IND Vs SA Live: ટીમ ઈન્ડિયાએ દક્ષિણ આફ્રિકાને 297 રનનો ટાર્ગેટ આપ્યો, સંજુની શાનદાર સદી
IND vs SA Live Streaming: ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે આજે ત્રીજી ODI રમાશે, જે શ્રેણીની અંતિમ મેચ હશે. તમને જણાવીએ આ મેચ તમે કેવી રીતે ફ્રીમા લાઈવ જોઈ શકશો.
વોશિંગ્ટન સુંદરે વિયાન મુલ્ડરને આઉટ કર્યો. આ રીતે દક્ષિણ આફ્રિકાનો છઠ્ઠો ખેલાડી પેવેલિયન પરત ફર્યો હતો. વિયાન મુલ્ડરે 3 બોલમાં 1 રન બનાવ્યો હતો. હવે દક્ષિણ આફ્રિકાનો સ્કોર 6 વિકેટે 179 રન છે. હાલમાં ડેવિડ મિલર અને કેશવ મહારાજ ક્રિઝ પર છે.
દક્ષિણ આફ્રિકાનો પાંચમો બેટ્સમેન પેવેલિયન પરત ફર્યો છે. આવેશ ખાને હેનરી ક્લાસેનને આઉટ કર્યો હતો. હેનરી ક્લાસને 22 બોલમાં 21 રન બનાવ્યા હતા. હવે દક્ષિણ આફ્રિકાનો સ્કોર 32.2 ઓવરમાં 5 વિકેટે 174 રન છે. દક્ષિણ આફ્રિકા તરફથી ડેવિડ મિલર અને વિયાન મુલ્ડર ક્રિઝ પર છે.
વોશિંગ્ટન સુંદરને મોટી સફળતા મળી છે. વોશિંગ્ટન સુંદરે એડન માર્કરામને આઉટ કર્યો છે. આ રીતે દક્ષિણ આફ્રિકાનો ત્રીજો બેટ્સમેન પેવેલિયન પરત ફર્યો છે. એડન માર્કરામે 41 બોલમાં 36 રન બનાવ્યા હતા. હવે દક્ષિણ આફ્રિકાનો સ્કોર 3 વિકેટે 141 રન છે.
દક્ષિણ આફ્રિકાના ઓપનર ટોની ડી જોર્ઝીએ પચાસ રનનો આંકડો પાર કરી લીધો છે. ટોની ડી જોર્જીએ છેલ્લી મેચમાં શાનદાર સદી ફટકારી હતી. હાલમાં ટોની ડી જોર્ઝી 57 બોલમાં 53 રન બનાવીને રમી રહ્યો છે. તે જ સમયે, દક્ષિણ આફ્રિકાનો સ્કોર 18 ઓવર પછી 2 વિકેટે 88 રન છે.
અક્ષર પટેલે દક્ષિણ આફ્રિકાની ટીમને બીજો ઝટકો આપ્યો છે. રાસી વાન ડેર ડ્યુસેનને અક્ષર પટેલે બોલ્ડ કર્યો હતો. હવે દક્ષિણ આફ્રિકાનો સ્કોર 2 વિકેટે 76 રન છે.
ભારતીય ટીમને પ્રથમ સફળતા મળી છે. અર્શદીપ સિંહે રીઝા હેન્ડ્રિક્સને આઉટ કર્યો હતો. રીઝા હેન્ડ્રિક્સે 24 બોલમાં 19 રન બનાવ્યા હતા. હવે દક્ષિણ આફ્રિકાનો સ્કોર 1 વિકેટે 59 રન છે.
પ્રથમ સફળતા માટે ભારતની શોધ
દક્ષિણ આફ્રિકાનો સ્કોર 4 ઓવર પછી 27 રન છે. હાલમાં રીઝા હેન્ડ્રીક્સ 7 રન બનાવીને રમી રહ્યો છે. જ્યારે ટોની ડી જોર્જીએ 15 રન બનાવ્યા છે. ભારતીય બોલરો પોતાની પ્રથમ સફળતાની શોધમાં છે.
