું પણ ખોલાવી શક્યો ન હતો. 2020થી અત્યાર સુધીમાં તે ટેસ્ટમાં માત્ર બે સદી ફટકારી શક્યો છે. શુભમન ગિલ આ મેચમાં નથી રમી રહ્યો.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
IND vs NZ Live Score: ભારતે ગુમાવી પ્રથમ વિકેટ ભારતીય ટીમને પહેલો ફટકો 9 રનના સ્કોર પર લાગ્યો હતો. ટિમ સાઉથીએ કેપ્ટન રોહિત શર્માને ક્લીન બોલ્ડ કર્યો હતો. તે બે રન બનાવી શક્યો હતો. શુભમન ગિલ રમી રહ્યો નથી, તેથી વિરાટ કોહલી ચોથા નંબરને બદલે ત્રીજા નંબર પર બેટિંગ કરવા આવ્યો છે.