મુંબઈઃ ‘ધ કપિલ શર્મા શો’માં રવિવારના એપિસોડમાં ભારતીય ક્રિકેટર ટીમના ઓપનર્સ તથા પ્રખ્યાત ક્રિકેટર શિખર ધવન અને પૃથ્વી શોનું કપિલ શર્માએ સ્વાગત કર્યું હતું. ‘ધ કપિલ શર્મા શો’માં કપિલે શિખર ધવન અને પૃથ્વી શોને ભારતીય ક્રિકેટ ટીમના ક્રિકેટરો વિશે સવાલ પૂછ્યો હતો.


કપિલ શર્માએ શિખર ધવન અને પૃથ્વી શોને એક સવાલ એવો પૂછ્યો હતો કે, ભારતીય ક્રિકેટ ટીમમાં સૌથી કંજૂસ ખેલાડી કોણ છે ? શિખર ધવન અને પૃથ્વી શો બંને થોડી વાર માટે વિચારમાં પડી ગયા હતા ને એ પછી શિખર ધવને જડ્ડુ એટલે કે રવિન્દ્ર જાડેજાનું નામ આપ્યું હતું.


કપિલ શર્માએ સવાલ કર્યો હતો કે, રવિન્દ્રા જાડેજા કઈ રીતે કંજૂસ છે ? બધા ક્રિકેટરો સાથે જમવા જાય ત્યારે બિલ નથી આપતા કે શું ? શિખર ધવને જવાબ આપ્યો હતો કે,  જબ ખાના.....પછી હસીને બોલ્યો હતો કે, બસ ઈતના હી કહૂંગા વરના ફિર મેરા.............


શિખર ધવને ભૂતકાળનો પોતાનો કિસ્સો પણ વર્ણવ્યો હતો કે જેમાં એક સીનિયર ક્રિકેટર ખાધા પછી બિલ ચૂકવવાનું આવે ત્યારે વોશ રૂમમાં જતા રહેતા કે બીજા કોઈ બહાને ગાયબ થઈ જતા હતા.


આ શોમાં કપિલે એવું પણ પૂછ્યું હતું કે, સૌથી વધારે કોણ સૂઈ જાય છે ? શિખર ધવને આ સવાલના જવાબમાં રોહિત શર્માને સૌથી વધારે ઉંઘનારો ખેલાડી ગણાવ્યો હતો. કપિલે પણ તેમાં ઉમેરો કર્યો હતો કે, વિરાટ કોહલી આવ્યા ત્યારે પણ તેમણે રોહિત શર્માનું જ નામ આપ્યું હતું. રોહિત શર્મા ગમે ત્યાં અને ગમે ત્યારે સૂઈ શકે છે.


આ શોમાં શિખર ધવને વાંસળી વગાડી હતી અને જગજીતસિંહની ગઝલમા વગાડાયેલી ટ્યુન વગાડી હતી જ્યારે પૃથ્વી શોએ ‘અપના ટાઈમ આયેગા’ રેપ સોંગ ગાઈને સૌને ખુશ કરી દીધા હતા. કપિલે પણ પૃથ્વી શોની સિંગિંગ ટેલેન્ટની પ્રસંશા કરી હતી.  


આ પણ વાંચો..................


Covid-19 Omicron: શું એક જ વ્યક્તિને બે વખત સંક્રમિત કરી શકે છે ઓમિક્રોન ? જાણો વિગત


Sarkari Naukri: 56 વર્ષના છો તો શું થયું, તમે પણ આ મંત્રાલયમાં બની શકો છો અધિકારી


Electric Cycle: 3 રૂપિયામાં 100 કિલોમીટર સુધી ચાલશે આ ઈલેક્ટ્રિક સાઇકલ, LED ડિસ્પ્લે અને ડિસ્ક બ્રેક જેવા ફીચર પણ મળશે


કોરોનાના કારણે ગુજરાતના આ બે યાત્રાધામ આ તારીખ સુધી રહેશે બંધ


Income Tax News: રોકડમાં ન કરો આ 5 કામ, નહીં તો થશે મોટું નુકસાન