IND vs NZ Updates: ટીમ ઇન્ડિયાની પ્રથમ વનડેમાં ન્યૂઝીલેન્ડ સામે હાર

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે 3 મેચની શ્રેણીની પ્રથમ વનડે શુક્રવારે (25 નવેમ્બર) ઓકલેન્ડના ઈડન પાર્ક ખાતે રમાઈ રહી છે

Advertisement

gujarati.abplive.com Last Updated: 25 Nov 2022 03:47 PM

બ્રેકગ્રાઉન્ડ

નવી દિલ્હી: ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે 3 મેચની શ્રેણીની પ્રથમ વનડે શુક્રવારે (25 નવેમ્બર) ઓકલેન્ડના ઈડન પાર્ક ખાતે રમાઈ રહી છે. શિખર ધવનની કેપ્ટનશીપમાં ભારતીય ટીમ યુવા ખેલાડીઓ સાથે વનડે...More

ટીમ ઈન્ડિયાની ન્યૂઝીલેન્ડને સામે પ્રથમ વનડેમાં હાર

ટીમ ઈન્ડિયાની ન્યૂઝીલેન્ડને સામે પ્રથમ વનડેમાં હાર થઈ છે. ઓકલેન્ડમાં રમાયેલી આ ODI મેચમાં ટીમ ઈન્ડિયાએ પ્રથમ બેટિંગ કરતા 7 વિકેટ ગુમાવીને 306 રન બનાવ્યા હતા. જવાબમાં કિવી ટીમે માત્ર 3 વિકેટ ગુમાવીને લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો.



ન્યૂઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમસને ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનું પસંદ કર્યું હતું. ભારતીય ટીમની ઓપનિંગ જોડીએ સારી શરૂઆત આપી હતી અને પ્રથમ વિકેટ માટે 23.1 ઓવરમાં 124 રન જોડ્યા હતા. અહીં શુભમન ગિલ 65 બોલમાં 50 રન બનાવીને આઉટ થયો હતો. બીજી જ ઓવરમાં શિખર ધવન પણ 77 બોલમાં 72 રનની ઈનિંગ રમીને પેવેલિયન પરત ફર્યો હતો. અહીંથી શ્રેયસ અય્યરે એક છેડો સંભાળ્યો. બીજા છેડેથી ટૂંકા અંતરે વિકેટો પડતી રહી.

© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.