Emerging Asia Cup 2023 Final: ભારત A અને પાકિસ્તાન A વચ્ચે ઇમર્જિંગ ટીમ્સ એશિયા કપ 2023 ની ફાઇનલ મેચ કોલંબોમાં રમાઈ રહી છે. પ્રથમ બેટિંગ કરતા પાકિસ્તાન A એ ભારત A ને 353 રનનો ટાર્ગેટ આપ્યો હતો. પાકિસ્તાન તરફથી તૈયબ તાહિરે શાનદાર સદી ફટકારી હતી. તેણે 108 રનની ઇનિંગ રમી હતી. આ ઉપરાંત સાહિબજાદા ફરહાને 65 રનની મહત્વપૂર્ણ ઇનિંગ રમી હતી. ભારત તરફથી રિયાન પરાગ અને રાજ્યવર્ધને 2-2 વિકેટ ઝડપી હતી. નિશાંત સિંધુ, માનવ સુથાર અને હર્ષિત રાણાને પણ એક-એક વિકેટ મળી હતી.


ઓપનર સેમ અયુબ અને સાહિબજાદા ફરહાને પાકિસ્તાન Aને સારી શરૂઆત અપાવી હતી. આ બંને વચ્ચે સદીની ભાગીદારી હતી. અયુબે 51 બોલનો સામનો કર્યો અને 59 રન બનાવ્યા. તેણે 7 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા. ફરહાને 62 બોલમાં 65 રન બનાવ્યા હતા. તેણે 4 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકાર્યા હતા. ઉમર યુસુફે 35 રનનું યોગદાન આપ્યું હતું. તાહિરે શાનદાર પ્રદર્શન કરતા સદી ફટકારી હતી. તેણે 71 બોલમાં 108 રન બનાવ્યા હતા. તાહિરની ઇનિંગમાં 12 ફોર અને 4 સિક્સ સામેલ હતી.


 






કાસિમ અકરમ કંઈ ખાસ કરી શક્યો નહોતો. તે પહેલા જ બોલ પર આઉટ થયો હચો. કેપ્ટન મોહમ્મદ હરિસ 6 બોલમાં 2 રન બનાવીને આઉટ થયો હતો. મુબાસિર ખાને 47 બોલમાં 35 રન બનાવ્યા હતા. તેની ઇનિંગમાં 2 ચોગ્ગા અને 2 છગ્ગાનો સમાવેશ થાય છે. મેહરાન મુમતાઝ 10 બોલમાં 13 રન બનાવીને આઉટ થયો હતો. મોહમ્મદ વસીમ જુનિયર 10 બોલમાં 17 રન બનાવીને અણનમ રહ્યો હતો. મુફીયાન મુકીમ 4 રન બનાવીને અણનમ રહ્યો હતો. આ રીતે પાકિસ્તાને 50 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 352 રન બનાવ્યા હતા.


ભારત તરફથી રિયાન પરાગે શાનદાર બોલિંગ કરી હતી. તેણે 4 ઓવરમાં 24 રન આપીને 2 વિકેટ લીધી હતી. રાજ્યવર્ધને 6 ઓવરમાં 48 રન આપીને 2 વિકેટ લીધી હતી. હર્ષિત રાણાએ 6 ઓવરમાં 51 રન આપીને એક વિકેટ લીધી હતી. માનવ સુથારે 9 ઓવરમાં 68 રન આપીને એક વિકેટ લીધી હતી. નિશાંત સિંધુએ 8 ઓવરમાં 48 રન આપીને એક વિકેટ લીધી હતી. યુવરાજ સિંહ ડોડિયાએ 7 ઓવરમાં 56 રન આપ્યા અને એક મેડન ઓવર ફેંકી હતી. અભિષેક શર્માએ 9 ઓવરમાં 54 રન આપ્યા હતા.


Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial