IND Vs NZ Warm-UP Match: ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ રમાનારી વૉર્મ-અપ મેચ પહેલી ટીમ ઇન્ડિયામાં કેટલાક મોટા ફેરફાર કરવામાં આવશે. બેસ્ટ ફોર્મમાં ચાલી રહેલા સૂર્યકુમાર યાદવને (Suryakumar Yadav) આ નેક્સ્ટ વૉર્મ-અપ મેચમાં આરામ આપવામા આવી શકે છે. તેની જગ્યાએ કેપ્ટન રોહિત શર્મા વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંતને (Rishabh Pant) ટીમમાં સામેલ કરી શકે છે. આ સાથે કહી શકાય કે બીજી વૉર્મ-અપ મેચમાં ઋષભ પંત અને દીપક હુડ્ડાની વાપસી લગભગ નક્કી છે.
ટીમ ઇન્ડિયા પોતાના ત્રણ ટૉપ ઓર્ડર ખેલાડીઓને બીજી વૉર્મ-અપ મેચમાં આરામ આપવાનો પ્લાન બનાવી રહી છે. સૂર્યકુમાર યાદવ ઉપરાંત વિરાટ કોહલીને પણ ન્યૂઝીલેન્ડ વિરદ્ધ વૉર્મ-અપ મેચમાંથી બહાર રાખવામા આવી શકે છે. એટલુ જ નહીં કેએલ રાહુલ પણ બહાર થશે. આ ત્રણેય હાલમાં સારા ફોર્મમાં છે જેના કારણે કેપ્ટન અને કૉચે ત્રણેયને બીજી વૉર્મ-અપ મેચની પ્લેઇંગ ઇલેવનમાંથી બહાર રાખીને આરામ આપવાનો ફેંસલો કર્યો છે.
પાકિસ્તાન વિરુદ્ધ રવિવારે રમાનારી મહત્વની મેચને ધ્યાનમાં રાખતા આ ત્રણેય ખેલાડીઓને આરામ આપવામાં આવશે. આની સાથે જ ટીમ ઇન્ડિયા તે ખેલાડીઓને પણ મેચ પ્રેક્ટિસનો મોકો આપવા માંગે છે, જેમને ઓસ્ટ્રેલિયા રમાયેલી વૉર્મ-અપ મેચમાં હાથ અજમાવવાનો મોકો નથી મળ્યો.
ચહલને પણ મોકો -દીપક હુડ્ડાની સાથે બીજી વૉર્મ-અપ મેચમાં રોહિત શર્મા ઓપનિંગ કરી શકે છે, વળી, ઋષભ પંતને નંબર ત્રણ પર બેટિંગ કરવાનો મોકો આપવામાં આવશે. જોકે, બીજી વૉર્મ-અપ મેચમાં હાર્દિક પંડ્યા અને દિનેશ કાર્તિક બન્ને રમતા દેખાશે.
બીજીબાજુ વાત કરીએ તો મોહમ્મદ શમીને પણ વધુ બૉલિંગ કરવાનો મોકો આપવામાં આવશે. ઓસ્ટ્રેલિયા સામે તેને માત્ર એક જ ઓવર નાંખી હતી, જે ભારતીય ટીમ માટે મેચ વિનિંગ સાબિત થઇ હતી. આ ઉપરાંત રોહિત શર્મા સ્ટાર સ્પીનર યુજવેન્દ્ર ચહલને પણ ન્યૂઝીલેન્ડ સામેની બીજી વૉર્મ-અપ મેચમાં અજમાવશે.
પ્રથમ વૉર્મ-અપ મેચમાં રાહુલ અને સૂર્યાએ કરી હતી તોફાની બેટિંગ -કેએલ રાહુલની તોફાની ફિફ્ટીભારતીય ઓપનર બેટ્સમેન કેએલ રાહુલે ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ વૉર્મ-અપ મેચમાં શાનદાર બેટિંગ કરતા તોફાની ફિફ્ટી ફટકારી દીધી હતી, રાહુલે માત્ર 33 બૉલમાં 6 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી આક્ર્મક 57 રનની ઇનિંગ રમી હતી.
સૂર્યકુમાર યાદવની દમદાર ફિફ્ટીઆ ઉપરાંત ભારતીય ટીમના મીડલ ઓર્ડર તોફાની બેટ્સમેન સૂર્યકુમાર યાદવે પણ ફરી એકવાર પોતાની બેટિંગનો દમ ઓસ્ટ્રેલિયામાં બતાવ્યો હતો. સૂર્યકુમારે વૉર્મ-અપ મેચમાં 6 ચોગ્ગા અને 1 છગ્ગા સાથે 33 બૉલમાં આક્રમક 50 રનની ઇનિંગ રમી હતી.