IND Vs NZ, World Cup 2023 : કિંગ કોહલીના 95 રન, ન્યૂઝીલેન્ડને હરાવી ભારતની સેમી ફાઈનલની ટિકિટ પાક્કી

ODI World Cup 2023, IND Vs NZ: આજે આઇસીસી વનડે વર્લ્ડકપમાં એક મોટી મેચ રમાઇ રહી છે, બે ટૉપની ટીમો પોતાની તાકાત બતાવવા ધર્મશાળા મેદાન પર આમને સામને ટકરાઇ રહી છે

એબીપી અસ્મિતા વેબ ટીમ Last Updated: 22 Oct 2023 10:22 PM
IND Vs NZ: ભારતની જીતનો સિલસિલો યથાવત

ભારતની જીતનો સિલસિલો યથાવત છે. ભારતે સતત પાંચમી જીત હાંસલ કરી છે. ભારતે ન્યુઝીલેન્ડને 4 વિકેટે હરાવ્યું. ભારતે બે ઓવર બાકી રહેતા 274 રનનો લક્ષ્યાંક હાંસલ કર્યો હતો. ભારતની જીતનો હીરો કોહલી રહ્યો જેણે 95 રનની શાનદાર ઇનિંગ રમી હતી. શમીએ આ પહેલા 5 વિકેટ લીધી હતી. ભારત માટે સેમીફાઈનલની ટિકિટ કન્ફર્મ થઈ ગઈ છે.

IND Vs NZ લાઇવ સ્કોર: ભારત જીતની ખૂબ નજીક

વિરાટ કોહલીએ ભારતને જીતની ખૂબ નજીક પહોંચાડ્યું છે. વિરાટ 74 રન બનાવીને રમી રહ્યો છે. ભારતને જીતવા માટે 54 બોલમાં 44 રનની જરૂર છે. ભારતની 5 વિકેટ હાથમાં છે.

IND Vs NZ, ODI CWC 2023 સ્કોર લાઇવ: વિરાટ-રાહુલે ઇનિંગ સંભાળી

અય્યરની વિકેટ પડ્યા બાદ વિરાટ કોહલી અને કેએલ રાહુલે ઇનિંગની કમાન સંભાળી હતી. 27 ઓવર પછી ભારતનો સ્કોર ત્રણ વિકેટના નુકસાન પર 147 રન છે. વિરાટ કોહલી 26 રન બનાવીને રમી રહ્યો છે. 

IND vs NZ Live Score: ભારતની ત્રીજી વિકેટ પડી, શ્રેયસ ઐયર આઉટ

ટીમ ઈન્ડિયાએ 22મી ઓવરમાં 128ના સ્કોર પર ત્રીજી વિકેટ ગુમાવી દીધી છે. શાનદાર બેટિંગ કરી રહેલા શ્રેયસ અય્યર 29 બોલમાં 6 ચોગ્ગાની મદદથી 33 રન બનાવીને આઉટ થયો હતો. અય્યર ટ્રેન્ટ બોલ્ટના હાથે બાઉન્સર પર કેચ આઉટ થયો હતો.

IND vs NZ Live Score: ભારતની બીજી વિકેટ પડી

ભારતે 14મી ઓવરમાં 76 રનના સ્કોર પર બીજી વિકેટ ગુમાવી હતી. શુભમન ગિલ 31 બોલમાં પાંચ ચોગ્ગાની મદદથી 26 રન બનાવીને આઉટ થયો હતો. ગિલ બાઉન્ડ્રી પર લોકી ફર્ગ્યુસનના હાથે કેચ આઉટ થયો હતો. 

IND vs NZ Live Score: ભારતની પ્રથમ વિકેટ પડી

ટીમ ઈન્ડિયાએ 12મી ઓવરમાં 71 રનના સ્કોર પર પ્રથમ વિકેટ ગુમાવી હતી. રોહિત શર્મા 40 બોલમાં 46 રન બનાવીને આઉટ થયો હતો. આ દરમિયાન હિટમેને 4 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકાર્યા હતા. રોહિતને લોકી ફર્ગ્યુસને બોલ્ડ આઉટ કર્યો હતો.

IND vs NZ લાઈવ સ્કોર: રોહિત અને ગિલ મેદાન પર

રોહિત શર્મા અને ગિલ મેદાન પર છે. 6 ઓવર પછી ટીમ ઈન્ડિયાનો સ્કોર કોઈ વિકેટ વિના 36 રન છે. રોહિત શર્મા અને શુભમન ગિલ ખૂબ જ શાનદાર બેટીંગ કરી રહ્યા છે. 

ભારતને જીતવા 274 રનનો ટાર્ગેટ

પ્રથમ બેટિંગ કરતા ન્યૂઝીલેન્ડે 50 ઓવરમાં તમામ વિકેટ ગુમાવીને 273 રન બનાવ્યા હતા. ભારતને આ મેચ જીતવા માટે 274 રનની જરૂર છે. મોહમ્મદ શમીએ શાનદાર બોલિંગ કરી પાંચ વિકેટ ઝડપી હતી. 

IND vs NZ લાઇવ સ્કોર: ન્યુઝીલેન્ડનો સ્કોર 249/5

46 ઓવર બાદ ન્યૂઝીલેન્ડનો સ્કોર 5 વિકેટે 249 રન છે. ડેરીલ મિશેલ 112 અને માર્ક ચેપમેન ત્રણ રન પર રમી રહ્યા છે. બંનેની નજર  સ્કોર 300ની નજીક લઈ જવા પર હશે.

IND vs NZ લાઇવ સ્કોર: ડેરિલ મિશેલે સદી ફટકારી

ડેરીલ મિશેલે 101 બોલમાં સદી ફટકારી હતી. આ દરમિયાન તેના બેટમાંથી 7 ચોગ્ગા અને 4 છગ્ગા આવ્યા હતા. ન્યૂઝીલેન્ડનો સ્કોર 41 ઓવરમાં 4 વિકેટે 222 રન છે.

IND vs NZ Live Score: ન્યુઝીલેન્ડની ચોથી વિકેટ પડી

ન્યૂઝીલેન્ડે 37મી ઓવરમાં 205ના સ્કોર પર ચોથી વિકેટ ગુમાવી દીધી છે. ટોમ લાથમ સાત બોલમાં પાંચ રન બનાવીને આઉટ થયો હતો. લાથમને કુલદીપ યાદવે LBW આઉટ કર્યો હતો.

IND vs NZ Live Score: ન્યુઝીલેન્ડની ત્રીજી વિકેટ પડી, રચિન રવિન્દ્ર આઉટ

શમીએ આખરે રચિન રવિન્દ્ર અને ડેરિલ મિશેલની ભાગીદારી તોડી હતી. રચિન રવિન્દ્ર 87 બોલમાં 75 રન બનાવીને આઉટ થયો હતો. શમીએ તેને બાઉન્ડ્રી પર કેચ આઉટ કરાવ્યો હતો. આ સાથે રચિન અને મિશેલ વચ્ચે 159 રનની ભાગીદારી તૂટી હતી.

IND vs NZ લાઇવ સ્કોર: ન્યુઝીલેન્ડનો સ્કોર 150ને પાર

31 ઓવર પછી ન્યુઝીલેન્ડનો સ્કોર 2 વિકેટે 160 રન છે. રચિન રવિન્દ્ર 79 બોલમાં 68 રન અને ડેરીલ મિશેલ 71 બોલમાં 68 રન બનાવીને રમી રહ્યો છે. 

IND vs NZ Live Score: ડેરિલ મિશેલ અને રચિન રવિન્દ્ર વચ્ચે સદીની ભાગીદારી

રચિન રવિન્દ્ર અને ડેરીલ મિશેલ વચ્ચે સદીની ભાગીદારી થઈ છે. અત્યાર સુધી બંનેએ 101 બોલમાં 106 રનની ભાગીદારી કરી છે. 25 ઓવર બાદ ન્યૂઝીલેન્ડનો  સ્કોર 2 વિકેટે 125 રન થઈ ગયો છે.

જાડેજાએ હાથમાં આવેલો કેચ છોડ્યો

રવિન્દ્ર જાડેજાએ શમીની ઓવરમાં રચીન રવિન્દ્રનો હાથમાં આવેલો સરળ કેચ છોડ્યો હતો. જેને જોઈ સ્ટેડિયમમાં ઉપસ્થિત પ્રેક્ષકો પણ ચોંકી ગયા હતા. 13 ઓવરના અંતે ન્યુઝીલેન્ડનો સ્કોર 2 વિકેટના નુકસાન પર 53 રન છે.  રવિન્દ્ર 19 રને અને મિચેલ 13 રને રમતમાં છે.

10 ઓવર બાદ કેટલો છે સ્કોર

ન્યુઝીલેન્ડની ટીમે 10 ઓવરના અંતે 2 વિકેટ ગુમાવી 34 રન બનાવી લીધા છે. રચીન રવિન્દ્ર 6 રન અને ડેરેલ મિચેલ 7 રન બનાવી રમતમાં છે. ભારત તરફથી શમી અને સિરાજને 1-1 સફળતા મળી છે.

