IND vs SA, 2nd ODI : સાઉથ આફ્રિકા સામે બીજી વન ડેમાં ભારતની 8 વિકેટથી હાર, સીરિઝ 1-1થી બરાબર

IND vs SA 2nd ODI Updates: મેચમાં સાઉથ આફ્રિકાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગનો ફેંસલો કર્યો છે.

એબીપી અસ્મિતા વેબ ટીમ Last Updated: 19 Dec 2023 11:28 PM
સીરિઝ 1-1થી બરાબર

બીજી વન ડે જીતવા ભારતે આપેલા 212 રનના ટાર્ગેટને સાઉથ આફ્રિકાએ 2 વિકેટ ગુમાવી હાંસલ કર્યો હતો.  ઓપનર ટોનીએ કરિયરની પ્રથમ સદી ફટકારી હતી. તે 119 રન બનાવી નોટ આઉટ રહ્યો હતો. તેણે હેન્ડ્રીક્સ (52 રન) સાથે પ્રથમ વિકેટ માટે 131 રનની પાર્ટનરશિપ કરી જીતનો પાયો નાંખ્યો હતો. વાન ડેર ડુસેને 36 રન બનાવ્યા હતા. ભારત તરફથી અર્શદીપ સિંહ અને રિંકુ સિંહને 1-1 સફળતા મળી હતી. દક્ષિણ આફ્રિકાએ મેચ જીતવાની સાથે જ સીરિઝ 1-1થી બરાબર થઈ ગઈ છે.

ટોનીની સદી

દક્ષિણ આફ્રિકાના બેટ્સમેન ટોનીએ સદી ફટકારી છે. તેની કરિયરની આ પ્રથમ સદી છે.  દક્ષિણ આફ્રિકાનો સ્કોર 200 રન નજીક પહોંચી ગયો છે. ભારતના બોલરોએ આજે નિરાશ કર્યા છે.

દક્ષિણ આફ્રિકા 150 રનને પાર

દક્ષિણ આફ્રિકા જીત તરફ આગળ વધી રહ્યું છે. 31 ઓવરના અંતે સાઉથ આફ્રિકાનો સ્કોર 1 વિકેટના નુકસાન પર 160 રન છે.  ટોની ઝોર્જી 88 રને અને ડુસેન 15 રને રમતમાં છે.

ભારતને મળી પ્રથમ વિકેટ

ભારતને પ્રથમ સફળતા મળી છે. 28 ઓવરના અંતે સાઉથ આફ્રિકાનો સ્કોર 1 વિકેટના નુકસાન પર 130 રન છે. અર્શદીપ સિંહે હેન્ડ્રીક્સને 52 રને મુકેશ કુમારના હાથે કેચ આઉટ કરાવ્યો હતો.

ભારતને વિકેટની જરૂર

212 રનનો પીછો કરતી વખતે સાઉથ આફ્રિકાએ મજબૂત શરૂઆત કરી છે. 18 ઓવરના અંતે સાઉથ આફ્રિકાએ વિના વિકેટે  77 રન બનાવી લીધા થે. હેન્ડ્રીક્સ 25 અને ઝોરઝી 50 રને રમતમાં છે.

ભારત 211 રનમાં ઓલઆઉટ

દક્ષિણ આફ્રાિકા સામે બીજી વન ડેમાં ભારત પ્રથમ બેટિંગ કરતાં 46.2 ઓવરમાં 211 રન બનાવી ઓલઆઉટ થયું હતું. ભારત તરફથી સાઈ સુદર્શને સર્વાધિક 62 રન બનાવ્યા હતા. જ્યારે કે એલ રાહુલે 52 રનનું યોગદાન આપ્યું હતું.  સાઉથ આફ્રિકા તરફથી બર્ગરે 3, કેશવ મહારાજ અને હેન્રીક્સે 2-2 વિકેટ લીધી હતી.





ભારતે ગુમાવી સાતમી વિકેટ

કેએલ રાહુલ, રિંકુ સિંહ અને કુલદીપ યાદવની વિકેટ ભારતે ટૂંકા ગાળામાં ગુમાવી છે. 39 ઓવરના અંતે ભારતનો સ્કોર 7 વિકેટના નુકસાન પર 173 રન છે. અક્ષર પટેલ 3 અને અર્શદીપ સિંહ 1 રને રમતમાં છે. આ પહેલા કુલદીપ યાદવ 1 રન, રિંકુ સિંહ 17 રન અને કે એલ રાહુલ  56 રન બનાવી આઉટ થયા હતા. બર્ગરને 3 અને કેશવ મહારજને 2 સફળતા મળી છે.

ભારતને પાંચમો ફટકો

ટીમ ઈન્ડિયાને મોટો ફટકો લાગ્યો છે, કેપ્ટન કે એલ રાહુલ 56 રન બનાવી બર્ગરની ઓવરમાં આઉટ થયો હતો. રાહુલ આઉટ થતાં જ ભારતની અડધી ટીમ પેેવેલિયન પરત ફરી છે. 36 ઓવરના અંતે ટીમ ઈન્ડિયાનો સ્કોર 5 વિકેટના નુકસાન પર 168 રન છે. અક્ષર પટેલ  1 રને અને રિંકુ સિંહ 17 રને રમતમાં છે.

ભારત 160 રનને પાર

35 ઓવરના અંતે ભારતનો સ્કોર 4 વિકેટના નુકસાન પર 163 રન છે. ટીમ ઈન્ડિયાનો કેપ્ટન કે એલ રાહુલ 52 રને અને રિંકુ સિંહ 16 રને રમતમાં છે. સંજુ સેમસન તેને મળેલી તકનો લાભ લેવામાં નિષ્ફળ ગયો હતો અને 23 બોલમાં 11 રન બનાવી પેવેલિયન પરત ફર્યો હતો.

