Sanju Samson in Playing XI: ન્યૂઝીલેન્ડ અને ભારત વચ્ચે ત્રણ મેચની વનડે સીરીઝની પ્રથમ મેચ ઓકલેન્ડમાં રમાઈ રહી છે. આ મેચમાં ન્યૂઝીલેન્ડે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ભારતીય ટીમના કેપ્ટન શિખર ધવને આ મેચમાં વિકેટ કીપર બેટ્સમેન સંજૂ સેમસનને તક આપી છે. વાસ્તવમાં લાંબા સમય બાદ સંજૂ સેમસનને ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનમાં જગ્યા મળી છે.






ફેન્સ સતત સંજૂને સામેલ કરવાની માંગ કરી રહ્યા હતા


ભારતના વિકેટ કીપર બેટ્સમેન સંજૂ સેમસનને ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવાની માંગ ઘણા સમયથી ચાલી રહી છે. ફેન્સ સતત ટીમ ઈન્ડિયાને સંજૂને સામેલ કરવાની માંગ કરી રહ્યા હતા. હવે સંજૂ સેમસનને ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનમાં જગ્યા મળી છે. વાસ્તવમાં ટીમ ઈન્ડિયાના કેપ્ટન શિખર ધવને ઓકલેન્ડમાં રમાઈ રહેલી પ્રથમ વનડેમાં સંજૂને તક આપી હતી. ભારતના આ વિકેટ કીપર બેટ્સમેનની લાંબા સમય બાદ ટીમમાં વાપસી થઈ છે. ટી-20 વર્લ્ડકપ 2022 પહેલા સંજુએ તેની છેલ્લી મેચ દક્ષિણ આફ્રિકા સામે રમી હતી.






ભારત તરફથી આ મેચમાં સંજૂ ઉપરાંત ફાસ્ટ બોલર અર્શદીપ સિંહ અને ઉમરાન મલિકને પણ સ્થાન આપવામાં આવ્યું છે. આ મેચમાં બંને બોલર વનડેમાં ડેબ્યૂ કરવા જઈ રહ્યા છે. ઘણા પૂર્વ ક્રિકેટરોએ ઉમરાન મલિકને ટીમમાં સ્થાન આપવાની માંગ કરી છે. આવી સ્થિતિમાં સંજૂ અને ઉમરાન આ તકનો કેટલો ફાયદો ઉઠાવે છે તે જોવાનું રહેશે.


આ પહેલા ભારતે વર્તમાન ન્યૂઝીલેન્ડ પ્રવાસ પર હાર્દિક પંડ્યાની કપ્તાનીમાં ત્રણ મેચની ટી20 શ્રેણી 1-0થી જીતી હતી. શ્રેણીની પ્રથમ T20 મેચ વરસાદના કારણે બંધ રહી હતી, જ્યારે બીજી T20 મેચમાં ભારતે શાનદાર જીત નોંધાવી હતી. વરસાદને કારણે ત્રીજી અને છેલ્લી ટી20 મેચ ટાઈ થઈ હતી.