IND vs SA: ભારતે ત્રીજી ટી20માં દક્ષિણ આફ્રિકાને 106 રને હરાવ્યું, સિરીઝ બરાબર પર ખતમ

IND vs SA 3rd T20 LIVE: ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની ત્રીજી ટેસ્ટ મેચ સંબંધીત લાઈવ અપડેટ તમે અહીં વાંચી શકો છો.

gujarati.abplive.com Last Updated: 14 Dec 2023 11:52 PM
ભારતે દક્ષિણ આફ્રિકાને 106 રનથી હરાવ્યું

ભારતે દક્ષિણ આફ્રિકાને 106 રનથી હરાવ્યું. પ્રથમ બેટિંગ કરતા ટીમ ઈન્ડિયાએ 201 રન બનાવ્યા હતા. આ દરમિયાન સૂર્યકુમાર યાદવે સદી ફટકારી હતી. તેણે 56 બોલમાં 7 ચોગ્ગા અને 8 છગ્ગા ફટકાર્યા હતા. જવાબમાં આફ્રિકાની ટીમ 95 રનના સ્કોર પર ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારત તરફથી કુલદીપ યાદવે 5 વિકેટ લીધી હતી. રવિન્દ્ર જાડેજાએ 2 વિકેટ લીધી હતી. આ શ્રેણી 1-1થી બરાબર રહી હતી.

દક્ષિણ આફ્રિકાને પાંચમો ફટકો લાગ્યો

દક્ષિણ આફ્રિકાની પાંચમી વિકેટ પડી છે. ડેનોવન 12 રન બનાવીને આઉટ થયો હતો. કુલદીપ યાદવે તેને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. ટીમે 10 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 75 રન બનાવી લીધા છે.

દક્ષિણ આફ્રિકાની ત્રીજી વિકેટ પડી

દક્ષિણ આફ્રિકાની ત્રીજી વિકેટ હેનરિક ક્લાસેનના રૂપમાં પડી. તે 5 રન બનાવીને આઉટ થયો હતો. અર્શદીપ સિંહે ક્લાસેનને પેવેલિયનનો રસ્તો બતાવ્યો. દક્ષિણ આફ્રિકાએ 5.4 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 42 રન બનાવી લીધા છે.

દક્ષિણ આફ્રિકાને પ્રથમ ઝટકો લાગ્યો

દક્ષિણ આફ્રિકાની પ્રથમ વિકેટ પડી. મેથ્યુ 3 બોલમાં 4 રન બનાવીને આઉટ થયો હતો. મુકેશ કુમારે તેને પેવેલિયનનો રસ્તો બતાવ્યો. ટીમે 2 ઓવરમાં 1 વિકેટ ગુમાવીને 14 રન બનાવી લીધા છે. હવે એડન માર્કરામ અને રીઝા બેટિંગ કરી રહ્યા છે.

ભારતે દક્ષિણ આફ્રિકાને 202 રનનો ટાર્ગેટ આપ્યો

ભારતે દક્ષિણ આફ્રિકાને 202 રનનો ટાર્ગેટ આપ્યો છે. ભારત તરફથી સૌથી વધુ રન સૂર્ય કુમારે બનાવ્યા હતા. સૂર્યએ 56 બોલમાં 100 રન બનાવ્યા હતા. આ ઉપરાંત યસસ્વી જયસ્વાલે 60 રનની ઈનિંગ રમી હતી. 20 ઓવરના અંતે ભારતે 7 વિકેટે 201 રન બનાવ્યા હતા.


 





ટીમ ઈન્ડિયાને ચોથો ઝટકો લાગ્યો

ભારતની ચોથી વિકેટ રિંકુ સિંહના રૂપમાં પડી હતી. તે 10 બોલમાં 14 રન બનાવીને આઉટ થયો હતો. બર્ગરે રિંકુને પેવેલિયનનો રસ્તો બતાવ્યો. ભારતે 18.4 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 188 રન બનાવ્યા છે. સૂર્યા 98 રન બનાવીને રમી રહ્યો છે.

યશસ્વી-સૂર્યએ સદીની ભાગીદારી પૂરી કરી

સૂર્ય અને યશસ્વીએ ભારત માટે સદીની ભાગીદારી પૂરી કરી હતી. ભારતે 13 ઓવર પછી 2 વિકેટ ગુમાવીને 131 રન બનાવ્યા છે. યશસ્વી 58 રન બનાવીને રમી રહ્યો છે. સૂર્ય 57 રન બનાવીને રમી રહ્યો છે. આ બંને વચ્ચે 102 રનની ભાગીદારી છે.

યશસ્વીએ પોતાની અડધી સદી પૂરી કરી

ભારતનો સ્કોર 100 રનના આંકને સ્પર્શી ગયો છે. યશસ્વી જયસ્વાલે પોતાની અડધી સદી પૂરી કરી છે. તે 35 બોલમાં 50 રન બનાવીને રમી રહ્યો છે. સૂર્યએ 35 રન બનાવ્યા છે.

ભારતે 6 ઓવરમાં 62 રન બનાવ્યા

બે વિકેટ પડ્યા બાદ પણ ભારતે રનની ગતિને રોકાવા દીધી ન હતી. ટીમે 6 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 62 રન બનાવી લીધા છે. સૂર્યા 12 બોલમાં 19 રન બનાવીને રમી રહ્યો છે. યશસ્વી 18 બોલમાં 28 રન બનાવીને રમી રહ્યો છે. તેણે 3 ફોર અને 2 સિક્સર ફટકારી છે.

9 ઓવરના અંતે ભારતનો સ્કોર 83 રન

9 ઓવરના અંતે ભારતનો સ્કોર 2 વિકેટના નુકસાન પર 83 રન છે. યશસ્વી જયસ્વાલ 44 રને અને સૂર્યકુમાર યાદવ 24 રને રમતમાં છે.

ભારતે બે બોલમાં બે વિકેટ ગુમાવી

ભારતની પ્રથમ વિકેટ શુભમન ગિલના રુપમાં પડી. તે 6 બોલમાં 12 રન બનાવીને આઉટ થયો હતો. તેણે 2 ચોગ્ગા ફટકાર્યા છે. ત્યાર બાદ બીજા જ બોલે તિલક વર્મા પણ ઝીરો પર આઉટ થયો. આ બન્ને વિકેટ કેશવ મહારાજે લીધી હતી.

સાઉથ આફ્રિકા પ્લેઇંગ-11

એડન માર્કરમ (કેપ્ટન), રીઝા હેન્ડ્રીક્સ, મેથ્યુ બ્રેટ્ઝકી, હેનરિક ક્લાસેન(વિકેટકીપર), ડેવિડ મિલર, ડોનોવન ફરેરા, એન્ડીલે ફેહલુકવાયો, કેશવ મહારાજ, લિઝાદ વિલિયમ્સ, તબરેઝ શમ્સી અને નંદ્રે બર્ગર

ભારતીય ટીમની પ્લેઇંગ-11

 સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, તિલક વર્મા, રિંકુ સિંહ, જીતેશ શર્મા (વિકેટકીપર), રવીન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, અર્શદીપ સિંહ અને મુકેશ કુમાર.


 





સાઉથ આફ્રિકાની સંભવિત પ્લેઇંગ-11

એડન માર્કરમ (કેપ્ટન), રીઝા હેન્ડ્રીક્સ, મેથ્યુ બ્રેત્ઝકી, હેનરિક ક્લાસેન, ડેવિડ મિલર, ટ્રીસ્ટન સ્ટબ્સ, માર્કો યેન્સન, એન્ડીલે ફેહલુકવાયો, ગેરાલ્ડ કોત્ઝી, તબરેઝ શમ્સી અને લિઝાદ વિલિયમ્સ.

ભારતની સંભવિત પ્લેઇંગ-11

સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, તિલક વર્મા, જીતેશ શર્મા (વિકેટકીપર), રિંકુ સિંહ, રવીન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, અર્શદીપ સિંહ, મુકેશ કુમાર અને મોહમ્મદ સિરાજ.

બ્રેકગ્રાઉન્ડ

IND vs SA 3rd T20 LIVE Score:  ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ત્રીજી T20 ગુરુવાર, 14 ડિસેમ્બરે એટલે કે આજે જોહાનિસબર્ગના ન્યૂ વાન્ડરર્સ સ્ટેડિયમ ખાતે રમાશે. પ્રથમ મેચ વરસાદના કારણે ધોવાઈ ગયા બાદ ટીમ ઈન્ડિયા બીજી મેચ હારી ગઈ હતી. હવે ત્રીજી મેચમાં સૂર્યકુમાર યાદવની કપ્તાની હેઠળની ટીમ ઈન્ડિયા કોઈપણ ભોગે જીતીને શ્રેણી 1-1થી બરાબર કરવા ઈચ્છે છે. તો બીજી તરફ આફ્રિકન ટીમ જીત અને શ્રેણી પર કબજો કરવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે. આવી સ્થિતિમાં બંને વચ્ચે જોરદાર મુકાબલો થવાની સંભાવના છે.


 





- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.