IND vs PAK, Super 4: પાકિસ્તાને ભારતને 5 વિકેટથી હરાવ્યું, અર્શદિપે ડ્રોપ કરેલો કેચ ભારે પડ્યો

એશિયા કપ 2022માં સુપર 4 ટીમોની મેચ શરુ થઈ ચુકી છે. ત્યારે આજે ભારત અને પાકિસ્તાનની ટીમ ફરી એકવાર આમને-સામને છે.

gujarati.abplive.com Last Updated: 04 Sep 2022 11:29 PM
એશિયા કપમાં 8 વર્ષ બાદ પાકિસ્તાને ભારતને હરાવ્યું

દુબઈમાં રમાયેલા એશિયા કપના સુપર-4માં પાકિસ્તાને ભારતને 5 વિકેટે હરાવ્યું હતું. પ્રથમ બેટિંગ કરીને ભારતીય ટીમે 20 ઓવરમાં 7 વિકેટે 181 રન બનાવ્યા હતા. જવાબમાં પાકિસ્તાને છેલ્લી ઓવરમાં લક્ષ્યનો પીછો કર્યો હતો. પાકિસ્તાન તરફથી મોહમ્મદ નવાઝે મેચ ચેન્જિંગ ઇનિંગ્સ રમી હતી. નવાઝે 20 બોલમાં 42 રનની તોફાની ઇનિંગ રમી હતી. આ દરમિયાન તેના બેટમાં છ ચોગ્ગા અને બે છગ્ગા લાગ્યા હતા.


ઉલ્લેખનીય છે કે એશિયા કપમાં 8 વર્ષ બાદ પાકિસ્તાને ભારતને હરાવ્યું હતું. આ પહેલા 2014માં એશિયા કપમાં પાકિસ્તાને ભારત સામે જીત મેળવી હતી. સતત પાંચ હાર બાદ હવે પાકિસ્તાનની જીત નક્કી થઈ ગઈ છે.

અંતિમ ઓવરમાં ભારતની હાર

પાકિસ્તાને ભારતને 5 વિકેટથી હરાવ્યું છે.

ભારતને મળી ચોથી સફળતા

મોહમ્મદ રિઝવાન 51 બોલમાં 71 રન ફટકારી હાર્દિક પંડ્યાનો શિકાર બન્યો હતો. હાલ પાકિસ્તાનનો સ્કોર 147 રન પર 4 વિકેટ છે.

નવાઝને આઉટ કરવામાં ભુવનેશ્વર કુમારને સફળતા

16મી ઓવરમાં પાકિસ્તાનના બેટ્સમેન મોહમ્મદ નવાઝને આઉટ કરવામાં ભુવનેશ્વર કુમારને સફળતા મળી હતી. નવાઝે 20 બોલમાં 42 રન બનાવ્યા હતા. હવે પાકિસ્તાનને જીત માટે 25 બોલમાં 45 રનની જરુર છે.

પાક.નો સ્કોર 100 રનને પાર

12.2 ઓવર પર પાકિસ્તાનનો સ્કોર 100 રન પર 2 વિકેટ છે. આ સાથે મોહમ્મદ રિઝવાને પોતાના 50 રન પુર્ણ કરી લીધા છે.

પાકિસ્તાનની બીજી વિકેટ

9મી ઓવરના  યુઝવેન્દ્ર ચહલના બોલ પર ફખર ઝમાન કેચ આઉટ થયો છે. ઝમાને 15 રન બનાવ્યા છે. પાકિસ્તાનનો સ્કોર 63 રન  પર 2 વિકેટ છે.

6 ઓવરના અંતે સ્કોર

6 ઓવરના અંતે પાકિસ્તાનનો સ્કોર 44 રન પર 1 વિકેટ છે. હાલ ઝમાન 6 અને રિઝવાન 24 રન સાથે રમતમાં છે.

બાબર આઝમ આઉટ

પાકિસ્તાન માટે ઓપનિંગ કરવા આવેલ બાબર આઝમ 10 બોલમાં 14 રન બનાવી આઉટ થયો થયો, રવિ બિશ્નોઈના બોલ પર બાબર કેચ આઉટ થયો છે. હાલ પાકિસ્તાનનો સ્કોર 3.4 ઓવરના અંતે 22 રન પર 1 વિકેટ.

ભારતે 182 રનનો ટાર્ગેટ આપ્યો

20મી ઓવરમાં રવિ બિશ્નોઈએ અંતિમ બે બોલમાં 2 ચોગ્ગા ફટકારીને ટીમનો સ્કોર 181 રન પર પહોંચાડ્યો છે. 

કોહલી આઉટ

અંતિમ ઓવરમાં વિરાટ કોહલી 60 રન બનાવી આઉટ થયો. ભારતનો સ્કોર 19.4 ઓવરના અંતે 173 રન અને 7 વિકેટ

દિપક હુડ્ડા આઉટ

દિપક હુડ્ડા 14 બોલમાં 16 રન બનાવી આઉટ થયો છે. 

હાર્દિક પંડ્યા આઉટ

હાર્દિક પંડ્યા 0 રન બનાવી આઉટ થયો છે. હસનૈનના બોલ પર શોટ મારવા જતાં હાર્દિક નવાઝના હાથે કેચ આઉટ થયો છે. હાલ હુડ્ડા અને વિરાટ રમતમાં છે. ભારતનો સ્કોર 135 રન પર 5 વિકેટ

ઋષભ પંત આઉટ

14મી ઓવરમાં ઋષભ પંત શાદાબના બોલ પર 14 રન બનાવી આઉટ થયો. હવે વિરાટ અને હાર્દિક રમતમાં

13 ઓવરના અંતે સ્કોર

ભારતનો સ્કોર 13 ઓવરના અંતે 118 રન પર 3 વિકેટ છે. હાલ વિરાટ કોહલી 33 રન સાથે અને ઋષભ પંત 9 રન સાથે રમતમાં છે.

સુર્યકુમાર યાદવ થયો આઉટ

સુર્યકુમાર યાદવ અસિફના બોલ પર લાંબો શોટ્સ ફટકારવાનો પ્રયત્ન કરતાં બાઉન્ડ્રી પર કેચ આઉટ થયો. સુર્યકુમારે 10 બોલમાં 13 રન બનાવ્યા છે. હાલ ભારતનો સ્કોર 9.1 ઓવરના અંતે 91 રન પર 3 વિકેટ.

સુર્યકુમાર અને કોહલી રમતમાં

8 ઓવરના અંતે ભારતનો સ્કોર 79 રન પર 2 વિકેટ છે. હાલ સુર્યકુમાર યાદવ 10 રન સાથે અને વિરાટ કોહલી 8 રન સાથે રમતમાં છે.

કે.એલ રાહુલ થયો આઉટ

6.1 ઓવરે ભારતની બીજી વિકેટ પડી ગઈ છે. કે.એલ રાહુલ 20 બોલમાં 28 રન બનાવી શાદાબના બોલ પર કેચ આઉટ થયો છે.

રોહિત શર્મા આઉટ થયો

રોહિત શર્મા 6ઠ્ઠી ઓવરના પ્રથમ બોલ પર આઉટ થયો છે. રોહિત શર્માએ 16 બોલમાં 28 રન બનાવ્યા છે. હાલ ભારતનો સ્કોર 54 રન પર 1 વિકેટ.

રોહિત - રાહુલની તોફાની બેટિંગ

ભારત માટે ઓપનિંગ કરવા આવેલા રોહિત શર્મા અને કેએલ રાહુલ તોફાની બેટિંગ કરી રહ્યા છે. 5 ઓવરના અંતે ભારતનો સ્કોર 54 રન છે. રાહુલ 26 અને રોહિત 28 રન સાથે રમતમાં છે.

પાકિસ્તાનની પ્લેઈંગ 11 ટીમઃ

મોહમ્મદ રિઝવાન, બાબર આઝમ, ફખર ઝમાન, ઈફ્તિકાર અહેમદ, ખુશદીલ શાહ, શાબાદ ખાન, અસિફ અલી, મોહમ્મદ નવાઝ, હરિશ રૌફ, મોહમ્મદ હસનૈન, નસિમ શાહ

ભારતની પ્લેઈંગ 11 ટીમ

રોહિત શર્મા, કેએલ રાહુલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, ઋષભ પંત, રવિ બિશ્નોઈ, દીપક હુડા, ભુવનેશ્વર કુમાર, અર્શદીપ સિંહ અને યુઝવેન્દ્ર ચહલ

પાકિસ્તાને ટોસ જીત્યો

પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમે ટોસ જીત્યો છે અને પ્રથમ બોલિંગ કરવાનું પસંદ કર્યું છે.

સુર્યકુમાર યાદવ પર રહેશે બધાની નજર


રોહિત-રાહુલ કરશે ઓપનિંગ

આજની મેચમાં ફરી એકવાર રોહિત શર્મા અને કેએલ રાહુલની જોડી ઇનિંગની શરૂઆત કરતી જોવા મળી શકે છે. જો કે વર્તમાન ટુર્નામેન્ટમાં બંને ખેલાડીઓનો સંઘર્ષ ચાલુ છે. રોહિત શર્માએ પાકિસ્તાન સામે માત્ર 12 રન બનાવ્યા હતા. બીજી તરફ વાઈસ કેપ્ટન કેએલ રાહુલની વાત કરીએ તો તેનું પ્રદર્શન શાનદાર રહ્યું નથી. પાકિસ્તાન સામે તે નસીમ શાહના પહેલા જ બોલ પર બોલ્ડ થયો હતો. જ્યારે હોંગકોંગ સામે તે દરેક રન માટે સંઘર્ષ કરતો જોવા મળ્યો હતો. 

ભારતની સંભવિત પ્લેઈંગ ઈલેવન

રોહિત શર્મા, કેએલ રાહુલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, દિનેશ કાર્તિક, અક્ષર પટેલ, દીપક હુડા, ભુવનેશ્વર કુમાર, અર્શદીપ સિંહ અને યુઝવેન્દ્ર ચહલ.

અક્ષર પટેલને તક મળી શકે છે

એશિયા કપની સુપર 4 મેચમાં આજે પાકિસ્તાન સામે ભારતીય ટીમ ઓલરાઉન્ડર અક્ષર પટેલને તક આપી શકે છે. વાસ્તવમાં રવીન્દ્ર જાડેજાની જગ્યાએ અક્ષર પટેલનો ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. જાડેજા ઈજાના કારણે એશિયા કપમાંથી બહાર થઈ ગયો છે.

બ્રેકગ્રાઉન્ડ

IND vs PAK, Super 4 LIVE:  UAEમાં રમાઈ રહેલા 2022 એશિયા કપમાં ભારત અને પાકિસ્તાન ફરી એકવાર સામસામે ટકરાશે. આ વખતે મેચ સુપર-4 તબક્કામાં છે. આ શાનદાર મેચ દુબઈમાં ભારતના સમય અનુસાર સાંજે 7.30 વાગ્યાથી રમાશે. ભારત અને પાકિસ્તાન વચ્ચેની આ મેચ દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે દુબઈનું તાપમાન 35 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેશે, જ્યારે ભેજ 45 ટકા રહેશે. આ સિવાય 13 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. જોકે આ મેચ દરમિયાન વરસાદની કોઈ શક્યતા નથી.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.