પાર્લના બોલેન્ડ પાર્કમાં પ્રથમ બેટિંગ કરતા ટીમ ઈન્ડિયાએ દક્ષિણ આફ્રિકાને 297 રનનો ટાર્ગેટ આપ્યો છે. ભારત તરફથી સંજુ સેમસને 108 રનની શાનદાર સદીની ઇનિંગ રમી હતી. આ તેની પ્રથમ સદી છે. આ સિવાય તિલક વર્માએ 52 રનની મહત્વપૂર્ણ ઇનિંગ રમી હતી. 101 રનમાં ત્રણ વિકેટ પડી ગયા બાદ સેમસન અને તિલક વચ્ચે 116 રનની ભાગીદારી થઈ હતી. અંતે રિંકુ સિંહે 27 બોલમાં 3 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 38 રન બનાવ્યા હતા. જ્યારે દક્ષિણ આફ્રિકા તરફથી બુરોન હેન્ડ્રિક્સે સૌથી વધુ ત્રણ વિકેટ ઝડપી હતી. આ સિવાય નાન્દ્રે બર્જરને 2 સફળતા મળી.
ત્રીજી વનડેમાં મુશ્કેલ સમયમાં બેટિંગ કરવા આવેલા સંજુ સેમસન ટીમ ઈન્ડિયા માટે ટ્રબલ શૂટર સાબિત થયો. સેમસને જવાબદારીપૂર્વક રમતા 6 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી પોતાની પ્રથમ વનડે સદી ફટકારી હતી. 45 ઓવર બાદ ટીમ ઈન્ડિયાનો સ્કોર 4 વિકેટે 245 રન થઈ ગયો છે.
તિલક વર્મા અડધી સદી ફટકારીને પેવેલિયન પરત ફર્યો છે. તિલક વર્માએ 77 બોલમાં 52 રન બનાવ્યા હતા. કેશવ મહારાજે તિલક વર્માને પોતાનો શિકાર બનાવ્યો હતો. હવે ભારતનો સ્કોર 4 વિકેટે 217 રન છે.
ભારતનો સ્કોર 33 ઓવર બાદ 3 વિકેટે 149 રન છે. સંજુ સેમસને 82 બોલમાં 59 રન બનાવ્યા હતા. તિલક વર્મા 49 બોલમાં 24 રન બનાવીને રમી રહ્યો છે. બંને ખેલાડીઓ વચ્ચે 85 બોલમાં 48 રનની ભાગીદારી થઈ છે.
ભારતનો સ્કોર 24 ઓવર બાદ 3 વિકેટે 111 રન છે. ભારત તરફથી સંજુ સેમસન અને તિલક વર્મા ક્રિઝ પર છે. સંજુ સેમસને 52 બોલમાં 43 રન બનાવ્યા હતા. તે જ સમયે, તિલક વર્મા 25 બોલમાં 5 રન બનાવીને રમી રહ્યો છે. બંને ખેલાડીઓ વચ્ચે 31 બોલમાં 10 રનની ભાગીદારી નોંધાઈ હતી.
ભારતીય ટીમને ત્રીજો ઝટકો લાગ્યો છે. ટીમ ઈન્ડિયાનો કેપ્ટન કેએલ રાહુલ 35 બોલમાં 21 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. કેએલ રાહુલને વિયાન મુલ્ડરે આઉટ કર્યો હતો. હવે ભારતનો સ્કોર 3 વિકેટે 101 રન છે. ભારત તરફથી સંજુ સેમસન અને તિલક વર્મા ક્રિઝ પર છે.
ભારતનો સ્કોર 10 ઓવર પછી 2 વિકેટે 59 રન છે. કેએલ રાહુલ 7 બોલમાં 7 રન બનાવીને રમી રહ્યો છે. સંજુ સેમસને 21 બોલમાં 11 રન બનાવ્યા હતા. બંને ખેલાડીઓ વચ્ચે 15 બોલમાં 10 રનની ભાગીદારી થઈ હતી.
