IND vs PAK Final Live Score: ભારતે 14 દિવસમાં ત્રીજી વખત પાકિસ્તાનને હરાવીને 9મી વખત એશિયા કપ જીત્યો; તિલક અને કુલદીપ ફાઇનલમાં ચમક્યા

India vs Pakistan Final Live Scorecard, Today Asia Cup Match: એશિયા કપના 41 વર્ષના ઇતિહાસમાં આ પ્રથમ વખત છે જ્યારે આ બંને ટીમો ટાઇટલ મેચમાં ટકરાઈ રહી છે.

gujarati.abplive.com Last Updated: 29 Sep 2025 12:12 AM

બ્રેકગ્રાઉન્ડ

India vs Pakistan Final Live Scorecard, Today Asia Cup Match: ક્રિકેટ જગતના બે કટ્ટર હરીફો ભારત અને પાકિસ્તાન આજે (28 સપ્ટેમ્બર, 2025) દુબઈ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે એશિયા કપ 2025 ની...More

India Beat Pakistan: ભારત એશિયા કપ ચેમ્પિયન

એશિયા કપ 2025 ની બહુપ્રતિક્ષિત ફાઇનલ મેચમાં ટીમ ઇન્ડિયાએ કટ્ટર હરીફ પાકિસ્તાનને 5 વિકેટથી હરાવીને ચેમ્પિયનનું ટાઇટલ જીતી લીધું છે. દુબઈ ખાતે રમાયેલી આ રોમાંચક મેચમાં ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પહેલા બેટિંગ કરતા પાકિસ્તાને સાહિબજાદા ફરહાન (57 રન) અને ફખર ઝમાન (47 રન) ની મજબૂત શરૂઆત છતાં માત્ર 19.1 ઓવરમાં 146 રનમાં જ ઓલઆઉટ થઈ ગયું હતું. ભારતીય બોલરોમાં કુલદીપ યાદવે 4 વિકેટ ઝડપીને પાકિસ્તાનના ધબડકાનું મુખ્ય કારણ બન્યો હતો. 147 રનના લક્ષ્યાંકનો પીછો કરતા, ભારતના ટોચના ક્રમની નિષ્ફળતા છતાં, યુવા બેટ્સમેન તિલક વર્મા (અડધી સદી) અને શિવમ દુબે (33 રન) વચ્ચેની 60 રનની મહત્ત્વપૂર્ણ ભાગીદારીને કારણે ટીમ ઇન્ડિયાએ છેલ્લી ઓવરમાં લક્ષ્ય હાંસલ કર્યું અને ટાઇટલ જીત્યું.