શમીએ અપાવી બીજી સફળતા

ભારતને બીજી સફળતા મળી છે. શમીએ યંગને 17 રનના અંગત સ્કોર પર બોલ્ડ કર્યો . 8.1 ઓવરના અંતે ન્યુઝીલેન્ડનો સ્કોર 2 વિકેટના નુકસાન પર 19 રન છે. રવિન્દ્ર 2 રને રમતમાં છે.

ભારતીય બોલર્સની ચુસ્ત બોલિંગ

ન્યુઝીલેન્ડ સામે ભારતીય બોલર્સે શાનદાર શરૂઆત કરી છે. 7 ઓવરના અંતે ન્યુઝીલેન્ડનો સ્કોર 1 વિકેટના નુકસાન પર 18 રન છે. વિલિયમ યંગ 16 અને રચીન રવિન્દ્ર 2 રન રમતમાં છે.

ભારતને મળી પ્રથમ સફળતા

મોહમ્મદ સિરાજે કોન્વેને 0 રનના અંગત સ્કોર પર શ્રેયર ઐયરના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. 4 ઓવરના અંત ન્યુઝીલેન્ડનો સ્કોર 1 વિકેટના નુકસાન પર 9 રન છે. યંગ 9 અને રવીન્દ્ર 0 રને રમતમાં છે.

બુમરાહની પ્રથમ ઓવર મેડન 

બુમરાહે પ્રથમ ઓવરમાં કોઈ રન આપ્યા ના આપ્યો, કૉનવે સ્ટ્રાઈક પર હતો અને બુમરાહે તેને દુરના બૉલ ફેંક્યા જેથી તે રન ના કરી શક્યો. ફાસ્ટ બૉલરોને આ પીચમાંથી જોરદાર સ્વિંગ અને સીમ મળી રહી હોય તેવું લાગી રહ્યું છે.

ભારતની પ્લેઇંગ ઇલેવન

રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગીલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, લોકેશ રાહુલ (વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ.

ન્યૂઝીલેન્ડની પ્લેઇંગ ઇલેવન

ડેવૉન કૉનવે, વિલ યંગ, રચિન રવિન્દ્ર, ડેરીલ મિશેલ, ટૉમ લાથમ (કેપ્ટન અને વિકેટકીપર), ગ્લેન ફિલિપ્સ, માર્ક ચેપમેન, મિશેલ સેન્ટનર, મેટ હેનરી, લૉકી ફર્ગ્યૂસન, ટ્રેન્ટ બૉલ્ટ.

રોહિત શર્માએ ટૉસ જીત્યો, ભારતની ફિલ્ડિંગ-કીવી કરશે બેટિંગ

ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ન્યૂઝીલેન્ડ સામે ટૉસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. રોહિતે ટૉસ દરમિયાન કહ્યું કે આ મેચમાં હાર્દિક પંડ્યા અને શાર્દુલ ઠાકુર નથી રમી રહ્યા. તેમની જગ્યાએ મોહમ્મદ શમી અને સૂર્યકુમાર યાદવને ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. વળી, ન્યૂઝીલેન્ડે એક પણ ફેરફાર કર્યો નથી.

કીવીઓ સામે બદલો લેવાનો મોકો 

આજની મેચમાં ભારતીય ટીમને ન્યૂઝીલેન્ડ સામે બદલો લેવાનો મોકો છે. 2003 વર્લ્ડકપથી લઈને અત્યાર સુધી ટીમ ઈન્ડિયાએ આઈસીસી ટૂર્નામેન્ટમાં ન્યૂઝીલેન્ડ સામે 6 મેચ રમી છે. કીવી ટીમે આમાંથી પાંચ મેચ જીતી હતી. જ્યારે, 2019 ODI વર્લ્ડકપમાં ગ્રુપ સ્ટેજની મેચ વરસાદને કારણે રદ કરવામાં આવી હતી. આ એ જ ન્યૂઝીલેન્ડ છે જેણે 2019 વર્લ્ડકપની સેમીફાઈનલમાં ભારતને હરાવીને ચેમ્પિયન બનવાનું સપનું તોડી નાખ્યું હતું.

ભારતીય ટીમે મેચ પહેલા કમર કસી

ભારતીય ટીમે મેચ પહેલા ધર્મશાળામાં કરી હતી જોરદાર પ્રેક્ટિસ..........





વરસાદ બગાડશે ખેલ ?