ભારતે બે િકેટ ગુમાવી દીધી છે. રજત પાટીદાર 22 અને સાંઈ સુદર્શન 10 રન બનાવી આઉટ થયા છે. હાલમાં સંજુ સેમસન 10 અને કેએલ રાહુલ 2 રને બેટિંગ કરી રહ્યા છે.
ભારતનો સ્કોર 2 ઓવર પછી 17 રન છે. ટીમ ઈન્ડિયા માટે રજત પાટીદાર અને સાંઈ સુદર્શન ક્રિઝ પર છે. સાંઈ 4 રન બનાવીને રમી રહ્યો છે. જ્યારે રજત પાટીદાર 13 રન બનાવીને ક્રિઝ પર છે.
એડન માર્કરમ (કેપ્ટન), ટોની ડી ઝોર્ઝી, રીઝા હેન્ડ્રીક્સ, રાસી વાન ડેર ડ્યુસેન, હેનરિક ક્લાસેન(વિકેટકીપર), ડેવિડ મિલર, વિયાન મુલ્ડર, કેશવ મહારાજ, નાન્દ્રે બર્જર, લિઝાદ વિલિયમ્સ, બ્યુરન હેન્ડ્રીક્સ.
કેએલ રાહુલ (કેપ્ટન), રજત પાટીદાર, સાંઈ સુદર્શન, તિલક વર્મા, સંજુ સેમસન (વિકેટકીપર), રિંકુ સિંહ, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, અર્શદીપ સિંહ, આવેશ ખાન અને મુકેશ કુમાર.
બ્રેકગ્રાઉન્ડ
India vs South Africa 3rd ODI Live Streaming: ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ODI શ્રેણીની ત્રીજી અને છેલ્લી મેચ આજે એટલે કે 21મી ડિસેમ્બરને ગુરુવારે રમાશે. બંને વચ્ચેનો મુકાબલો પાર્લના બોલેન્ડ પાર્કમાં થશે. બે મેચ બાદ સિરીઝ 1-1થી બરાબર છે. આવી સ્થિતિમાં જે ટીમ ત્રીજી મેચ જીતશે તે સિરીઝ જીતશે. શ્રેણીની પ્રથમ મેચમાં ભારતીય ટીમે જીત મેળવી હતી. પરંતુ બીજી મેચમાં યજમાન દક્ષિણ આફ્રિકાએ વળતો પ્રહાર કરીને જીત મેળવી હતી. હવે ત્રીજી મેચમાં બંને વચ્ચે જોરદાર ટક્કર થવાની ખાતરી છે, જે તમે પણ લાઈવ જોવાનું પસંદ કરશો, તો ચાલો જાણીએ કે તમે આ મેચ કેવી રીતે મફતમાં લાઈવ જોઈ શકશો.
મેચ ક્યાં રમાશે?
ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ત્રીજી ODI પાર્લના બોલેન્ડ પાર્ક ખાતે રમાશે.
ક્યારે યોજાશે?
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે વનડે શ્રેણીની ત્રીજી અને છેલ્લી મેચ 21 ડિસેમ્બર, ગુરુવારે (આજે) રમાશે. ભારતીય સમય અનુસાર મેચ સાંજે 4:30 વાગ્યે શરૂ થશે. ટોસ 4 વાગ્યે થશે.
ટીવી પર લાઈવ ક્યાં જોવા મળશે?
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની ODI શ્રેણીની ત્રીજી મેચનું ભારતમાં સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક દ્વારા જીવંત પ્રસારણ કરવામાં આવશે.
ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવું?
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાઈ રહેલી ત્રીજી ODIનું ફ્રી લાઈવ સ્ટ્રીમિંગ Disney Plus Hotstar દ્વારા કરવામાં આવશે. જોકે, માત્ર મોબાઈલ યુઝર્સ જ ફ્રીમાં મેચ જોઈ શકશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -