IND vs SA: ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે 9 જૂનથી પાંચ મેચની T20 શ્રેણી રમાશે. આ શ્રેણીની પ્રથમ T20 દિલ્હીના ફિરોઝ શાહ કોટલા મેદાનમાં રમાશે. આ સીરીઝમાં કેએલ રાહુલ ટીમ ઈન્ડિયાનો કેપ્ટન છે જ્યારે ઋષભ પંત વાઇસ કેપ્ટન છે. ચાલો જાણીએ કે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવન પ્રથમ T20માં કેવી હોઈ શકે છે.
પ્રથમ T20માં ટીમ ઈન્ડિયાની સંભવિત પ્લેઈંગ ઈલેવન - કેએલ રાહુલ, ઈશાન કિશન, શ્રેયસ ઐયર, ઋષભ પંત, હાર્દિક પંડ્યા, દિનેશ કાર્તિક, અક્ષર પટેલ, યુઝવેન્દ્ર ચહલ, હર્ષલ પટેલ, ભુવનેશ્વર કુમાર અને ઉમરાન મલિક.
ક્યાંથી થશે લાઇવ ટેલિકાસ્ટ
ભારત-દક્ષિણ આફ્રિકા પ્રથમ ટી20 શ્રેણીનું લાઇવ ટેલિકાસ્ટ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પરથી થશે. સ્ટાર સ્પોર્ટ્સ 1, સ્ટાર સ્પોર્ટ્સ 3 અને સ્ટાર ગોલ્ડ 2 ચેનલ પરથી મેચ જોઈ શકાશે. દૂરદર્શન પરથી પણ મેચનું જીવંત પ્રસારણ થશે.
કેટલા વાગે શરૂ થશે મેચ
ભારતીય સમય પ્રમાણે સાંજે 7 કલાકે મેચ શરૂ થશે અને 6.30 કલાકે ટોસ થશે. ટોસ જીતનારી ટીમ પ્રથમ ફિલ્ડિંગ કરશે તેમ માનવામાં આવે છે.
T20 સીરીઝનો કાર્યક્રમઃ
- પહેલી મેચ - 9 જૂન, અરુણ જેટલી સ્ટેડિયમ દિલ્હી
- બીજી મેચ - 12 જૂન, બારાબતી સ્ટેડિયમ, કટક
- ત્રીજી મેચ - 14 જૂન, વીડીસીએ ક્રિકેટ સ્ટેડિયમ, વિશાખાપટ્ટનમ
- ચોથી મેચ - 17 જૂન, સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો. સ્ટેડિયમ, રાજકોટ
- પાંચમી મેચ - 19 જૂન, એમ.ચિન્નાસ્વામી સ્ટેડિયમ, બેંગ્લોર
સાઉથ આફ્રિક સામે ટી-20 સીરિઝની જાહેર થયેલી ભારતીય ટીમ
કેએલ રાહુલ (કેપ્ટન), ઋતુરાજ ગાયકવાડ, ઈશાન કિશન. દીપક હુડા, શ્રેયસ અય્યર, રિષભ પંત (વિકેટકિપર), દિનેશ કાર્તિક (વિકેટકિપર), હાર્દિક પંડ્યા, વેંકટેશ અય્યર, યુઝવેંદ્ર ચહલ, કુલદીપ યાદવ, અક્ષર પટેલ, રવિ બિશ્નોઈ, ભુવનેશ્વર કુમાર, હર્ષલ પટેલ, અવેશ ખાન, અર્શદીપ સિંહ, ઉમરાન મલિક
ટી-20 શ્રેણી માટે દક્ષિણ આફ્રિકાની ટીમ
બાવુમા (કેપ્ટન), ક્વિન્ટોન ડી કોક, રીઝા હેન્ડ્રિક્સ, હેનરિચ ક્લાસેન, કેશવ મહારાજ, એડન માર્કરામ, ડેવિડ મિલર, લુંગી એનગિડી, એનરિક નોર્ટ્જે, વેઇન પાર્નેલ, ડ્વેન પ્રેટોરિયસ, કાગિસો રબાડા, તબરાઇઝ શમ્સી, ટ્રિસ્ટન સ્ટબ્સ, રોસી વાન ડેર ડુસન અને માર્કો જેન્સન