= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
ભારતે પાકિસ્તાનને ૭ વિકેટે હરાવી, એશિયા કપમાં સતત બીજો વિજય ૨૦૨૫ના એશિયા કપમાં ભારતે પાકિસ્તાનને ૭ વિકેટે હરાવીને સતત બીજો વિજય મેળવ્યો છે. પાકિસ્તાને આપેલા ૧૨૮ રનના લક્ષ્યને ટીમ ઇન્ડિયાએ ૧૫.૫ ઓવરમાં જ પાર કરી લીધો. ભારતીય બેટ્સમેનો અને બોલરોએ શાનદાર પ્રદર્શન કર્યું. ભારત તરફથી બોલિંગમાં કુલદીપ યાદવએ ૩ વિકેટ લઈને પાકિસ્તાનની બેટિંગને રોકી. ત્યારબાદ બેટિંગમાં અભિષેક શર્માએ ૧૩ બોલમાં ૩૧ રનની વિસ્ફોટક ઇનિંગ રમી. તિલક વર્માએ ૩૧ બોલમાં ૩૧ રનનું યોગદાન આપ્યું. કેપ્ટન સૂર્યકુમાર યાદવએ ૩૭ બોલમાં અણનમ ૪૭ રન બનાવીને ટીમને જીત અપાવી. આ જીત સાથે ભારતે ટુર્નામેન્ટમાં પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું છે.
= liveblogState.currentOffset ? 'center_block hidden' : 'center_block'">
Continues below advertisement
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
IND vs PAK Score Live: ભારતનો સ્કોર ૧૨૩/૩ ૧૫મી ઓવરમાં ૧૩ રન બન્યા. સૂર્યકુમાર યાદવે નવાઝ પર ચોગ્ગો અને શિવમ દુબેએ જોરદાર છગ્ગો ફટકાર્યો. ૧૫ ઓવરમાં ભારતનો સ્કોર ૩ વિકેટે ૧૨૩ રન છે. હવે જીતવા માટે ફક્ત પાંચ રન કરવાના બાકી છે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
IND vs PAK Score Live: ભારતનો સ્કોર 110/3 છે 14 ઓવર પછી, ટીમ ઈન્ડિયાનો સ્કોર 3 વિકેટે 110 રન છે. સૂર્યકુમાર યાદવ 28 બોલમાં 33 રન બનાવી રમી રહ્યો છે. તેમણે ચાર ચોગ્ગા ફટકાર્યા છે. આ સાથે, શિવમ દુબે પાંચ બોલમાં ત્રણ રન બનાવી રમી રહ્યો છે. ભારતને જીતવા માટે 36 બોલમાં ફક્ત 18 રન બનાવવાના છે.
= liveblogState.currentOffset ? 'center_block hidden' : 'center_block'">
Continues below advertisement
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
IND vs PAK Score Live: ટીમ ઈન્ડિયાનો સ્કોર 97/2 12 ઓવર પછી, ટીમ ઈન્ડિયાનો સ્કોર 2 વિકેટે 99 રન છે. મોહમ્મદ નવાઝે આ ઓવરમાં 4 રન આપ્યા. સૂર્યકુમાર યાદવ 23 બોલમાં બે ચોગ્ગા સાથે 23 રન બનાવી રમી રહ્યો છે. તિલક વર્મા 29 બોલમાં 31 રન બનાવી રમી રહ્યો છે. તેમણે બે ચોગ્ગા અને એક છગ્ગા ફટકાર્યા છે. ભારતને જીતવા માટે 48 બોલમાં ફક્ત 31 રન બનાવવાના છે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
IND vs PAK Score Live: સૂર્યકુમાર અને તિલકની અડધી સદીની ભાગીદારી સૂર્યકુમાર યાદવ 20 બોલમાં 21 રન બનાવી રહ્યા છે. તિલક વર્મા 26 બોલમાં 29 રન બનાવી રહ્યા છે. બંને વચ્ચે 44 બોલમાં 52 રનની ભાગીદારી થઈ છે. 11 ઓવર પછી, ટીમ ઈન્ડિયાનો સ્કોર 2 વિકેટે 93 રન થઈ ગયો છે.
