India vs Pakistan Asia Cup 2022: એશિયાઈ ક્રિકેટનો સૌથી મોટો મહાકુંભ એટલે એશિયા કપનું બિગુલ ફુંકાઈ ચુક્યું છે. 27 ઓગષ્ટથી આ ટૂર્નામેન્ટ રમાવાની શરુ થશે. આ વખતે પણ એશિયા કપનું ફોર્મેટ ટી20 છે. તો આ ટૂર્નામેન્ટમમાં કુલ 6 ટીમો ભાગ લેશે. જો કે, ફેન્સ વચ્ચે એશિયા કપમાં સૌથી વધુ ક્રેઝ એ વાતનો છે કે, આ વખતે ભારત અને પાકિસ્તાન વચ્ચે એકથી વધુ વખત ટક્કર થઈ શકે છે. ત્યારે હવે પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટરે મોટો દાવો કર્યો છે.


પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર તૈસીફ અહમદે પાકિસ્તાનની એક ટીવી ચેનલ પર વાતચીતમાં કહ્યું કે, પાકિસ્તાને એશિયા કપ માટે એક મજબૂત ટીમ નથી બનાવી. તેમણે એ પણ દાવો કર્યો કે, પાકિસ્તાનનું ફોકસ એશિયા કપ જીતવા કરતાં ભારત સામેની 2 થી 3 ત્રણ પર રહેલું છે.


પાકિસ્તાનને એશિયા કપની પરવા નથીઃ તૌસીફ અહમદ


તોસીફ અહમદે કહ્યું કે, જો તમે એક સારી ટીમ નથી બનાવી શકતા તો ફરી એ ટીમનો કોઈ આધાર નથી રહેતો. કેટલાક સમય પહેલાં સઉદ શકીલ સહિત કેટલાક યુવા ખેલાડીઓને ટીમમાં લાવવામાં આવ્યા હતા. તે બધા હવે ક્યાં છે? મુશ્કેલ સમયમાં ટીમમ માટે કામ આવનાર ખેલાડી આજે નથી. તેમને એશિયા કપની પરવા જ નથી.


તેમણે આગળ કહ્યું કે, અમે ઈચ્છીએ છીએ કે, એશિયા કપમાં પાકિસ્તાનની ટીમ શાનદાર રમત રમે અને ટ્રોફી જીતે. અમને લાગે છે કે, ટીમમાં શોએબ મલિકને પણ સામેલ કરવામાં આવશે કારણ કે તે એક એવો ખેલાડી છે જે મુશ્કેલ સમયમાં ટીમને કામ લાગી શકે છે.


28 ઓગષ્ટે થશે ટક્કરઃ


તમારી જાણકારી માટે જણાવી દઈએ કે, 2022 એશિયા કપ આ વખતે યુએઈમાં રમાનાર છે. તો ટૂર્નામેન્ટનો મહામુકાબલો એટલે કે, ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ 28 ઓગષ્ટના દિવસે રમાશે. દિલચસ્પ વાત એ છે કે, આ વખતે એશિયા કપમાં ત્રણ વખત ભારત અને પાકિસ્તાન વચ્ચે ટક્કર થઈ શકે છે.


આ પણ વાંચોઃ


RBIએ આ બેન્કનું લાયસન્સ કર્યું રદ, છ સપ્તાહમાં બેન્ક થઇ જશે બંધ, શું તમારું તો એકાઉન્ટ નથી ને ?


PIB Fact Check: શું તમે 20 રૂપિયાની કિંમતનો તિરંગા ધ્વજ ખરીદશો તો જ તમને રાશન મળશે? જાણો સોશિયલ મીડિયા પર વાયરલ વીડિયોનું સત્ય