Shahid Afridi Statement, India vs Pakistan : પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદી અવારનવાર પોતાના નિવેદનોને લઈને ચર્ચામાં રહે છે. હવે તેણે ભારત દ્વારા યોજાનાર આગામી ODI વર્લ્ડ કપને લઈને આગ ઝરતું નિવેદન આપ્યું છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) દ્વારા આ ICCની  મેગા ટૂર્નામેન્ટમાં ભાગ લેવા અંગે ઘણી વાતો કહેવામાં આવી છે.


ગાલ પર થપ્પડ...


પાકિસ્તાનના દિગ્ગજ ક્રિકેટર શાહિદ આફ્રિદીએ ફરી એકવાર વિવાદિત નિવેદન આપ્યું છે. તેણે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) વિશે રીતસરનું હળહળતુ જુઠ્ઠાણું ચલાવ્યું છે. આફ્રિદીએ કહ્યું છે કે, જો પાકિસ્તાન ભારત જાય છે અને વર્લ્ડકપ જીતે તો તે BCCIના મોઢા પર સણસણતો તમાચો હશે. ક્રિકેટ પાકિસ્તાન ડોટ કોમે આફ્રિદીને ટાંકીને આ અહેવાલ આપ્યો જાહેર છે કે, આગામી ODI વર્લ્ડકપ ઓક્ટોબર-નવેમ્બર 2023માં ભારત દ્વારા આયોજિત થવાનો છે.


પીસીબી કેમ હથ્યું છે?


ભૂતપૂર્વ ઓલરાઉન્ડર આફ્રિદીએ કહ્યું હતું કે, પાકિસ્તાન ટીમ મેનેજમેન્ટે તેમના ખેલાડીઓને ભારતમાં રમવા મોકલવા જોઈએ. તેણે કહ્યું હતું કે, જો પાકિસ્તાનની ટીમ વર્લ્ડકપની ટ્રોફી જીતી જાય છે તો બધું જ સકારાત્મક અને સ્માર્ટ રીતે ઉકેલાઈ જશે. તેણે એમ પણ કહ્યું હતું કે, એ વાત મારી સમજની બહાર છે કે, PCB શા માટે હઠાગ્રહ પર બેઠું છે કે પાકિસ્તાની ટીમ ભારત નહીં જાય. મારા મતે તો તેઓએ પરિસ્થિતિને થોડી સામાન્ય કરવાની જરૂર છે અને એ પણ સમજવું જોઈએ કે આઈસીસી ક્રિકેટ ટુર્નામેન્ટ થવા જઈ રહી છે.


આખો દેશ તમારી પાછળ ઉભો રહેશે


પાકિસ્તાને આ વર્ષે એશિયા કપની યજમાની કરવાની છે. જો કે આ અંગે પણ સ્થિતિ સ્પષ્ટ નથી કારણ કે BCCI સેક્રેટરી જય શાહે સ્પષ્ટ કર્યું છે કે, ભારતીય ટીમ પાકિસ્તાન નહીં જાય. જય શાહ ACCના ચીફ પણ છે. આફ્રિદીએ કહ્યું હતું કે, જો પાકિસ્તાનની ટીમ ટ્રોફી લાવશે તો આખો દેશ તમારી પાછળ ઉભો રહેશે. તે અમારા માટે મોટી જીત અને BCCIના ગાલ પર થપ્પડ સમાન હશે. PCB પાસે કોઈ ખાસ વિકલ્પો રહી જતા નથી.


યાસીન મલિકના સમર્થનમાં આવ્યો પાક.નો પૂર્વ ક્રિકેટર શાહિદ આફ્રિદી, તો અમિત મિશ્રાએ પણ કર્યો વળતો પ્રહાર


પાકિસ્તાન ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદી (Shahid Afridi) કાશ્મીરી અલગાવવાદી નેતા યાસીન મલિકના (Yasin Malik) સમર્થનમાં આવ્યો છે.  જણાવી દઈએ કે, યાસીન મલિકની સજા પર આજે NIAની વિશેષ અદાલતમાં દલિલો પૂર્ણ થઈ ગઈ અને કોર્ટે તેને આજીવન કેદની સજા ફટકારી છે. કોર્ટે સજાનું એલાન કર્યું તે પહેલાં આફ્રિદીએ યાસીન મલિકના સમર્થનમાં એક ટ્વીટ કર્યું હતું. જો કે, ભારતીય ક્રિકેટર અમિત મિશ્રાએ આફ્રિદીને જડબાતોડ જવાબ આપ્યો છે.