= liveblogState.currentOffset ? 'center_block hidden' : 'center_block'">
Continues below advertisement
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
IND vs PAK Score Live: ભારતનો સ્કોર 88/2 10 ઓવર પછી, ટીમ ઈન્ડિયાનો સ્કોર 2 વિકેટે 88 રન છે. સુફિયાન મુકીમે આ ઓવરમાં 14 રન આપ્યા. સૂર્યકુમાર યાદવ 15 બોલમાં બે ચોગ્ગા સાથે 17 રન બનાવી રહ્યા છે. તિલક વર્મા 25 બોલમાં 28 રન બનાવી રહ્યા છે. તેણે બે ચોગ્ગા અને એક છગ્ગા ફટકાર્યા છે. ભારતને જીતવા માટે 60 બોલમાં ફક્ત 60 રન બનાવવાના છે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
IND vs PAK Score Live: ભારતનો સ્કોર 74/2 9 ઓવર પછી, ટીમ ઈન્ડિયાનો સ્કોર 2 વિકેટે 74 રન છે. અબરાર અહેમદે આ ઓવરમાં ફક્ત 3 રન આપ્યા. સૂર્યકુમાર યાદવ 12 બોલમાં એક ચોગ્ગા સાથે 10 રન પર છે. તિલક વર્મા 22 બોલમાં બે ચોગ્ગા સાથે 21 રન પર છે.
= liveblogState.currentOffset ? 'center_block hidden' : 'center_block'">
Continues below advertisement
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
IND vs PAK Score Live: ભારતનો સ્કોર 74/2 9 ઓવર પછી, ટીમ ઈન્ડિયાનો સ્કોર 2 વિકેટે 74 રન છે. અબરાર અહેમદે આ ઓવરમાં ફક્ત 3 રન આપ્યા. સૂર્યકુમાર યાદવ 12 બોલમાં એક ચોગ્ગા સાથે 10 રન પર છે. તિલક વર્મા 22 બોલમાં બે ચોગ્ગા સાથે 21 રન પર છે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
IND vs PAK Score Live: ભારતનો સ્કોર 71/2 8 ઓવર પછી, ટીમ ઈન્ડિયાનો સ્કોર 2 વિકેટે 71 રન છે. સુફિયા મુકીમે આ ઓવરમાં 7 રન આપ્યા. સૂર્યકુમાર યાદવ 10 બોલમાં એક ફોર સાથે 9 રન પર છે. તિલક વર્મા 18 બોલમાં બે ફોર સાથે 19 રન પર છે. ભારતને જીતવા માટે 72 બોલમાં ફક્ત 57 રન બનાવવાના છે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
IND vs PAK Score Live: ભારતનો સ્કોર 64/2 7 ઓવર પછી, ટીમ ઈન્ડિયાનો સ્કોર 2 વિકેટે 64 રન છે. અબરાર અહેમદે આ ઓવરમાં 3 રન આપ્યા. સૂર્યકુમાર યાદવ સાત બોલમાં ચાર રન બનાવી રહ્યા છે. તિલક વર્મા 15 બોલમાં બે ચોગ્ગા સાથે 17 રન બનાવી રહ્યા છે. ભારતને જીતવા માટે 78 બોલમાં ફક્ત 64 રન બનાવવાના છે.
