ભારત વિરુદ્ધ દક્ષિણ આફ્રિકાની બીજી ટેસ્ટ શનિવાર 22 નવેમ્બરથી શરૂ થશે. કેપ્ટન તરીકે ઋષભ પંતની આ પ્રથમ ટેસ્ટ હશે.  તે એક મોટી કસોટી હશે. ભારત શ્રેણીમાં 0-1 થી પાછળ છે, તેથી શ્રેણીને ડ્રોમાં સમાપ્ત કરવા માટે તેમને કોઈપણ કિંમતે આ ટેસ્ટ જીતવી પડશે. ટેમ્બા બાવુમા ફરી એકવાર ટેસ્ટ કેપ્ટન તરીકે ક્યારેય હાર ન માનવાનો પોતાનો રેકોર્ડ બચાવશે. ગુવાહાટીમાં આ ટેસ્ટનો સમય પહેલી મેચ કરતા અલગ છે. બીજી ટેસ્ટ કયા સમયે શરૂ થશે અને કઈ ચેનલ અને એપ પર મેચ લાઈવ સ્ટ્રીમ થશે તે જાણો.

Continues below advertisement

ગુવાહાટીમાં આ પહેલી ટેસ્ટ છે. ઋષભ પંત પહેલી વાર ફુલ-ટાઇમ ટેસ્ટ કેપ્ટન તરીકે રમશે, જે ટેસ્ટ ક્રિકેટમાં ભારતની કેપ્ટનશીપ કરનાર 38મો ખેલાડી બનશે. શુભમન ગિલ પહેલી ટેસ્ટમાં ઈજાને કારણે રિટાયર્ડ હર્ટ થઈ ગયો હતો અને બીજી ટેસ્ટમાંથી બહાર થઈ ગયો છે. દક્ષિણ આફ્રિકાના ફાસ્ટ બોલર કાગીસો રબાડા પણ ઈજાને કારણે બીજી ટેસ્ટ ગુમાવશે.

ભારત વિરુદ્ધ દક્ષિણ આફ્રિકા બીજી ટેસ્ટ ક્યારે રમાશે?

Continues below advertisement

શનિવાર, 22 નવેમ્બરથી બુધવાર, 26 નવેમ્બર.

ભારત વિરુદ્ધ દક્ષિણ આફ્રિકા બીજી ટેસ્ટ મેચ કયા સ્ટેડિયમમાં રમાશે ?

બારસાપારા ક્રિકેટ સ્ટેડિયમ, ગુવાહાટી.

ભારત વિરુદ્ધ દક્ષિણ આફ્રિકા બીજી ટેસ્ટ મેચ કેટલા વાગ્યે શરૂ થશે ?

ટેમ્બા બાવુમા અને ઋષભ પંત ટોસ માટે સવારે 8:25 વાગ્યે મેદાન પર પહોંચશે, ટોસ સવારે 8:30 વાગ્યે થશે. મેચ દરરોજ સવારે 9 વાગ્યે શરૂ થશે. થર્ડ સેશન  સાંજે 4:30 વાગ્યે સમાપ્ત થશે.

ટી-બ્રેક અને લંચ બ્રેક એકબીજા સાથે બદલાશે

ટેસ્ટ ક્રિકેટમાં દરરોજ ત્રણ સત્ર હોય છે. પહેલા સત્ર પછી લંચ અને બીજા સત્ર પછી ટી બ્રેક હોય છે. જોકે, ગુવાહાટીમાં પરિસ્થિતિ અલગ હશે. પહેલા સત્ર પછી ટી બ્રેક અને બીજા સત્ર પછી લંચ બ્રેક હશે.

પહેલું સત્ર - સવારે 9 થી 11ટી બ્રેક - સવારે 11 થી 11:20બીજું સત્ર - સવારે 11:20 થી 1:20લંચ બ્રેક - બપોરે 1:20 થી 2ત્રીજું સત્ર - બપોરે 2 થી 4

ભારત વિરુદ્ધ દક્ષિણ આફ્રિકા બીજી ટેસ્ટ મેચ કઈ ચેનલ પર લાઈવ જોઈ શકશો ?

ભારત વિરુદ્ધ દક્ષિણ આફ્રિકા બીજી ટેસ્ટ મેચ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર લાઈવ પ્રસારિત કરવામાં આવશે.

ભારત વિરુદ્ધ દક્ષિણ આફ્રિકા બીજી ટેસ્ટ મેચ કઈ એપ પર લાઈવ જોઈ શકાશે?

ભારત વિરુદ્ધ દક્ષિણ આફ્રિકા બીજી ટેસ્ટ મેચનું લાઈવ પ્રસારણ JioHotstar એપ અને વેબસાઇટ પર કરવામાં આવશે.

ભારતની સંભવિત પ્લેઈંગ 11 

યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, વોશિંગ્ટન સુંદર, સાઈ સુદર્શન, ધ્રુવ જુરેલ, ઋષભ પંત (કેપ્ટન અને વિકેટકીપર), રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ.

સાઉથ આફ્રિકાની સંભવિત પ્લેઇંગ 11

રયાન રિકેલ્ટન, એડન માર્કરામ, વિયાન મુલ્ડર, ટેમ્બા બાવુમા (કેપ્ટન), ટોની ડી જોરજી, ટ્રિસ્ટન સ્ટબ્સ, કાઈલ વેરેન (વિકેટકીપર), માર્કો જેન્સેન, કોર્બીન બોશ, સાઈમોન હાર્મર, કેશવ મહારાજ.