IND vs NZ, 2nd ODI: આજે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે સીરીઝની બીજી વનડે મેચ રમાઇ રહી છે, કીવી ટીમ અત્યારે ભારતના પ્રવાસે છે અને અહીં ત્રણ મેચોની વનડે સીરીઝ રમી રહી છે, સીરીઝની પ્રથમ વનડે મેચ હૈદરાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાઇ હતી, જેમાં રોહિત એન્ડ કંપનીએ કીવી ટીમને અંતિમ ઓવરમાં 12 રનોથી હાર આપીને સીરીઝ પર 1-0થી લીડ બનાવી લીધી હતી. આજે બન્ને ટીમો ફરી એકવાર વનડે ક્રિકેટમાં આમને સામને થવાની છે. 


આજેની મેચ રાયપુરના શહીદ વીર નારાયણ સિંહ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઇ રહી છે, અહીં પહેલીવાર કોઇ વનડે ક્રિકેટ મેચનું આયોજન કરવામાં આવી રહ્યું છે, આ પહેલા અહીં ટી20 મેચો રમાઇ ચૂકી છે, પરંતુ માટે પહેલીવાર ભારત અને ન્યૂઝીલેન્ડ આમને સામને ટકરાશે. 


નંબર વન ટીમ માટે 'કરો યા મરો' મેચ- 
ન્યૂઝીલેન્ડની ટીમ અત્યારે આઇસીસી વનડે રેન્કિંગમાં નંબર વન ટીમ છે, અને ટીમ અત્યારે ફૂલ ફૉર્મમાં પણ છે, પરંતુ ત્રણ મેચોની વનડે સીરીઝમાં પ્રથમ મેચ હાર્યા બાદ નંબર વન ટીમ માટે આજની રાયપુર વનડે કરો યા મરો મેચ બની ગઇ છે. આજની મેચ કીવી ટીમને સીરીઝ બચાવવા જીતવી ખુબ જરૂરી છે. તો વળી, સામે ભારતીયી ટીમ પહેલી મેચ જીતીને સીરીઝ પર 1-0થી લીડ બનાવી ચૂકી છે. જોકે, ખાસ વાત છે કે, આ વખતે કીવી ટીમમાં રેગ્યુલર કેપ્ટન કેન વિલિયમસન નથી પરંતુ ટીમની આગેવાની અનુભવી ક્રિકેટર ટૉમ લાથમ કરી રહ્યો છે. આજેની મેચ 21 જાન્યુઆરી 2023, બપોરે 1.30 વાગ્યાથી શરૂ થશે, જોકે, ટૉસ અડધો કલાક પહેલા થશે.


કીવી ટીમ અત્યારે આઇસીસીના વનડે ફોર્મેટમાં નંબર વન છે, આ પહેલા કીવી ટીમે પાકિસ્તાનને તેમના ઘરઆંગણે વનડે સીરીઝમાં હરાવ્યુ હતુ, અને તો વળી, ભારતીય ટીમ પણ આ પહેલા શ્રીલંકાને વનડે સીરીઝમાં વ્હાઇટ વૉશ કરી ચૂક્યુ છે. 


IND vs NZ ODI: ભારતીય જમીન પર ન્યૂઝીલેન્ડ એકવાર પણ નથી જીતી શકી વનડે સીરીઝ, અત્યાર સુધી કેટલી સીરીઝ રમી અહીં.......
ક્રિકેટ ઇતિહાસમાં અત્યાર સુધી ક્યારેય કીવી ટીમ ભારતમાં વનડે સીરીઝી જીતી નથી શકી. ન્યૂઝીલેન્ડને ભારતની ધરતી પર પહેલી વનડે સીરીઝ જીતવાનો ઇન્તજાર છે, કીવી ટીમ અત્યાર સુધી ભારતીય જમીન પર 6 વાર દ્વીપક્ષીય સીરીઝ રમી ચૂકી છે, પરંતુ એકવાર પણ જીત હાંસલ નથી થઇ શકી, દર વખતે હાર જ મળી છે. 


ન્યૂઝીલેન્ડના ભારત પ્રવાસની વાત કરીએ તો કીવી ટીમ વર્ષ 1988-89 માં પહેલીવાર ભારતમાં વનડે સીરીઝ રમવા આવી હતી, છેલ્લા 34 વર્ષમાં ન્યૂઝીલેન્ડ ટીમ 6 વાર ભારતની ટૂર કરી ચૂકી છે પરંતુ જીત નથી મળી, કીવી ટીમનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 2003-04 માં રહ્યું. ત્યારે કીવી ટીમ ત્રિકોણીય સીરીઝની ફાઇનલમાં પહોંચી હતી, જ્યાં ટીવીએસ કપનો ખિતાબી મુકાબલામાં ઓસ્ટ્રેલિયા સામે હારનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ આ વખતે ન્યૂઝીલેન્ડ ટીમ ઇતિહાસ બદલવા માંગશે.