= liveblogState.currentOffset ? 'center_block hidden' : 'center_block'">
Continues below advertisement
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
Asia Cup IND vs PAK Live Score: પાવરપ્લે ભારતના પક્ષમાં પાવરપ્લે પૂરો થયો. 6 ઓવર પછી, ટીમ ઈન્ડિયાનો સ્કોર 2 વિકેટે 61 રન છે. આ ઓવરમાં મોહમ્મદ નવાઝે 13 રન આપ્યા. સૂર્યકુમાર યાદવ છ બોલમાં ત્રણ રન બનાવી રહ્યા છે. તિલક વર્મા 10 બોલમાં બે ચોગ્ગા સાથે 15 રન બનાવી રહ્યા છે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
Asia Cup IND vs PAK Live Score: ભારતનો સ્કોર 48/2 5 ઓવર પછી, ટીમ ઈન્ડિયાનો સ્કોર 2 વિકેટે 48 રન છે. અબરાર અહેમદે આ ઓવરમાં પાંચ રન આપ્યા. સૂર્યકુમાર યાદવ છ બોલમાં ત્રણ રન બનાવી રમી રહ્યો છે. તિલક વર્મા ચાર બોલમાં બે રન બનાવી રમી રહ્યો છે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
India vs Pakistan Match Live: ભારતે બીજી વિકેટ ગુમાવી અભિષેક શર્મા ૧૩ બોલમાં ૩૧ રન બનાવીને આઉટ થયો. તેણે ૪ ચોગ્ગા અને ૨ છગ્ગા ફટકાર્યા. સેમ અયુબના બોલ પર છગ્ગો મારવાનો પ્રયાસ કરતી વખતે અભિષેક બાઉન્ડ્રી પર કેચ આઉટ થયો. ભારતે ૪૧ રન પર બીજી વિકેટ ગુમાવી.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
India vs Pakistan Match Live: ભારતનો સ્કોર ૩૩/૧ અભિષેક શર્માએ શાહીન આફ્રિદીના બોલ પર ફરી એક ચોગ્ગો અને એક છગ્ગો ફટકાર્યો. ૩ ઓવર પછી, ભારતનો સ્કોર એક વિકેટે ૩૩ રન છે. અભિષેક શર્મા ૯ બોલમાં ૨૩ રન બનાવીને રમી રહ્યો છે. તેણે બે ચોગ્ગા અને બે છગ્ગા ફટકાર્યા છે. સૂર્યાએ હજુ સુધી પોતાનું ખાતું ખોલ્યું નથી.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
India vs Pakistan Match Live: ભારતની પહેલી વિકેટ પડી શુભમન ગિલ સેમ અયુબ પર સતત બે ચોગ્ગા ફટકાર્યા બાદ આઉટ થયો. સેમ અયુબે તેને સ્ટમ્પ આઉટ કરાવ્યો. ગિલ સાત બોલમાં 10 રન બનાવીને આઉટ થયો. ભારતની પહેલી વિકેટ 22 રન પર પડી.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
India vs Pakistan Match Live: અભિષેકે પહેલી ઓવરમાં ચોગ્ગો અને એક છગ્ગો ફટકાર્યો અભિષેક શર્માએ પહેલા જ બોલથી પાકિસ્તાની બોલરોને હરાવવાનું શરૂ કરી દીધું. અભિષેકે શાહીન આફ્રિદી પર ચોગ્ગો અને એક છગ્ગો ફટકાર્યો. એક ઓવર પછી, ભારતનો સ્કોર કોઈ વિકેટ વગર 12 રન હતો.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
India vs Pakistan Match Live: ભારતનો દાવ શરૂ ભારતનો દાવ શરૂ થઈ ગયો છે. ટીમ ઈન્ડિયા પાસે ૧૨૮ રનનો લક્ષ્યાંક છે. ભારત તરફથી અભિષેક શર્મા અને શુભમન ગિલ ઓપનિંગ કરવા આવ્યા છે. શાહીન આફ્રિદીના હાથમાં બોલ છે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
India vs Pakistan Match Live: પાકિસ્તાને ભારતને ૧૨૮ રનનો લક્ષ્યાંક આપ્યો, શાહીન આફ્રિદીએ લડાયક ઇનિંગ્સ રમી એશિયા કપ ૨૦૨૫માં આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાઈ રહેલી હાઈ-વોલ્ટેજ મેચમાં ભારતીય બોલરોનું શાનદાર પ્રદર્શન જોવા મળ્યું. ભારતીય ટીમ સામે પાકિસ્તાને ૨૦ ઓવરમાં ૯ વિકેટ ગુમાવીને ૧૨૭ રનનો સામાન્ય લક્ષ્યાંક મૂક્યો છે. પાકિસ્તાન માટે, ફાસ્ટ બોલર શાહીન આફ્રિદીએ અંતમાં માત્ર ૧૬ બોલમાં ૪ છગ્ગાની મદદથી અણનમ ૩૩ રન બનાવીને પોતાની ટીમનું સન્માન બચાવ્યું.
