IND vs SA, ODI Series: ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે આજે કેપટાઉનના ન્યૂલેન્ડ્સ મેદાન પર સીરીઝની ત્રીજી વનડે મેચ રમાશે. આ મેચમાં ભારતીય ટીમ જીતવાનો પ્રયાસ કરશે, જ્યારે દક્ષિણ આફ્રિકા ટીમ પણ જીત સાથે સીરીઝમાં ક્લિન સ્વીપ કરવાની કોશિશ કરશે. ત્રણ મેચોની સીરીઝમાં પ્રથમ બે વનડે દક્ષિણ આફ્રિકા ટીમ જીતી ચૂકી છે અને સીરીઝ 2-0થી કબજે કરી લીધી છે. જાણો આજે કેવી હશે બન્નેની પ્લેઇંગ ઇલેવન.....

બન્નેની સંભવિત પ્લેઇલ ઇલેવન 

ભારતની સંભવિત પ્લેઇંગ ઇલેવનકેએલ રાહુલ (કેપ્ટન)શિખર ધવનવિરાટ કોહલીશ્રેયસ અય્યર/સૂર્યકુમાર યાદવઋષભ પંત (વિકેટકીપર)વેંકેટેશ અય્યરશાર્દૂલ ઠાકુરજયંત યાદવપ્રસિદ્ધ ક્રિષ્ણા/નવદીપ સૈનીમોહમ્મદ સિરાજયુજવેન્દ્ર ચહલ

દક્ષિણ આફ્રિકાની સંભવિત પ્લેઇંગ ઇલેવનટેમ્બા બવુમા (કેપ્ટન)ક્વિન્ટૉન ડીકૉક (વિકેટકીપર)જાનેમન મલાનએડન માર્કરમરાસી વન ડેર ડૂસેનડેવિડ મિલરલુંગી એનગિડીએન્ડિલે ફેહલુકવાયોમાર્કો જેનસેનતબરેજ શમ્સીકેશવ મહારાજ

ન્યૂલેન્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ પર બન્ને ટીમોનો કેવા છે આંકડા-ભારતીય ટીમે ન્યૂલેન્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ્સ પર અત્યાર સુધી 5 મેચો રમી છે, જેમાં ટીમને ત્રણ મેચોમાં જીત મળી છે, જ્યારે બે મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. જ્યારે દક્ષિણ આફ્રિકાનો રેકોર્ડ આ મેદાન પર એકદમ શાનદાર છે. આફ્રિકન ટીમે આ મેદાન પર 37 વનડે મેચો રમી છે, જેમાં 31 મેચોમાં જીત નોંધાવી છે, અને માત્ર 6 મેચોમાં જ હાર મળી છે. આ મેદાન પર યજમાન ટીમનો રેકોર્ડ બેસ્ટ છે, આવામાં ભારતીય ટીમને જીત માટે સખત મહેનત કરવી પડી શકે છે.

પિચ રિપોર્ટ-ન્યૂઝીલેન્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ્સની પિચ ટેસ્ટ બેટ્સમેને અને બૉલરો બન્ને માટે મદદરૂપ સાબિત થાય છે. ફાસ્ટ બૉલરોને પિચથી બાઉન્સ મળવાની આશા છે. સ્પિન બૉલરોને આનાથી કોઇ મદદ મળવાની સંભાવના નથી. આ પિચ પર બેટ્સમેને આસાનીથી રન બનાવી શકે છે, અને એટલા માટે મેચ હાઇ સ્કૉરિંગ રહેવાની પુરેપુરી શક્યતા છે.