Suryakumar Yadav On His Batting: તાજેતરમાં જ સંપન્ન થયેલા T-20 વર્લ્ડકપ અને ત્યાર બાદ ન્યુઝીલેન્ડ સામે રમાયેલી 3 મેચોની T-20 શ્રેણીમાં સૂર્યકુમાર યાદવે શાનદાર પ્રદર્શન કર્યું હતું. સૂર્યુકુમાર યાદવે ન્યુઝીલેન્ડ સામેની બીજી ટી-20 મેચમાં શાનદાર 111 રન કર્યા હતાં. આ શ્રેણીમાં યાદવ પ્લેયર ઓફ ધ સિરીઝ રહ્યો હતો. ભારતે 3 મેચોની આ T-20 શ્રેણી 1-0થી જીતી લીધી હતી. 


સુર્યકુમાર યાદવના આ પ્રદર્શનની દેશ જ નહીં વિદેશના ક્રિકેટરો પણ ભારોભાર પ્રસંશા કરી રહ્યાં છે. તો યાદવના કરોડો ચાહકો પણ બન્યા છે. પોતાની આ રમતને લઈને સુર્યકુમાર યાદવે દિલ ખોલીને વાતચીત કરી હતી.  


સૂર્યાએ કહ્યું કે... 


નેપિયરમાં ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાયેલી ત્રીજી T20 મેચ ટાઈ રહી હતી. આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા યજમાન ટીમે 19.4 ઓવરમાં ઓલઆઉટ થયા બાદ 160 રન બનાવ્યા હતા. વરસાદને કારણે જ્યારે 9 ઓવર પછી રમત બંધ કરવામાં આવી ત્યારે ભારતે 4 વિકેટે 75 રન બનાવ્યા હતા. ડકવર્થ લુઈસ નિયમના આધારે બંને ટીમનો સ્કોર બરાબર હતો. તેથી જ આ મેચ ટાઈ રહી, ભારતે ટી20 શ્રેણીમાં ન્યુઝીલેન્ડને 1-0થી હટાવી દીધું. આ શ્રેણીમાં સૂર્યકુમાર યાદવે ધમાકેદાર પ્રદર્શન કર્યું હતું. આ મેચમાં એક સમયે ભારતે 21 રનમાં ત્રણ વિકેટ ગુમાવ્યા બાદ સંઘર્ષ કરવો પડી રહ્યો હતો. આવી સ્થિતિમાં સૂર્યકુમાર યાદવે કેપ્ટન હાર્દિક પંડ્યા સાથે 39 રનની ભાગીદારી કરીને સ્કોર 50 સુધી પહોંચાડ્યો હતો. 


સૂર્યકુમાર યાદવે કહ્યું હતું કે, હવામાન આપણા નિયંત્રણમાં નથી. જ્યારે પ્રદર્શનનું દબાણ હંમેશા હોય જ છે. જ્યારે તે યોગ્ય પ્રદર્શન ના કરે તો તેને આનંદ નથી આવતો. તેણે વધુમાં કહ્યું હતું કે, હું મારી બેટિંગનો આનંદ લઈ રહ્યો છું. હું કોઈ બોજ વહન કરતો નથી. યાદવે T20 શ્રેણીમાં 124 રન બનાવ્યા હતા. માઉન્ટ મૌનગાનુઇમાં રમાયેલી બીજી મેચમાં તેણે 111 રનની તોફાની ઇનિંગ રમી હતી. જ્યારે ત્રીજી મેચમાં 13 રન બનાવ્યા હતા. વરસાદના કારણે પ્રથમ મેચ રમાઈ ન હતી. T20 શ્રેણીમાં તેના જોરદાર પ્રદર્શન માટે તેને પ્લેયર ઓફ ધ સિરીઝનો એવોર્ડ આપવામાં આવ્યો હતો.


ભારતે શ્રેણી 1-0થી જીતી લીધી હતી


ભારતે ટી-20 શ્રેણીમાં ન્યૂઝીલેન્ડને 1-0થી હરાવ્યું હતું. વેલિંગ્ટનમાં 18 નવેમ્બરે રમાનારી મેચ વરસાદના કારણે રમાઈ ન હતી. આ મેચમાં એક પણ બોલ ફેંકવામાં આવ્યો ન હતો. જ્યારે માઉન્ટ મૌનગાનુઈ ખાતે રમાયેલી બીજી મેચમાં ભારતે કિવિઓને 65 રનથી હરાવ્યું હતું. આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા ભારતે 6 વિકેટે 191 રન બનાવ્યા હતા. ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી કીવી ટીમ 126 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. જ્યારે નેપિયરમાં રમાયેલી મેચ ટાઈ રહી હતી. આ રીતે ભારતે ટી-20 શ્રેણી 1-0થી કબજે કરી હતી.