ભારત તરફથી સ્પિનરોનું પ્રદર્શન ખૂબ જ પ્રભાવશાળી રહ્યું, જેમણે ૧૩ ઓવરમાં માત્ર ૬૫ રન જ આપ્યા. આમાં સૌથી સફળ બોલર કુલદીપ યાદવ રહ્યો, જેણે ૩ વિકેટ ઝડપી. જસપ્રીત બુમરાહ અને અક્ષર પટેલે પણ બે-બે મહત્વપૂર્ણ વિકેટ લીધી, જ્યારે હાર્દિક પંડ્યા અને વરુણ ચક્રવર્તીને એક-એક વિકેટ મળી.
જોકે, હાર્દિક પંડ્યાએ ૩ ઓવરમાં ૩૪ રન અને જસપ્રીત બુમરાહે ૪ ઓવરમાં ૨૮ રન આપીને થોડા મોંઘા સાબિત થયા હતા. પાકિસ્તાનની બેટિંગ લાઇનઅપ ભારતીય બોલિંગ સામે ટકી શકી ન હતી અને એક સમયે તો નાની ટોટલ પર ઓલઆઉટ થવાની આરે હતી. હવે ભારતને આ મેચ જીતવા માટે ૧૨૮ રનનો પડકાર પાર કરવાનો છે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
India vs Pakistan Match Live: પાકિસ્તાનની 9મી વિકેટ પડી ૧૯મી ઓવરના છેલ્લા બોલે પાકિસ્તાનની ૯મી વિકેટ પડી. જસપ્રીત બુમરાહે સુફિયાન મુકીમને ક્લીન બોલ્ડ કર્યો. તે ૧૦ રન બનાવીને પેવેલિયન પાછો ફર્યો. પાકિસ્તાને ૧૧૧ રનમાં ૯ વિકેટ ગુમાવી દીધી છે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
India vs Pakistan Match Live: પાકિસ્તાનની આઠમી વિકેટ પડી પાકિસ્તાનની આઠમી વિકેટ ૯૭ રન પર પડી. વરુણ ચક્રવર્તીએ ફહીમ અશરફને પેવેલિયન મોકલ્યો. તે ૧૪ બોલમાં ૧૧ રન બનાવીને આઉટ થયો. ૧૮ ઓવર પછી, પાકિસ્તાનનો સ્કોર ૮ વિકેટે ૯૯ રન છે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
India vs Pakistan Match Live: પાકિસ્તાને પોતાની સાતમી વિકેટ ગુમાવી ૧૭મી ઓવરના પહેલા બોલ પર કુલદીપ યાદવે પાકિસ્તાનને સાતમો ઝટકો આપ્યો. સાહિબજાદા ફરહાન ૪૪ બોલમાં ૪૦ રન બનાવીને આઉટ થયા. પાકિસ્તાને ૮૩ રન પર પોતાની સાતમી વિકેટ ગુમાવી. કુલદીપની આ ત્રીજી સફળતા છે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
India vs Pakistan Match Live: પાકિસ્તાનનો સ્કોર ૮૩/૬ ૧૬ ઓવર પછી, પાકિસ્તાનનો સ્કોર ૬ વિકેટે ૮૩ રન છે. સાહિબજાદા ફરહાન ૪૩ બોલમાં ૪૦ રન બનાવી રહ્યા છે. તેમણે ત્રણ છગ્ગા અને એક ચોગ્ગો ફટકાર્યો છે. તેમની સાથે, ફહીમ અશરફ ૧૨ બોલમાં એક ચોગ્ગા સાથે ૧૧ રન બનાવી રહ્યા છે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
India vs Pakistan Match Live: પાકિસ્તાનનો સ્કોર 78/6 છે 15 ઓવર પછી, પાકિસ્તાનનો સ્કોર 6 વિકેટે 78 રન છે. સાહિબજાદા ફરહાન 41 બોલમાં 38 રન બનાવી રહ્યા છે. તેમણે ત્રણ છગ્ગા અને એક ચોગ્ગો ફટકાર્યો છે. તેમની સાથે, ફહીમ અશરફ આઠ બોલમાં આઠ રન બનાવી રમી રહ્યો છે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
