Shaheen Afridi & Mohammed Shami Viral Video: ભારતના ઝડપી બોલર મોહમ્મદ શમીએ ઓસ્ટ્રેલિયા સામેની પ્રેક્ટિસ મેચમાં શાનદાર બોલિંગ કરી હતી. આ સિવાય એક વીડિયોમાં મોહમ્મદ શમી પાકિસ્તાની ફાસ્ટ બોલર શાહીન આફ્રિદી બોલિંગ ટિપ્સ આપતો જોવા મળી રહ્યો છે. ભારતીય ફાસ્ટ બોલરનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. ઓસ્ટ્રેલિયા સામેની વોર્મ-અપ મેચમાં મોહમ્મદ શમીએ માત્ર 1 ઓવર ફેંકી હતી, પરંતુ 3 ખેલાડીઓને પોતાના શિકાર બનાવ્યા હતા. હવે પીસીબીએ તેના ઓફિશિયલ હેન્ડલ પરથી મોહમ્મદ શમી અને શાહીન આફ્રિદીનો વીડિયો શેર કર્યો છે.
'શમી ભાઈ કેમ છો...'
વાસ્તવમાં મોહમ્મદ શમી ગાબા મેદાન પર બોલિંગની પ્રેક્ટિસ કરી રહ્યો હતો. તે દરમિયાન પાકિસ્તાનનો ફાસ્ટ બોલર શાહીન આફ્રિદી પણ હાજર હતો. મોહમ્મદ શમીને જોયા બાદ શાહીન આફ્રિદીએ પૂછ્યું કે શમી ભાઈ કેમ છો. મોહમ્મદ શમીની પ્રશંસા કરતા શાહીન આફ્રિદીએ કહ્યું હતું કે જ્યારથી મેં બોલિંગ શરૂ કરી છે ત્યારથી હું તમને ફોલો કરી રહ્યો છું. તમારી રિસ્ટ પોઝિશન અને સીમનો કોઇ જવાબ નથી. દરમિયાન મોહમ્મદ શમી અને શાહીન આફ્રિદી વચ્ચે બોલિંગ પર લાંબી વાતચીત થઈ હતી. તેમજ મોહમ્મદ શમીએ શાહીન આફ્રિદી સાથેના પોતાના અનુભવો પણ શેર કર્યા હતા.
મોહમ્મદ શમીએ શાહીન આફ્રિદીને કહ્યું કે જો રીલીઝ પોઈન્ટ સારો થશે તો સીમ પણ સારી રહેશે. PCBએ આ વીડિયોને પોતાના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલથી શેર કર્યો છે. જોકે, બંને ખેલાડીઓ વચ્ચેની વાતચીતનો આ વીડિયો સોશિયલ મીડિયા પર છવાયેલો રહ્યો છે. બંને દેશના ક્રિકેટ ચાહકો આ વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે. નોંધનીય છે કે ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને વોર્મ અપ મેચમાં 6 રને હરાવ્યું હતું. જ્યારે પાકિસ્તાનની ટીમને ઇંગ્લેન્ડ સામેની પ્રેક્ટિસ મેચમાં 6 વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, હુમલા સમયે બંને કામદારો ટીન શેડમાં સૂતા હતા. આ દરમિયાન આતંકીઓએ તેના પર ગ્રેનેડથી હુમલો કર્યો હતો.
કાશ્મીરી પંડિત પૂરન કૃષ્ણ ભટ્ટની હત્યા કરી હતી
15 ઓક્ટોબરે પણ આતંકવાદીઓએ કાશ્મીરી પંડિતોને નિશાન બનાવ્યા હતા. શોપિયાંમાં આતંકવાદીઓએ કાશ્મીરી પંડિત પૂરન કૃષ્ણ ભટ્ટની ગોળી મારીને હત્યા કરી હતી. ઘટના બાદ આતંકીઓ સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. જમ્મુ-કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હા સહિત રાજકીય પક્ષોએ આ ઘટનાની સખત નિંદા કરી હતી. પોલીસના નિવેદન અનુસાર, આતંકવાદી સંગઠન કાશ્મીર ફ્રીડમ ફાઈટરે પૂરણ કૃષ્ણ ભટ્ટની હત્યાની જવાબદારી લીધી છે.