IND vs SA, 1st Test: સેન્યુરિયનમાં દક્ષિણ આફ્રિકા સામે રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટના ચોથા દિવસે ભારતીય ટીમ બીજી ઈનિંગમાં 174 રનમાં ઓલઆઉટ થઈ હતી. ભારત તરફથી વિકેટકિપર બેટ્સમેન રિષભ પંતે સર્વાધિક 34 રન બનાવ્યા હતા. ઈંગ્લેન્ડે તરફથી રબાડા અને જેનસને 4-4 તથા એન્ગિડીએ 2 વિકેટ લીધી હતી. રબાડાએ 17 નોબોલ નાંખ્યા હતા. ભારતે પ્રથમ ઈનિંગમાં 130 રનની લીડ લીધી હોવાથી દક્ષિણ આફ્રિકાને મેચ જીતવા 305 રનનો ટાર્ગેટ આપ્યો છે.




ત્રીજા દિવસે શું થયું


ભારતે સાઉથ આફ્રિકા સામેની શ્રેણીની પ્રથમ ટેસ્ટમાં ત્રીજા દિવસની રમતમાં 18  વિકેટો પડી હતી. ભારતે ઈનિંગને 3 વિકેટે 272 રનના સ્કોરને આગળ ધપાવી હતી અને 55 રન ઉમેરતા બાકીની સાત વિકેટ ગુમાવી હતી. ભારતે પ્રથમ ઈનિંગમાં 327 રન બનાવ્યા હતા. એન્ગિડીએ છ વિકેટ ઝડપી હતી. જેના જવાબમાં દક્ષિણ આફ્કિા પ્રથમ ઈનિંગમાં 197 રનમાં ઓલઆઉટ થતાં ભારતને 130 રનની લીડ મળી હતી. ભારત તરફથી શમીએ 5 વિકેટ લીધી હતી. જેની સાથે તે ટેસ્ટમાં 200 વિકેટ લેનારો પાંચમો ભારતીય ફાસ્ટ બોલર બન્યો હતો. 


બીજા દિવસે શું થયું


બીજા દિવસની રમત વરસાદે ધોઈ નાંખી હતી. એક પણ બોલ ફેંકાયો નહોતો.


પ્રથમ દિવસે શું થયું


પ્રથમ દિવસે ભારતે ટોસ જીતીને બેટિંગનો ફેંસલો લીધો હતો. પ્રથમ દિવસે ભારતકે 3 વિકેટના નુકસાન પર 272 રન બનાવ્યા હતા, લોકેશે રાહુલ 122 અને રહાણે 40 રને રમતમાં હતા.


પ્રથમ ટેસ્ટમાં ભારતીય ટીમ આ પ્રમાણે છેઃ વિરાટ કોહલી, કે.એલ.રાહુલ, મયંક અગ્રવાલ, ચેતેશ્વર પુજારા, અજિંક્ય રહાણે, રિષભ પંત, રવિચંદ્રન અશ્વિન, શાર્દૂલ ઠાકુર, મોહમ્મદ શમી, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ


દક્ષિણ આફ્રિકાની પ્લેઇંગ ઇલેવનઃ ડીન એલ્ગર, એડન મારક્રમ, કિગન પીટરસન, આર.વેન ડેર ડુસેન, તેમ્બા બવુમા, ક્વિંટન ડિકોક, વિઆન મલ્ડર, કેશવ મહારાજ, કગિસો રબાડા, લુન્ગી એન્ગિડી, માર્કો જેન્સેન