IND vs PAK Score Live: પાકિસ્તાનનો સ્કોર 72/6 છે 14 ઓવર પછી, પાકિસ્તાનનો સ્કોર 6 વિકેટે 72 રન છે. સાહિબજાદા ફરહાન 40 બોલમાં 37 રન બનાવ્યા છે. તેમણે ત્રણ છગ્ગા અને એક ચોગ્ગો ફટકાર્યો છે. તેમની સાથે, ફહીમ અશરફ ત્રણ બોલમાં ત્રણ રન બનાવી રમી રહ્યો છે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
IND vs PAK Score Live: પાકિસ્તાનની છઠ્ઠી વિકેટ પડી, કુલદીપ હેટ્રિક પર હસન નવાઝ પછી, મોહમ્મદ નવાઝ પણ આઉટ થયા. કુલદીપ યાદવ હેટ્રિક પર છે. 6 પાકિસ્તાની બેટ્સમેન ફક્ત 64 ના કુલ સ્કોર સાથે પેવેલિયન પરત ફર્યા છે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
IND vs PAK Score Live: પાકિસ્તાનની પાંચમી વિકેટ પડી પાકિસ્તાનની પાંચમી વિકેટ ૧૨.૪ ઓવરમાં ૬૪ રનના કુલ સ્કોર પર પડી. હસન નવાઝ સાત બોલમાં પાંચ રન બનાવીને આઉટ થયો. અક્ષર પટેલે તેનો કેચ પકડ્યો.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
IND vs PAK Score Live: પાકિસ્તાનનો સ્કોર 62/4 12મી ઓવરમાં, સાહિબજાદા ફરહાને અક્ષર પટેલ પર સિક્સર ફટકારી. આ ઓવરમાં કુલ આઠ રન આવ્યા. 12 ઓવર પછી, પાકિસ્તાનનો સ્કોર 4 વિકેટે 62 રન છે. સાહિબજાદા ફરહાન 36 બોલમાં 32 રન પર છે. તેણે 3 છગ્ગા ફટકાર્યા છે. તેની સાથે હસન નવાઝ પણ ત્રણ બોલમાં ત્રણ રન પર છે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
IND vs PAK Score Live: પાકિસ્તાનની ચોથી વિકેટ પડી અક્ષર પટેલે 10મી ઓવરના છેલ્લા બોલ પર પાકિસ્તાનને ચોથો ઝટકો આપ્યો. કેપ્ટન સલમાન અલી આગા 12 બોલમાં ત્રણ રન બનાવીને આઉટ થયો. 10 ઓવર પછી પાકિસ્તાનનો સ્કોર 49/4 છે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
IND vs PAK Score Live: વરુણ ચક્રવર્તીએ બે રન આપ્યા વરુણ ચક્રવર્તીએ 9મી ઓવરમાં ફક્ત બે રન આપ્યા. 9 ઓવર પછી, પાકિસ્તાનનો સ્કોર 3 વિકેટે 47 રન છે. સાહિબજાદા ફરહાન 27 બોલમાં બે છગ્ગા સાથે 22 રન પર છે. કેપ્ટન સલમાન આગા છ બોલમાં એક રન પર છે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
IND vs PAK Score Live: પાકિસ્તાનની ત્રીજી વિકેટ પડી પાકિસ્તાનની ત્રીજી વિકેટ 7.4 ઓવરમાં 45 રનના સ્કોર પર પડી. અક્ષર પટેલે ફખર ઝમાનને કેચ આઉટ કરાવ્યો. તે 15 બોલમાં 17 રન બનાવીને પેવેલિયન પાછો ફર્યો.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
IND vs PAK Score Live: કુલદીપે 2 રન આપ્યા કુલદીપ યાદવે સાતમી ઓવરમાં ફક્ત બે રન આપ્યા. 7 ઓવર પછી, પાકિસ્તાનનો સ્કોર બે વિકેટે 44 રન છે. ફખર ઝમાન 13 બોલમાં 3 ચોગ્ગા સાથે 17 રન પર છે. સાહિબજાદા ફરહાન 23 બોલમાં 20 રન પર છે. તેણે બે છગ્ગા ફટકાર્યા છે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
IND vs PAK Score Live: પાકિસ્તાને પાવરપ્લેના ૬ ઓવરના અંતે ૪૨ રન બનાવીને ૨ વિકેટ ગુમાવી પાકિસ્તાને પાવરપ્લેના ૬ ઓવરના અંતે ૪૨ રન બનાવીને ૨ વિકેટ ગુમાવી છે. સાહિબઝાદા ફરહાન અને ફખર ઝમાનની જોડીએ પાકિસ્તાનની ઇનિંગ્સને સંભાળી છે. બુમરાહ અને પંડ્યાની શરૂઆતની ઓવરોમાં બે વિકેટ પડ્યા બાદ, આ બંને બેટ્સમેનોએ ભારતીય બોલરો સામે સંયમપૂર્વક બેટિંગ કરીને સ્કોરબોર્ડને ગતિ આપી છે. ખાસ કરીને, સાહિબઝાદા ફરહાને જસપ્રિત બુમરાહની બોલિંગમાં બે શાનદાર છગ્ગા ફટકાર્યા છે. આ પાર્ટનરશિપ ભારત માટે થોડી ચિંતાજનક બની શકે છે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
IND vs PAK Score Live: પાકિસ્તાને ૫ ઓવરના અંતે ૩૨ રન બનાવીને ૨ વિકેટ ગુમાવી છે પાકિસ્તાને ૫ ઓવરના અંતે ૩૨ રન બનાવીને ૨ વિકેટ ગુમાવી છે. જેમાં ફખર ઝમાન અને સાહિબઝાદા ફરહાન ક્રિઝ પર છે. ભારતીય બોલિંગની શાનદાર શરૂઆતને કારણે પાકિસ્તાન પર સતત દબાણ જળવાઈ રહ્યું છે. ભારતીય બોલરોએ અત્યાર સુધીમાં શિસ્તબદ્ધ બોલિંગ કરીને પાકિસ્તાની બેટ્સમેનોને મોટા શોટ રમવાની તક આપી નથી.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
IND vs PAK Score Live: પાકિસ્તાને ૪ ઓવરના અંતે ૨ વિકેટ ગુમાવીને ૨૬ રન બનાવ્યા ભારતીય બોલરોએ પાકિસ્તાની બેટ્સમેનો પર દબાણ જાળવી રાખ્યું છે. પાકિસ્તાને ૪ ઓવરના અંતે ૨ વિકેટ ગુમાવીને ૨૬ રન બનાવ્યા છે. જસપ્રિત બુમરાહ અને હાર્દિક પંડ્યાએ અનુક્રમે ૧ અને ૧ વિકેટ લીધી છે. હાલમાં ફખર ઝમાન અને સાહિબઝાદા ફરહાન ક્રિઝ પર છે અને પાકિસ્તાનનો રન રેટ ૬.૫૦ છે. ભારતીય બોલિંગની શાનદાર શરૂઆતને કારણે પાકિસ્તાન શરૂઆતમાં જ મુશ્કેલીમાં મુકાઈ ગયું છે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
IND vs PAK Score Live: પાકિસ્તાન ૩.૨ ઓવરમાં ૨૦/૨
પાકિસ્તાન: ૩.૨ ઓવરમાં ૨૦/૨ (૨૦ રન, ૨ વિકેટ)
બેટિંગ: ફખર ઝમાન (૧૦ રન), સાહિબઝાદા ફરહાન (૩ રન)
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
IND vs PAK Score Live: પાકિસ્તાનનો સ્કોર 7/2 જસપ્રીત બુમરાહે બીજી ઓવરમાં ફક્ત બે રન આપ્યા અને મોહમ્મદ હરિસને આઉટ કર્યો. 2 ઓવર પછી, પાકિસ્તાનનો સ્કોર બે વિકેટે સાત રન છે. ફખર ઝમાન ત્રણ બોલમાં એક રન પર છે. તેની સાથે, સાહિબજાદા ફરહાન ત્રણ બોલમાં બે રન પર છે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
