IND vs NZ WTC Final Live Updates: ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, રોહિત શર્મા 30 રન બનાવી આઉટ
ક્રિકેટ ફેન્સ આ મુકાબલાની આતુરતાથી રાહ જોતા હતા પરંતુ વરસાદે રોમાંચ ખરાબ કરી નાંખ્યો છે. સાઉથેમ્પ્ટનમાં હવામાનને જોતાં આઈસીસીએ રિઝર્વ ડે (23 જૂન) રાખ્યો છે.
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો લાગ્યો છે. રોહિત શર્મા 30 રન બનાવી આઉટ થયો છે. હાલ ભારતે 27 ઓવરમાં 2 વિકેટના નુકસાન પર 51 બનાવ્યા છે. કોહલી અને પૂજારા રમતમાં છે.
21.1 ઓવર બાદ ટીમ ઈન્ડિયાનો સ્કોર 40-1 છે. રોહિત શર્મા 23 અને પુજારા 8 રન બનાવી રમતમાં છે. ન્યૂઝીલેન્ડની ટીમે ભારતને 32 રનને લીડ આપી હતી જે ભારતે પાર કરી છે.
ન્યૂઝીલેન્ડની ટીમ પોતાની પ્રથમ ઈનિંગમાં 249 રનમાં ઓલઆઉટ થઈ ગઈ છે. ન્યૂઝીલેન્ડની ટીમે 32 રનની લીડ મેળવી છે. ન્યૂઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમસને સૌથી વધુ 49 રન બનાવ્યા. આ સિવાય નિચલા ક્રમમાં ટીમ સાઉથી 30 અને જેમીસને 21 રનનું યોગદાન આપ્યું, ભારત તરફથી મોહમ્મદ શમીએ સૌથી વધારે 4 વિકેટ ઝડપી હતી. આ સિવાય ઈશાંત શર્માએ 3 અને અશ્વિને 2 વિકેટ ઝડપી. જાડેજાને એક વિકેટ મળી.
ન્યૂઝીલેન્ડે છઠ્ઠી વિકેટ ગુમાવી છે. મોહમ્મદ શમીએ ભારતને વધુ એક સફળતા અપાવી છે. તેણે કૉલિન ડી ગ્રેંડહોમને એલબીડબ્લ્યૂ આઉટ કર્યો છે. તે 13 રન બનાવી પેવેલિયન પરત ફર્યો છે.
ન્યૂઝીલેન્ડની અડધી ટીમ પેવેલિયન પરત ફી છે. શમીએ ભારતને પાંચમી સફળતા અપાવી છે. પોતાની અંતિમ ટેસ્ટ રમી રહેલો વાટલિંગ માત્ર એક રન બનાવી આઉટ થયો છે. ન્યૂઝીલેન્ડ હાલ ભારતથી 82 રન પાછળ છે.
134 રનના સ્કોર પર ન્યૂઝીલેન્ડની ચોથી વિકેટ પડી છે. ઈશાંત શર્માએ હેનરી નિકોલસને આઉટ કર્યો છે. તે સાત રનના સ્કોર પર સ્લિપમાં કેચ આઉટ થયો છે. કીવી ટીમ હાલ પણ ભારતથી 83 રન પાછળ છે.
69 ઓવરના અંતે ન્યૂઝિલેન્ડનો સ્કોર 134 રન પર 3 વિકેટ છે. હેનરી નિકોલસ 7 રને અને વિલિયમસન 19 રને રમતમાં છે. ન્યૂઝિલેન્ડ ભારતથી 83 રન પાછળ છે અને 7 વિકેટ હાથમાં છે.
67 ઓવરના અંતે ન્યૂઝિલેન્ડનો સ્કોર 128 રન પર 3 વિકેટ છે. હેનરી નિકોલસ 6 રને અને વિલિયમસન 15 રને રમતમાં છે. ન્યૂઝિલેન્ડ ભારતથી 89 રન પાછળ છે અને 7 વિકેટ હાથમાં છે.
64મી ઓવરના પ્રથમ બોલ પર રોસ ટેલર શમીના બોલ પર શોટ ફટકારવાના પ્રયાસમાં ગિલના હાથે કેચ આઉટ થયો હતો. ટેલક 11 રન બનાવી પેવેલિયન પરત ફર્યો હતો.
આજના દિવસે પ્રથમ એક કલાકની રમત દરમિયાન ભારતીય બોલર્સ એકપણ વિકેટ લઈ શક્યા નથી. 62 ઓવરના અંતે ન્યૂઝીલેન્ડનો સ્કોર 117 રન છે. વિલિયમસન 14 અને ટેલર 11 રને રમતમાં છે. ન્યૂઝિલેન્ડ ભારતની 100 રન પાછળ છે.
રોસ ટેલર અને કેન વિલિયમસને ધીમી પણ મક્કમ શરૂઆત કરી છે. 60 ઓવરના તે ન્યૂઝિલેન્ડરનો સ્કોર 117 રન છે. વિલિયમસન 14 અને ટેલર 11 રને રમતમાં છે. કિવી ટીમ ભારતના સ્કોરથી 100 રન જ પાછળ છે. હાલ ભારતને વિકેટની ખાસ જરૂર છે.
આજે સવારથી ભારતીય બોલર્સ ચુસ્ત બોલિંગ કરી રહ્યા છે. ન્યૂઝિલેન્ડના દિગ્ગજ બેટ્સમેનો ઈશાંત, બુમરાહ અને શમીના આક્રમણ સામે છૂટથી રન બનાવી શકતા નથી. કેન વિલિયમસન 13 અને ટેલર 7 રને રમતમાં છે. ન્યૂઝિલેન્ડનો સ્કોર 2 વિકેટના નુકસાન પર 112 રન છે.
જો આજે સમગ્ર દિવસની રમત નહીં રમાય તો મેચ ડ્રો જવાની પૂરી સંભાવના છે. આ સ્થિતિમાં ભારત અને ન્યૂઝિલેન્ડ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપના સંયુક્ત વિજેતા જાહેર કરાશે. ટીમ ઈન્ડિયા આઈસીસી ટ્રોફી કોઈ સાથે શેર કરે તેવો આ બીજો મોકો હશે. 2002માં પણ આમ થઈ ચુક્યું છે. તે સમયે ભારત અને શ્રીલંકાને આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીના સંયુક્ત વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા.
આજે મેચનો પાંચમો દિવસ છે. જો વરસાદ નહીં પડે તો ત્રણ સેશનમાં થઈને કુલ 91 ઓવરની રમત શક્ય બનશે. રોસ ટેલર શૂન્ય અને ન્યૂઝિલેન્ડનો કેપ્ટન કેન વિલિયમસન 12 રને રમતમાં છે.
બ્રેકગ્રાઉન્ડ
આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલનો પ્રથમ દિવસ વરસાદમાં ધોવાઈ ગયો હતો. બીજા અને ત્રીજા દિવસની રમત દરમિયાન ટીમ ઈન્ડિયાએ (Team India) પ્રથમ ઈનિંગમાં 217 બનાવ્યા હચા. જ્યારે ન્યૂઝિલેન્ડની ટીમે ત્રીજા દિવસની રમત પૂરી થઈ ત્યાં સુધીમાં 2 વિકેટના નુકસાન પર 101 રન બનાવ્યા હતા. ચોથા દિવસની રમત વરસાદના કારણે ધોવાઈ ગઈ હતી. આજે મેચનો પાંચમો અને અંતિમ દિવસ છે. જરૂર પડશે તો આવતીકાલે રિઝર્વ ડેના દિવસે પણ મેચ રમાશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -