IND vs NZ, 1st Test, Green Park: ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાઈ કાનપુરના ગ્રીન પાર્કમાં રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટના પાંચમા દિવસે ભારતના સ્પિનર રવિચંદ્રન અશ્વિને ટોમ લાથમને આઉટ કરવાની સાથે જ પોતાના નામે એક મોટો રેકોર્ડ કર્યો હતો. અશ્વિને ટેસ્ટ ક્રિકેટમાં 418મી વિકેટ લીધી હતી અને ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેનારો ત્રીજો ભારતીય બોલર બન્યો હતો.


ભારત તરફથી સૌથી વધુ ટેસ્ટ વિકેટ લેનારા ખેલાડી



  • અનિલ કુંબલેઃ 132 ટેસ્ટ, 619 વિકેટ

  • કપિલ દેવઃ  131 ટેસ્ટ, 434 વિકેટ

  • રવિચંદ્રન અશ્વિન: 80 ટેસ્ટ, 418 વિકેટ

  • હરભજન સિંહઃ 103 ટેસ્ટ, 417 વિકેટ


અશ્વિને કેટલી મેચમાં કર્યુ આ કારનામું


અશ્વિને 80 મેચમાં 418 વિકેટ લીધી છે, જ્યારે વસીમ અકરમે 104 મેચમાં 414 વિકેટ લીધી હતી. અશ્વિન ટેસ્ટ ક્રિકેટમાં 30 વખત 5 વિકેટ અને 7 વખત 10 વિકેટ લેવાનું કારનામું કરી ચુક્યો છે.


અશ્વિને કયા પાકિસ્તાની ખેલાડીનો તોડ્યો રેકોર્ડ


પ્રથમ ઈનિંગ અશ્વિને જેમિસનની વિકેટ લેવાની સાથે જ ઈતિહાસ રચ્યો હતો. તેણે પાકિસ્તાનના પૂર્વ દિગ્ગજ બોલર વસીમ અક્રમને પાછળ રાખ્યો હતો. અશ્વિને 80મી ટેસ્ટમાં આ રેકોર્ડ બનાવ્યો હતો. આ સાથે તે ટેસ્ટ ક્રિકેટમાં 13માં નંબર પર પહોંચી ગયો છે.






આ પણ વાંચોઃ ન્યુઝીલેન્ડના ભારતીય મૂળના ક્રિકેટર રચિન રવિન્દ્રની ગર્લફ્રેન્ડ છે મોડલોને ટક્કર મારે એવી, જાણો શું કરે છે 


આ ગુજરાતી ક્રિકેટરે સીલેક્ટર્સને સામેથી કહી દીધું, મારી ટીમ ઈન્ડિયામાં પસંદગી ના કરશો કેમ કે હું...........