IND vs PAK Score Live: પાકિસ્તાનની બીજી વિકેટ પડી પાકિસ્તાનની બીજી વિકેટ માત્ર 6 રન પર પડી. જસપ્રીત બુમરાહે મોહમ્મદ હેરિસને આઉટ કરીને પાકિસ્તાન ટીમને બીજો ઝટકો આપ્યો. પાંચ બોલમાં ત્રણ રન બનાવીને હેરિસ આઉટ થયો. હાર્દિકે તેનો કેચ પકડ્યો.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
India vs Pakistan Match Live Score: પ્રથમ ઓવર પછી પાકિસ્તાનનો સ્કોર 5/1 હાર્દિક પંડ્યાએ પ્રથમ ઓવરમાં પાંચ રન આપ્યા અને એક વિકેટ લીધી. સેમ અયુબ શૂન્ય રન પર આઉટ થયો. સાહિબજાદા ફરહાન એક બોલમાં એક રન પર છે અને મોહમ્મદ હરિસ ચાર બોલમાં ત્રણ રન પર છે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
India vs Pakistan Match Live Score: પાકિસ્તાનની પહેલી વિકેટ પડી હાર્દિક પંડ્યાએ પહેલી જ ઓવરમાં ટીમ ઈન્ડિયાને સફળતા અપાવી. સેમ અયુબ શૂન્ય પર આઉટ થયો. જસપ્રીત બુમરાહે સેમ અયુબનો કેચ પકડ્યો.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
India vs Pakistan Match Live Score: ભારત-પાકિસ્તાન મેચ શરૂ 2025 એશિયા કપની સૌથી મોટી મેચ શરૂ થઈ ગઈ છે. પાકિસ્તાન તરફથી સાહિબજાદા ફરહાન અને સેમ અયુબ ઓપનિંગ કરવા આવ્યા છે. હાર્દિક પંડ્યા બોલિંગ કરી રહ્યો છે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
India vs Pakistan Match Live Score: પાકિસ્તાન ટીમમાં 5 સ્પિનર પાકિસ્તાન ટીમે કુલ પાંચ સ્પિનરોને ટીમમાં સ્થાન આપ્યું છે. જેમાં ચાઇનામેન સુફિયામ મુકીમ, મિસ્ટ્રી સ્પિનર અબરાર અહેમદ અને ઓલરાઉન્ડર મોહમ્મદ નવાઝ, સેમ અયુબ અને સલમાન અલી આગાનો સમાવેશ થાય છે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
India vs Pakistan Match Live Score: ભારતની પ્લેઈંગ ઈલેવન અભિષેક શર્મા, શુભમન ગિલ, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), તિલક વર્મા, સંજુ સેમસન (વિકેટકીપર), શિવમ દુબે, હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ અને વરુણ ચક્રવર્તી
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
India vs Pakistan Match Live Score: પાકિસ્તાનની પ્લેઈંગ ઈલેવન સાહિબજાદા ફરહાન, સામ અયુબ, મોહમ્મદ હરિસ (વિકેટકીપર), ફખર ઝમાન, સલમાન આગા (કેપ્ટન), હસન નવાઝ, મોહમ્મદ નવાઝ, ફહીમ અશરફ, શાહીન આફ્રિદી, સુફિયાન મુકીમ અને અબરાર અહેમદ
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
India vs Pakistan Match Live Score: પાકિસ્તાને ટોસ જીત્યો પાકિસ્તાનના કેપ્ટન સલમાન અલી આગાએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો. ટીમ ઈન્ડિયા પહેલા બોલિંગ કરશે. સ્ટેડિયમ હાલમાં ભરાયેલું દેખાતું નથી. સ્ટેન્ડમાં ઘણી બેઠકો ખાલી જોવા મળી રહી છે.
