IND vs SA Test Series: ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે આજથી ટેસ્ટ સીરીઝ શરૂ થઈ રહી છે. દક્ષિણ આફ્રિકાના પ્રવાસે ગયેલી ટીમ ઈન્ડિયાએ પહેલા ટી-20 સીરીઝ રમી, પછી વનડે સીરીઝ જીતી અને હવે ટેસ્ટ સીરીઝમાં ઈતિહાસ રચવા માટે તૈયાર છે. ભારતીય ક્રિકેટ ટીમ આજ સુધી દક્ષિણ આફ્રિકામાં ક્યારેય ટેસ્ટ સીરીઝ જીતી શકી નથી.


આજથી શરૂ થશે ભારત-સાઉથ આફ્રિકા ટેસ્ટ સીરીઝ
આ વખતે ટીમ ઈન્ડિયા રોહિત શર્માની કપ્તાનીમાં પ્રથમ વખત દક્ષિણ આફ્રિકામાં ટેસ્ટ સીરીઝ શરૂ કરવા જઈ રહી છે. આવી સ્થિતિમાં આશા છે કે નવા કેપ્ટન સાથે ટીમ ઈન્ડિયા દક્ષિણ આફ્રિકામાં એક નવો રેકોર્ડ બનાવશે અને નવો ઈતિહાસ રચશે, પરંતુ જો તમે ટીમ ઈન્ડિયાની આ શાનદાર મેચ મફતમાં જોવા ઈચ્છો છો, તો ચાલો તમને જણાવીએ. 


ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે આજથી 2 મેચની ટેસ્ટ સીરિઝ શરૂ થઈ રહી છે. આ સીરીઝની પ્રથમ મેચ આજે સેન્ચુરિયન મેદાન પર રમાશે. આ મેચ ભારતીય સમય અનુસાર બપોરે 1.30 વાગ્યે શરૂ થશે. જો તમે આ મેચ ટીવી પર જોવા માંગતા હોવ, તો તમે સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્કની ચેનલોને ટ્યૂન કરીને ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની આ ટેસ્ટ મેચનો આનંદ માણી શકો છો.


મફતમાં કઇ રીતે જોઇ શકશો લાઇવ મેચ 
આ ઉપરાંત જો તમે તમારા મોબાઇલ ફોન પર ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની આ મનોરંજક ટેસ્ટ મેચનું લાઇવ સ્ટ્રીમિંગ જોવા માંગો છો, તો તમારે તમારા મોબાઇલ ફોન પર ડિઝની પ્લસ હૉટસ્ટાર એપ્લિકેશન ડાઉનલૉડ કરવી પડશે. તે પછી સ્પોર્ટ્સ વિભાગમાં જઈને, તમે સીધા જ ભારત વિરૂદ્ધ દક્ષિણ આફ્રિકાની ટેસ્ટ મેચ જોઈ શકો છો.


તમને જણાવી દઈએ કે આ મેચનું લાઈવ સ્ટ્રીમિંગ જોવા માટે તમારે એક પણ રૂપિયો ખર્ચવાની જરૂર નહીં પડે. મતલબ કે તમારે કોઈપણ એપનું સબસ્ક્રિપ્શન લેવાની જરૂર નથી. તમે ડિઝની પ્લસ હૉટસ્ટાર એપ ડાઉનલોડ કરીને આ મેચનું લાઈવ સ્ટ્રીમિંગ ફ્રીમાં જોઈ શકશો.