IND vs NZ ODI: ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે આજે સીરીઝની બીજી વનડે મેચ રમાઇ રહી છે, આજે બન્ને ટીમો રાયપુરના ગ્રાઉન્ડ પર પહેલીવાર વનડે મેચ રમવા માટે મેદાનમાં ઉતરશે. અહીં પહેલીવાર કોઇ ઇન્ટરનેશનલ વનડે મેચનું આયોજન કરવામાં આવી રહ્યુ છે. જોકે, ઓવર ઓલ જોઇએ તો ભારતીય ટીમનું ઘરઆંગણે વનડેમાં મોટુ રહ્યું છે. પરંતુ અહીં અમે તમને બતાવી રહ્યાં છીએ કે, અત્યાર સુધી ભારત અને ન્યૂઝીલેન્ડે વચ્ચે રમાયેલી વનડે મેચોમાં કઇ ટીમ કોના પર પડી છે ભારે, કોને મળી છે સૌથી વધુ જીત. જાણો અહીં હેડ ટૂ હેડ હાર જીતના આંકડા........ 
 
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે હેડ ટૂ હેડ આંકડા - 
ભારત અને ન્યૂઝીલેન્ડ ટીમની વનડે ફૉર્મેટમાં હાર જીત અને મેચોની વાત કરીએ તો, બન્ને ટીમો વનડેમાં અત્યારે સુધી 114 વાર આમને સામને ટકરાઇ ચૂકી છે. આ દરમિયાન ટીમ ઇન્ડિયાએ 56 મેચો જીતી છે, જ્યારે કીવી ટીમને 50 મેચોમાં જીત હાંસલ થઇ છે. જોકે, બન્ને ટીમો વચ્ચેની 7 મેચોનુ પરિણામ આવી શક્યુ નથી, અને એક મેચ ટાઇ રહી છે. 


ભારતે ઘરઆંગણે 27 મેચો જ્યારે ન્યૂઝીલેન્ડે પણ પોતાના ઘરેલુ મેદાન પર 26 વનડે મેચોમાં જીત મેળવી છે. ટીમ ઇન્ડિયાએ આ દરમિયાન ઘરની બહાર 14 વનડે પોતના નામે કરી છે. ન્યૂટ્રલ વેન્યૂ પર ભારતને 15 વનડેમાં જીત માંળી છે, તો વળી કીવી ટીમના ખાતામાં 16 જીત નોંધાયેલી છે. 


ન્યૂઝીલેન્ડ ભારતની જમીન પર ક્યારેય નથી જીતી શકી વનડે સીરીઝ - 
ક્રિકેટ ઇતિહાસમાં અત્યાર સુધી ક્યારેય કીવી ટીમ ભારતમાં વનડે સીરીઝી જીતી નથી શકી. ન્યૂઝીલેન્ડને ભારતની ધરતી પર પહેલી વનડે સીરીઝ જીતવાનો ઇન્તજાર છે, કીવી ટીમ અત્યાર સુધી ભારતીય જમીન પર 6 વાર દ્વીપક્ષીય સીરીઝ રમી ચૂકી છે, પરંતુ એકવાર પણ જીત હાંસલ નથી થઇ શકી, દર વખતે હાર જ મળી છે. 


ન્યૂઝીલેન્ડના ભારત પ્રવાસની વાત કરીએ તો કીવી ટીમ વર્ષ 1988-89 માં પહેલીવાર ભારતમાં વનડે સીરીઝ રમવા આવી હતી, છેલ્લા 34 વર્ષમાં ન્યૂઝીલેન્ડ ટીમ 6 વાર ભારતની ટૂર કરી ચૂકી છે પરંતુ જીત નથી મળી, કીવી ટીમનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 2003-04 માં રહ્યું. ત્યારે કીવી ટીમ ત્રિકોણીય સીરીઝની ફાઇનલમાં પહોંચી હતી, જ્યાં ટીવીએસ કપનો ખિતાબી મુકાબલામાં ઓસ્ટ્રેલિયા સામે હારનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ આ વખતે ન્યૂઝીલેન્ડ ટીમ ઇતિહાસ બદલવા માંગશે. 


ભારત અને ન્યૂઝીલેન્ડની વનડેની ફૂલ સ્ક્વૉડ -


ભારતીય વનડે ફૂલ સ્ક્વૉડ - 
રોહિત શર્મા (કેપ્ટન), હાર્દિક પંડ્યા (ઉપકેપ્ટન), શ્રીકર ભરત (વિકેટકીપર), યુજવેન્દ્ર ચહલ, ઇશાન કિશન (વિકેટકીપર), શ્રેયસ અય્યર, વિરાટ કોહલી, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, શાહબાજ અહેમદ, શુભમન ગીલ,, શાર્દૂલ ઠાકુર, ઉમરાન મલિક, વૉશિંગટન સુંદર, સૂર્યકુમાર યાદવ.


ન્યૂઝીલેન્ડની વનડે ફૂલ સ્ક્વૉડ -
ટૉમ લાથમ (કેપ્ટન), ફિન એલન, ડગ બ્રાસવેલ, માઇકલ બ્રાસવેલ, માર્ક ચેપમેન, ડેવૉન કૉન્વે (વિકેટકીપર), જેકૉબ ટફી, લૉકૂ ફર્ગ્યૂસન, એડમ મિલ્ને, ડેરિલ મિશેલ, હેનરી નિકોલ, ગ્લેન ફિલિપ્સ (વિકેટકીપર), મિશેલ સેન્ટનર, હેનરી શિપ્લે, ઇશ સોઢી.