નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયાનો મહાન સ્પિનર શેન વોર્ન બાઇક અકસ્માતમાં ઘાયલ થયો છે. જ્યારે તેમની બાઇકનો અકસ્માત થયો ત્યારે તેમનો પુત્ર પણ તેમની સાથે હતો. ઓસ્ટ્રેલિયાના પૂર્વ સ્પિનર શેન વોર્નનો બાઇક સ્લીપ થઇ જતાં અકસ્માત થયો. તે તેમના પુત્ર સાથે બાઇક ચલાવતો હતો તે સમયે અકસ્માત સર્જાયો. બાઇક સ્લીપ થતાં શેન બાઇક સાથે 15 મીટર ઢસડાયો હતો.
સિડની મોર્નિંગ હેરાલ્ડ અનુસાર, શેન વોર્ન પુત્ર જેક્સન સાથે બાઇક ચલાવી રહ્યો હતો. જ્યારે તે પડી ગયો, ત્યારે તે 15 મીટરથી વધુ સુધી બાઇક સાથે ઢસડાયો હતો. દુર્ઘટના બાદ વોર્ને કહ્યું, કે, “હું થોડો ઘાયલ છું. જો કે ગંભીર ઈજા નથી થઇ પરંતુ બીજા દિવસે સવારે દુખાવો વધી ગયો હતો” 52 વર્ષીય ક્રિકેટર શેને ફ્કચરની આશંકાએ તાબડતોબ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે ગાબા ખાતે 8 ડિસેમ્બરથી શરૂ થનારી આગામી એશિઝ શ્રેણી માટે ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ સ્પિનરને હજુ પણ કોમેન્ટ્રી કરવાની અપેક્ષા છે. વોર્ને ઓસ્ટ્રેલિયા માટે 300 થી વધુ આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. તેને વિશ્વનો મહાન લેગ સ્પિનર કહેવામાં આવે છે. ટેસ્ટ ક્રિકેટમાં તેની 708 વિકેટનું ખાતુ છે. ઉપરાંત તેમણે વન ડે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 293 વિકેટ લીધી છે
અશ્વિને બનાવ્યો અનોખો રેકોર્ડ
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાઈ કાનપુરના ગ્રીન પાર્કમાં રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટના પાંચમા દિવસે ભારતના સ્પિનર રવિચંદ્રન અશ્વિને ટોમ લાથમને આઉટ કરવાની સાથે જ પોતાના નામે એક મોટો રેકોર્ડ કર્યો હતો. અશ્વિને ટેસ્ટ ક્રિકેટમાં 418મી વિકેટ લીધી હતી અને ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેનારો ત્રીજો ભારતીય બોલર બન્યો હતો.
ભારત તરફથી સૌથી વધુ ટેસ્ટ વિકેટ લેનારા ખેલાડી
- અનિલ કુંબલેઃ 132 ટેસ્ટ, 619 વિકેટ
- કપિલ દેવઃ 131 ટેસ્ટ, 434 વિકેટ
- રવિચંદ્રન અશ્વિન: 80 ટેસ્ટ, 418 વિકેટ
- હરભજન સિંહઃ 103 ટેસ્ટ, 417 વિકેટ
અશ્વિને કેટલી મેચમાં કર્યુ આ કારનામું
અશ્વિને 80 મેચમાં 418 વિકેટ લીધી છે, જ્યારે વસીમ અકરમે 104 મેચમાં 414 વિકેટ લીધી હતી. અશ્વિન ટેસ્ટ ક્રિકેટમાં 30 વખત 5 વિકેટ અને 7 વખત 10 વિકેટ લેવાનું કારનામું કરી ચુક્યો છે.