એચપીસીએ ગ્રાઉન્ડ પર રમાયેલી સાત વન-ડે ઈન્ટરનેશનલ મેચોમાં પ્રથમ દાવનો સરેરાશ સ્કૉર 231 રન રહ્યો છે. પીચ શરૂઆતી ઓવરોમાં ઝડપી બૉલરોને ફાયદો આપે છે. ટૉસ જીતનારી ટીમ પહેલા બૉલિંગ કરવાનું પસંદ કરશે. હવામાન ઠંડુ રહેશે અને તાપમાન 13 થી 18 ડિગ્રી વચ્ચે રહેશે. આકાશમાં વાદળો છવાયેલા રહેશે, મેચની શરૂઆતમાં થોડો વરસાદ થવાની સંભાવના છે.

ભારતની સંભવિત પ્લેઇંગ ઇલેવન 

રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગીલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ (વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ, રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ શમી, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ.

ન્યૂઝીલેન્ડની સંભવિત પ્લેઇંગ ઇલેવન

ડેવૉન કૉનવે, વિલ યંગ, રચિન રવિન્દ્ર, ડેરીલ મિશેલ, ટૉમ લેથમ (કેપ્ટન, વિકેટકીપર), ગ્લેન ફિલિપ્સ, માર્ક ચેપમેન, મિશેલ સેન્ટનર, મેટ હેનરી, લૉકી ફર્ગ્યૂસન, ટ્રેન્ટ બૉલ્ટ.

કીવી બૉલરોનું દબદબો

ન્યૂઝીલેન્ડની ટીમ પણ સતત બીજી મેચમાં નિયમિત કેપ્ટન કેન વિલિયમસન વગર રહેશે. ન્યૂઝીલેન્ડનો બેટિંગ ઓર્ડર ઘણો મજબૂત છે. ડેવોન કૉનવે (249 રન) અને રચિન રવિન્દ્ર (215 રન) એ ટીમ માટે ટોપ ઓર્ડરમાં અસરકારક બેટિંગ કરી છે. કેપ્ટન ટૉમ લાથમ, વિલ યંગ, ગ્લેન ફિલિપ્સ અને ડેરીલ મિશેલે પણ ઉપયોગી ઇનિંગ્સ રમી છે. અત્યાર સુધી ટૂર્નામેન્ટમાં ન્યૂઝીલેન્ડના બૉલરોનો પણ દબદબો રહ્યો છે. ડાબોડી સ્પિનર ​​મિશેલ સેન્ટનર ચાર મેચમાં 11 વિકેટ સાથે ટૂર્નામેન્ટના સૌથી સફળ બૉલરોની યાદીમાં ટોચ પર છે, જ્યારે ઝડપી બૉલર મેટ હેનરીએ ચાર મેચમાં 9 વિકેટ ઝડપી છે.

શાર્દૂલ રમશે કે નહીં ?

જો ભારતીય ટીમ અશ્વિન કે શમીને રમાડીને બૉલિંગ મજબૂત કરશે તો બેટિંગ ઓર્ડર નબળો પડશે અને રવિન્દ્ર જાડેજાને છઠ્ઠા નંબરે બેટિંગ કરવી પડશે. હાર્દિકનો વિકલ્પ પસંદ કરતી વખતે ભારતે અહીંના હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ પર પડતા ઝાકળને પણ ધ્યાનમાં રાખવો પડશે. જો ભારત એક નિષ્ણાત બેટ્સમેન અને એક નિષ્ણાત બૉલરને રમવાનું નક્કી કરે તો શાર્દુલને બહાર બેસવું પડી શકે છે.

ભારતની સૌથી મોટી ચિંતા 

ન્યૂઝીલેન્ડ સામેની મેચ પહેલા ભારતની સૌથી મોટી ચિંતા ઈજાગ્રસ્ત ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાની ગેરહાજરીમાં ટીમનું સંતુલન શોધવાની રહેશે. ટીમ સમક્ષ મોટો પ્રશ્ન એ છે કે હાર્દિકની જગ્યાએ ઈશાન કિશન અને સૂર્યકુમાર યાદવમાંથી કોઈ એકને પસંદ કરીને બેટિંગને મજબૂત બનાવવી જોઈએ કે પછી રવિચંદ્રન અશ્વિન અને મોહમ્મદ શમીમાંથી કોઈ એકને રમીને બૉલિંગ આક્રમણમાં વિવિધતા લાવવી જોઈએ. જો ભારત ઈશાન અથવા સૂર્યકુમારને રમશે તો તેમની પાસે માત્ર 5 બૉલિંગ વિકલ્પ બચશે અને આવી સ્થિતિમાં શાર્દુલ ઠાકુરે પણ 10 ઓવરનો પોતાનો ક્વૉટા પૂરો કરવો પડશે.