આજના ભારત-પાકિસ્તાન મુકાબલાને લઈને દેશભરમાં બે અલગ-અલગ દૃષ્ટિકોણ જોવા મળી રહ્યા છે. કેટલાક ક્રિકેટપ્રેમીઓ પહેલગામ આતંકવાદી હુમલાના વિરોધમાં આ મેચનો બહિષ્કાર કરવા માંગે છે, જ્યારે મોટી સંખ્યામાં ચાહકો માને છે કે ક્રિકેટ જેવી રમતને રાજકારણથી દૂર રાખવી જોઈએ. આ વિરોધ વચ્ચે પણ દુબઈ ઇન્ટરનેશનલ સ્ટેડિયમની બહાર ભારે ભીડ જોવા મળી રહી છે, જે દર્શાવે છે કે આ મહામુકાબલા માટે ચાહકોનો ઉત્સાહ ઓછો થયો નથી. ભારતીય સમય મુજબ, મેચનો ટોસ રાત્રે 7:30 વાગ્યે થશે અને મેચનો પ્રારંભ રાત્રે 8 વાગ્યે થશે.
**એશિયા કપ 2025 માં આ બંને ટીમોનો આ બીજો મુકાબલો છે. બંને ટીમો માટે આ મેચ જીતવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. જે ટીમ આ મેચ જીતશે, તેનું સુપર-4 રાઉન્ડમાં સ્થાન લગભગ નિશ્ચિત થઈ જશે. હારનારી ટીમે પોતાની છેલ્લી લીગ મેચમાં જીત મેળવવી અનિવાર્ય બની રહેશે. અગાઉ, ભારતે પોતાની પ્રથમ મેચમાં યુએઈને અને પાકિસ્તાને ઓમાનને હરાવીને જીત મેળવી હતી.
દુબઈ ઇન્ટરનેશનલ સ્ટેડિયમની પિચ ઝડપી બોલરો અને સ્પિનરો બંને માટે અનુકૂળ રહેશે. શરૂઆતમાં, નવા બોલથી ફાસ્ટ બોલરોને સારો ઉછાળો અને સ્વિંગ મળી શકે છે. જેમ જેમ મેચ આગળ વધશે, તેમ તેમ જૂના બોલથી સ્પિનરોને પણ મદદ મળશે. આથી, આ મેદાન પર હાઇ-સ્કોરિંગ મેચ થવાની સંભાવના ઓછી છે. આ મેદાન પર અત્યાર સુધી રમાયેલી 94 મેચોમાંથી ટોસ જીતનારી ટીમે 54 મેચ જીતી છે, જ્યારે પ્રથમ બેટિંગ કરનારી ટીમે 46 મેચમાં વિજય મેળવ્યો છે. લક્ષ્યનો પીછો કરનારી ટીમ 48 મેચમાં જીતી છે, જે દર્શાવે છે કે ટોસ જીતીને બેટિંગ કે બોલિંગ કરવાનો નિર્ણય મેચ પર મોટી અસર કરી શકે છે.
એશિયા કપ 2025 નું પ્રસારણ સોની સ્પોર્ટ્સ નેટવર્ક દ્વારા કરવામાં આવી રહ્યું છે. તમે આ મેચ ટીવી પર Sony Sports 1, Sony Sports 3, Sony Sports 4 અને Sony Sports 5 પર જોઈ શકશો. મોબાઇલ પર મેચ જોવા માટે, દર્શકો Sony Liv એપ અને તેની વેબસાઈટ પર સ્ટ્રીમ કરી શકશે.
મેચની આગાહી મુજબ, ટીમ ઈન્ડિયા ને આ મેચ જીતવાની વધુ શક્યતા છે. ભારતીય ટીમ દરેક ક્ષેત્રમાં પાકિસ્તાન કરતાં વધુ મજબૂત દેખાઈ રહી છે. તેમ છતાં, પાકિસ્તાન જેવી ટીમ કોઈ પણ સમયે મેચનું પાસું પલટી શકે છે, તેથી એક રોમાંચક મુકાબલો જોવા મળશે તેવી અપેક્ષા છે.