સાઈ સુદર્શન આઉટ

ભારતને ત્રીજો ફટકો લાગ્યો છે. સાઈ સુદર્શન 62 રન બનાવી આઉટ થયો.  27 ઓવરના અંતે ભારતનો સ્કોર 3 વિકેટના નુકસાન પર 115 રન છે. કેપ્ટન કે એલ રાહુલ 33 અને સંજુ સેમસન 0 રને રમતમાં છે.

સાઈ સુદર્શનની સતત બીજી ફિફ્ટી

સાઈ સુદર્શને સતત બીજી વન ડેમાં બીજી ફિફ્ટી ફટકારી છે.21 ઓવરના અંતે ભારતનો સ્કોર 87 રન પર 2 વિકેટ છે. સાઇ સુદર્શન 52 રને અને કે એલ રાહુલ 16 રને રમતમાં છે.

ભારત 50 રનને પાર

ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાઈ રહેલી બીજી વન ડેમાં ભારતનો સ્કોર 15 ઓવરના અંતે 2 વિકેટના નુકસાન પર 54 રન છે. સાંઈ સુદર્શન 36 અને કે એલ રાહુલ 1 રને રમતમાં છે.  

ભારતે ગુમાવી બીજી વિકેટ

ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાઈ રહેલી બીજી વન ડેમાં ભારતનો સ્કોર 12 ઓવરના અંતે 2 વિકેટના નુકસાન પર 48 રન છે. સાંઈ સુદર્શન 30 અને કે એલ રાહુલ 1 રને રમતમાં છે. તિલક વર્મા 10 રન બનાવી આઉટ થયો હતો.

પ્રથમ ઓવરમાં જ લાગ્યો ફટકો

ભારતને પ્રથમ ઓવરમાં જ મોટો ફટકો લાગ્યો છે. ગાયકવાડ 4 રન બનાવી એન બર્ગરની ઓવરમાં એલબીડબલ્યુ થયો હતો. 1 ઓવરના અંતે ભારતનો સ્કોર 1 વિકેટના નુકસાન પર 4 રન છે. સાંઈ સુદર્શન અને તિલક વર્મા રમતમાં છે.

રિંકુ સિંહનું ડેબ્યુ

ભારત-સાઉથ આફ્રિકા વચ્ચે આજે બીજી વન ડે રમાઈ રહી છે. ટી20 કરિયરમાં શાનદાર શરૂઆત કર્યા બાદ રિંકુ સિંહને વન ડેમાં ડેબ્યૂ કરવાની તક મળી છે. કુલદીપ યાદવે તેને ડેબ્યૂ કેપ આપી હતી.

બીજી વન ડે માટે ભારતીય ટીમ

કે.એલ રાહુલ (WK/C), ઋતુરાજ ગાયકવાડ, સાંઈ સુદર્શન,  તિલત વર્મા, સંજુ સેમસન, રિન્કુ સિંહ, અક્ષર પટેલ, અર્શદીપ સિંહ, આવેશ ખાન, કુલદીપ યાદવ, મુકેશ કુમાર

બ્રેકગ્રાઉન્ડ

IND vs SA, 2nd ODI: ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાઈ રહેલી 3 મેચની વનડે સિરીઝની આજે બીજી મેચ રમાશે. આ મેચ સેંટ જ્યોર્જ પાર્કમાં રમાશે. આ મેચ ભારતીય સમયાનુસાર 4:30 વાગ્યે શરૂ થશે. મેચમાં સાઉથ આફ્રિકાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગનો ફેંસલો કર્યો છે.  પ્રથમ વનડે મેચમાં સાઉથ આફ્રિકાને 8 વિકેટથી હરાવ્યા બાદ આજે ભારતીય ટીમ સિરીઝ જીતવાના ઈરાદાથી મેદાનમાં ઉતરશે. જો ભારતીય ટીમ બીજી મેચ પણ જીતશે તો તે સિરીઝ 2-0થી કબજે કરી લેશે. કે.એલ રાહુલ આ વનડે સિરીઝમાં કેપ્ટનશીપ સંભાળી રહ્યો છે. આ રીતે સાઉથ આફ્રિકા સામે ઘરઆંગણે વનડે સિરીઝમાં ભારતીય ટીમની આ બીજી જીત હશે.


ભારતીય ટીમે અત્યાર સુધી સાઉથ આફ્રિકાની ધરતી પર કુલ 8 દ્વિપક્ષીય વનડે સિરીઝ રમી છે. તેમાંથી એકમાં ભારતનો વિજય થયો છે. આ એકમાત્ર જીત વર્ષ 2018માં મળી હતી. હવે ભારતીય ટીમ આફ્રિકાની ધરતી પર તેની 9મી વનડે સિરીઝ રમી રહી છે. આવી સ્થિતિમાં કે.એલ રાહુલ પાસે આ સિરીઝ જીતીને ઈતિહાસ રચવાની સુવર્ણ તક છે.


સેંટ જ્યોર્જની પિચની તો અહિયાં બોલાર્સને વધુ મદદ મળે છે. આ મેદાન પર પ્રથમ ઇનિંગનો સરેરાશ સ્કોર 233 છે જયારે બીજી ઇનિંગનો સરેરાશ સ્કોર 200 છે. આ પિચ પર પહેલા ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે જે T20 મેચ રમાઈ હતી તેમાં ભારતીય બેટ્સમેનોને બેટિંગ દરમિયાન થોડી મુશ્કેલી થઇ હતી. આ મેદાન પર અત્યાર સુધી 42 વનડે મેચ રમાઈ છે.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.