કોણ છે જીતની દાવેદાર

આજે આઇસીસી વનડે વર્લ્ડકપમાં એક મોટી મેચ રમાઇ રહી છે, બે ટૉપની ટીમો પોતાની તાકાત બતાવવા ધર્મશાળા મેદાન પર આમને સામને ટકરાઇ રહી છે. એકબાજુ રોહિતની આગેવાની ટીમ ઇન્ડિયા છે, તો બીજીબાજુ નંબર વન પૉઝિશન પર રહેલી કીવી ટીમ છે. બન્ને ટીમો અત્યારે પૉઇન્ટ ટેબલમાં ટૉપ પર છે, બન્ને ટીમો પોતાની પ્રથમ ચાર મેચો જીતીને 8-8 પૉઇન્ટ સાથે રમી રહી છે. આજે જીતનો 'પંચ' લગાવવા બન્ને એડીચોટીનું જોર લગાવશે. 

કીવી ટીમ પૉઇન્ટ ટેબલમાં ટૉપ પર

ન્યૂઝીલેન્ડની વાત કરીએ તો, કીવી ટીમ પોતાની શરૂઆતની મેચમાં ઈંગ્લેન્ડને 9 વિકેટે હરાવ્યા બાદ નેધરલેન્ડને 99 રનથી હરાવ્યું હતું. તેની આગામી બે મેચોમાં, ટીમે બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન સામે અનુક્રમે 8 વિકેટ અને 149 રનથી સરળ જીત નોંધાવી હતી.

ભારત શાનદાર ફોર્મમાં 

ભારતે ટૂર્નામેન્ટમાં પોતાના અભિયાનની શરૂઆત ઓસ્ટ્રેલિયા સામે 6 વિકેટની જીત સાથે કરી હતી. ત્યારબાદ રોહિત શર્માની ટીમે અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને બાંગ્લાદેશ સામે અનુક્રમે 8, 7 અને 7 વિકેટથી સરળ જીત નોંધાવી હતી. ટીમે ટાર્ગેટનો પીછો કરતા તેની ચારેય મેચ જીતી છે અને ટૂર્નામેન્ટમાં અત્યાર સુધી તેના લૉઅર મીડલ ઓર્ડર અને લૉઅર ઓર્ડરનું ટેસ્ટિંગ કર્યું નથી.

કોણ લગાવશે જીતનો 'પંચ'

ભારત અને ન્યૂઝીલેન્ડ સતત ચાર જીત સાથે વિજય રથ પર સવાર છે. બંને ટીમો આજે જીતના 'પંચ' સાથે સેમીફાઈનલમાં સ્થાન મેળવવા માટેનો પોતાનો દાવો મજબૂત કરવાના ઈરાદા સાથે ઉતરશે. હાલમાં ન્યૂઝીલેન્ડની ટીમ સારા નેટ રન રેટના કારણે પૉઈન્ટ ટેબલમાં ટોચ પર છે જ્યારે ભારત બીજા સ્થાને છે. અત્યાર સુધીની તમામ મેચો જીતી ચૂકેલી બે ટીમો વચ્ચેની આ ટક્કર ધર્મશાળાના ઠંડા વાતાવરણમાં ગરમી ઉભી કરશે અને તેમાંથી એકનો અજેય સિલસિલો આજે તૂટવો નક્કી છે.

બ્રેકગ્રાઉન્ડ

ODI World Cup 2023, IND Vs NZ: આજે આઇસીસી વનડે વર્લ્ડકપમાં એક મોટી મેચ રમાઇ રહી છે, બે ટૉપની ટીમો પોતાની તાકાત બતાવવા ધર્મશાળા મેદાન પર આમને સામને ટકરાઇ રહી છે. એકબાજુ રોહિતની આગેવાની ટીમ ઇન્ડિયા છે, તો બીજીબાજુ નંબર વન પૉઝિશન પર રહેલી કીવી ટીમ છે. બન્ને ટીમો અત્યારે પૉઇન્ટ ટેબલમાં ટૉપ પર છે, બન્ને ટીમો પોતાની પ્રથમ ચાર મેચો જીતીને 8-8 પૉઇન્ટ સાથે રમી રહી છે. આજે જીતનો 'પંચ' લગાવવા બન્ને એડીચોટીનું જોર લગાવશે. 

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.