IND vs NZ: ન્યૂઝીલેન્ડની ટીમ તેની બીજી ઈનિંગમાં 174 રનમાં ઓલઆઉટ થઈ ગઈ છે, જે બાદ ટીમ ઈન્ડિયાને જીતવા માટે 147 રનનો ટાર્ગેટ મળ્યો હતો. ન્યૂઝીલેન્ડ માટે બીજી ઇનિંગમાં વિલ યંગે સૌથી મોટી ઇનિંગ રમી, તેણે 2 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 51 રન બનાવ્યા. ન્યુઝીલેન્ડના કુલ 6 બેટ્સમેન ડબલ ફિગરને પાર કરી શક્યા ન હતા. આ ઇનિંગમાં ભારત તરફથી રવિન્દ્ર જાડેજાએ સૌથી વધુ 5 વિકેટ લીધી હતી. આ સિવાય રવિચંદ્રન અશ્વિને ત્રણ વિકેટ ઝડપી હતી. બાકીની 1-1 સફળતા આકાશ દીપ અને વોશિંગ્ટન સુંદરને મળી હતી.


 






ત્રીજા દિવસે પરિણામ આવવાવી આશા


મુંબઈ ટેસ્ટનો આજે માત્ર ત્રીજો દિવસ છે અને મેચનું પરિણામ ત્રીજા દિવસે જ આવવાની આશા છે. ટોસ જીતીને બેટિંગ કરવા આવેલી ટીમ ઈન્ડિયા પહેલા જ દિવસે 235 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ત્યારબાદ મેચના બીજા દિવસે ટીમ ઈન્ડિયા 263 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી અને બીજા દાવમાં બેટિંગ કરવા આવેલી ન્યુઝીલેન્ડની ટીમે દિવસના અંતે 171/9 રન બનાવી લીધા હતા.


 




ત્યારબાદ ત્રીજા દિવસની શરૂઆતમાં ટીમ ઈન્ડિયાએ ન્યૂઝીલેન્ડને 174 રનમાં ઓલઆઉટ કરી દીધું હતું. આ રીતે મુંબઈ ટેસ્ટમાં ત્રીજા દિવસે જ પરિણામ જાહેર થઈ જશે તેવી પૂરી અપેક્ષા છે.


ભારતમાં ત્રણ મેચની ટેસ્ટ સિરીઝમાં સ્પિનર્સે મેળવી સૌથી વધુ વિકેટ


મુંબઈ ટેસ્ટ મેચમાં અત્યાર સુધી પિચ પરથી સ્પિન બોલર્સને ખૂબ મદદ મળતી જોવા મળી છે, જેના કારણે ભારતમાં અત્યાર સુધી રમાયેલી ત્રણ મેચની ટેસ્ટ સિરીઝમાં આ એવી સિરીઝ બની ગઈ છે, જેમાં સ્પિન બોલર્સે સૌથી વધુ 71 વિકેટ મેળવી છે. આ પહેલાં 1969માં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાયેલી ત્રણ મેચની ટેસ્ટ સિરીઝમાં 69 વિકેટ સ્પિનર્સે મેળવી હતી. અત્યાર સુધી આ ટેસ્ટ સિરીઝમાં વોશિંગ્ટન સુંદરે સૌથી વધુ 16 વિકેટ લીધી છે, જ્યારે બીજા નંબરે 15 વિકેટ સાથે રવીન્દ્ર જાડેજા અને 13 વિકેટ સાથે મિચેલ સેન્ટનર ત્રીજા નંબરે છે.


ભારતમાં ત્રણ મેચની ટેસ્ટ સિરીઝમાં સ્પિનર્સે આ સિરીઝમાં મેળવી સૌથી વધુ વિકેટ


ભારત વિરુદ્ધ ન્યૂઝીલેન્ડ -  71 વિકેટ (વર્ષ 2024)


ભારત વિરુદ્ધ ન્યૂઝીલેન્ડ -  69 વિકેટ (વર્ષ 1969)


ભારત વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા -  66 વિકેટ (વર્ષ 1956)


ભારત વિરુદ્ધ ન્યૂઝીલેન્ડ  - 65 વિકેટ (વર્ષ 1976)


ભારત વિરુદ્ધ શ્રીલંકા  - 64 વિકેટ (વર્ષ 1993)


આ પણ વાંચો...


Watch: રવિ અશ્વિને ઝડપ્યો ડેરિલ મિચેલનો અદભુત કેચ, વીડિયો થઈ રહ્યો છે વાયરલ