IND vs SA, 2nd Test: ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે આજથી કેપ ટાઉનમાં બીજી ટેસ્ટ મેચનો પ્રારંભ થયો છે. મેચમાં દક્ષિણ આફ્રિકાએ ટોસ જીતી બેટિંગનો ફેંસલો કર્યો હતો. જોકે આ ફેંસલો ખોટો સાબિત થયો હતો અને સમગ્ર ટીમ 23.2 ઓવરમાં 55 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.


સિરાજની ઘાતક બોલિંગ


ભારતીય બોલર મોહમ્મદ સિરાજે ઘાતક બોલિંગ કરી હતી. જેના કારણે દક્ષિણ આફ્રિકાના બે બેટ્સમેનો જ ડબલ આંકડામાં પહોંચી શક્યા હતા. સિરાજે 9 ઓવરમાં 15 રન આપી 6 વિકેટ લીધી હતી. ડેબ્યૂમેન મુકેશ કુમારે એક પણ રન આપ્યા વગર 2 વિકેટ લીધી હતી. જ્યારે જસપ્રીત બુમરાહે 25 રનમાં 2 વિકેટ ઝડપી હતી.









સાઉથ આફ્રિકાનો  સૌથી ઓછો ઓલઆઉટ સ્કોર



  • 55 વિ ભારત, કેપ ટાઉન, 2024

  • 73 વિ શ્રીલંકા, ગાલે, 2018

  • 79 વિ ભારત, નાગપુર, 2015

  • 83 વિ ઈંગ્લેન્ડ, જોહાનિસબર્ગ, 2016

  • 84 વિ ભારત, જોહાનિસબર્ગ, 2006


ટેસ્ટમાં ભારત વિરુદ્ધ સૌથી ઓછા રનમાં ઓલઆઉટ થયેલી ટીમો



  • 55 - દક્ષિણ આફ્રિકા, કેપ ટાઉન, 2024

  • 62 - ન્યુઝીલેન્ડ, મુંબઈ WS, 2021

  • 79 - દક્ષિણ આફ્રિકા, નાગપુર, 2015

  • 81 - ઈંગ્લેન્ડ, અમદાવાદ, 2021

  • 82 - શ્રીલંકા, ચંદીગઢ, 1990


મોહમ્મદ સિરાજે ઈતિહાસ રચ્યો


મોહમ્મદ સિરાજે પહેલા એડન માર્કરામને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. આ પછી ડીન એલ્ગરને આઉટ કર્યો હતો. આ રીતે બંને ઓપનરોને પેવેલિયન મોકલી દેવામાં આવ્યા હતા. ત્યારબાદ મોહમ્મદ સિરાજે ડોની ડી જોર્જી, ટ્રીસ્ટન સ્ટબ્સ, ડેવિડ બેડિંગહામ, કાઈલી વેરેયાન અને માર્કો યુનસેનને આઉટ કર્યા હતા. આ રીતે મોહમ્મદ સિરાજે પહેલા જ સેશનમાં 6 બેટ્સમેનોને આઉટ કરીને મોટી સિદ્ધિ હાંસલ કરી હતી.


ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનમાં બદલાવ


ભારતે આ મેચમાં પ્લેઈંગ ઈલેવનમાં બે બદલાવ કર્યા છે. અશ્વિનની જગ્યાએ જાડેજાને અને શાર્દુલ ઠાકુરના સ્થાને મુકેશ કુમારને સામેલ કરવામાં આવ્યા છે.


ભારતીય ટીમ આ પ્રમાણે છે


રોહિત શર્મા (c), યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ (wk), રવિન્દ્ર જાડેજા, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ, પ્રસીદ કૃષ્ણ, મુકેશ કુમાર






સાઉથ આફ્રિકાની ટીમ


ડીન એલ્ગર (સી), એઇડન માર્કરામ, ટોની ડી જોર્ઝી, ટ્રિસ્ટન સ્ટબ્સ, ડેવિડ બેડિંગહામ, કાયલ વેરેન (wk), માર્કો જેન્સેન, કેશવ મહારાજ, કાગીસો રબાડા, નાન્દ્રે બર્ગર, લુંગી એનગીડી