IND vs SA, 1st Test, Day 1 : પ્રથમ દિવસના અંતે ટીમ ઇન્ડિયાના ત્રણ વિકેટે 272 રન, કેએલ રાહુલની સદી
IND vs SA, 1st Test, Day 1: સાઉથ આફ્રિકાસ સામે પ્રથમ ટેસ્ટમાં ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે.
સાઉથ આફ્રિકા સામેની પ્રથમ ટેસ્ટમાં પ્રથમ ઇનિંગમાં જ લોકેશ રાહુલે સદી ફટકારી છે. કેએલ રાહુલ 106 રને રમતમાં છે. ટીમ ઇન્ડિયાએ ત્રણ વિકેટ ગુમાવી 240 રન બનાવી લીધા છે.
પ્રથમ ટેસ્ટના પ્રથમ દિવસનું પ્રથમ સત્ર ટીમ ઈન્ડિયાના નામે રહ્યું છે. લંચ સમયે ભારતે 28 ઓવરમાં વિના વિકેટે 83 રન બનાવી લીધા છે. લોકેશ રાહુલ 29 અને મયંક અગ્રવાલ 46 રને રમતમાં છે.
દક્ષિણ આફ્રિકામાં ટેસ્ટ સીરિઝની શરૂઆતની પ્રથમ મેચમાં ઓપનરોએ 50થી વધુ રનની ભાગીદારી કરી હોય તેવું 2007-8 બાદ પ્રથમ વખત બન્યું હતું. ભારતીય ઓપનરોએ આ કારનામું કર્યુ છે. આ પહેલા 2007-08માં ડેરેન ગંગા અને ક્રિસ ગેઇલે પોર્ટ એલિઝાબેથમાં આમ કર્યુ હતું.
22 ઓવરના અંતે ભારતનો સ્કોર વિના વિકેટે 65 રન છે. લોકેશ રાહુલ 22 અને મયંક અગ્રવાલ 39 રને રમતમાં છે.
ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમને ઓપનરોએ સંગીન શરૂઆત અપાવી છે. ભારતનો સ્કોર 19 ઓવરના અંતે વિના વિકેટે 56 રન છે. વાઇસ કેપ્ટન કેએલ રાહુલ 20 અને મયંક અગ્રવાલ 36 રને રમતમાં છે.
બ્રેકગ્રાઉન્ડ
IND vs SA, 1st Test, Day 1: સેન્ચુરિયનમાં રમાઈ રહેલી પહેલી ટેસ્ટમાં ભારતીય ટીમના કેપ્ટન કોહલીએ ટોસ જીતીને પ્રથમ બેટિંગનો ફેંસલો કર્યો છે. ટેસ્ટ ટીમમાં રહાણેને વધુ એક વખત તક આપવામાં આવી છે.
પ્રથમ ટેસ્ટમાં ભારતીય ટીમ આ પ્રમાણે છેઃ વિરાટ કોહલી, કે.એલ.રાહુલ, મયંક અગ્રવાલ, ચેતેશ્વર પુજારા, અજિંક્ય રહાણે, રિષભ પંત, રવિચંદ્રન અશ્વિન, શાર્દૂલ ઠાકુર, મોહમ્મદ શમી, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ
દક્ષિણ આફ્રિકાની પ્લેઇંગ ઇલેવનઃ ડીન એલ્ગર, એડન મારક્રમ, કિગન પીટરસન, આર.વેન ડેર ડુસેન, તેમ્બા બવુમા, ક્વિંટન ડિકોક, વિઆન મલ્ડર, કેશવ મહારાજ, કગિસો રબાડા, લુન્ગી એન્ગિડી, માર્કો જેન્સેન
- - - - - - - - - Advertisement - - - - - - - - -