IND vs SA: ભારતે દક્ષિણ આફ્રિકાને 48 રનથી હરાવ્યું, ભારતના બેટ્સમેનો અને બોલરોનું શાનદાર પ્રદર્શન

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે પાંચ મેચોની શ્રેણીની ત્રીજી મેચ આજે વિશાખાપટ્ટનમમાં રમાઈ રહી છે. પ્રથમ બે T20 હારી ચૂકેલી ટીમ ઈન્ડિયા જો આજે હારશે તો શ્રેણી ગુમાવશે.

gujarati.abplive.com Last Updated: 14 Jun 2022 10:25 PM
ભારતે દક્ષિણ આફ્રિકાને ઓલ આઉટ કરી મેચ જીતી

ભારતે દક્ષિણ આફ્રિકાને ઓલ આઉટ કરીને 48 રનથી મેચ જીતી લીધી. આજની મેચના પરીણામ બાદ 5 મેચોની ટી20 સીરીઝમાં દક્ષિણ આફ્રિકા 2-1થી આગળ છે.

દ. આફ્રિકાને જીત માટે 36 બોલમાં 85 રનની જરુર

14 ઓવરના અંતે આફ્રિકાનો સ્કોર 95 રન પર 5 વિકેટ. હાલ પાર્નેલ અને ક્લાસેન રમતમાં છે. દ. આફ્રિકાને જીત માટે 36 બોલમાં 85 રનની જરુર છે.

ભારતના બોલરોનું શરુઆતમાં શાનદાર પ્રદર્શનઃ

ભારતના બોલરોનું શરુઆતમાં શાનદાર પ્રદર્શનઃ 6.5 ઓવરમાં દક્ષિણ આફ્રિકાની 3 વિકેટ પડી ગઈ છે. હાલ દ. આફ્રિકાનો સ્કોર 40 રન. અત્યાર સુધી ચહલ, અક્ષર પટેલ અને હર્ષલ પટેલે 1-1 વિકેટ ઝડપી છે.

ભારતે 20 ઓવરના અંતે 179 રન બનાવ્યા

ભારતે 20 ઓવરના અંતે 179 રન બનાવ્યા. હાર્દિક પંડ્યાએ 21 બોલમાં 31 રન બનાવીને અને અક્ષર પટેલ 2 બોલમાં 5 રન બનાવીને અણનમ રહ્યો. 

ભારતનો સ્કોર 138 રન પર ત્રણ વિકેટ

15 ઓવરના અંતે ભારતનો સ્કોર 138 રન પર ત્રણ વિકેટ. ઈશાન કિશન 54 રન અને શ્રેયસ અય્યર 14 રન બનાવીને આઉટ થયા. હાલ ઋષભ પંત અને હાર્દિક પંડ્યા રમતમાં

ભારતની પહેલી વિકેટ પડી, ગાયકવાડ અર્ધશતક લગાવી આઉટ

ભારતની પહેલી વિકેટ પડી, ઋતુરાજ ગાયકવાડ 57 રન બનાવીને આઉટ થયો.

ગાયકવાડે 30 બોલમાં 50 રન પુર્ણ કર્યા

ગાયકવાડે 30 બોલમાં 50 રન પુર્ણ કર્યા. હાલ ભારતનો સ્કોર 8.3 ઓવરે 79 રન.

ભારતનો સ્કોર 50 રનને પાર પહોંચ્યોઃ

ભારતનો સ્કોર 50 રનને પાર પહોંચ્યોઃ 5.4 ઓવરના અંતે ભારતનો સ્કોર કોઈ પણ વિકેટના નુકસાન વગર 51 રને પહોંચ્યો છે. હાલ ગાયકવાડ અને ઈશાન કિશન રમતમાં. ગાયકવાડે તોફાની બેટિંગ શરુ કરી.

દક્ષિણ આફ્રિકાએ ટોસ જીત્યો

દક્ષિણ આફ્રિકાએ ટોસ જીતીને પહેલાં બોલિંગ કરવાનો નિર્ણય કર્યો.

દક્ષિણ આફ્રિકાની પ્લેઈંગ ઈલેવન:

દક્ષિણ આફ્રિકાની પ્લેઈંગ ઈલેવન: ટેમ્બા બાવુમા (કેપ્ટન), રીઝા હેન્ડ્રીક્સ, ડ્વેન પ્રિટોરિયસ, રાસી વાન ડેર ડુસેન, હેનરિક ક્લાસેન (Wk), ડેવિડ મિલર, વેઈન પાર્નેલ, કાગીસો રબાડા, કેશવ મહારાજ, તબરેઝ શમ્સી અને એનરિક નોર્ટજે.

ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવન:

ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવન: રુતુરાજ ગાયકવાડ, ઈશાન કિશન, શ્રેયસ ઐયર, ઋષભ પંત (કેપ્ટન અને વિકેટકીપર), હાર્દિક પંડ્યા, દિનેશ કાર્તિક, અક્ષર પટેલ, હર્ષલ પટેલ, ભુવનેશ્વર કુમાર, યુઝવેન્દ્ર ચહલ અને અવેશ ખાન.

બ્રેકગ્રાઉન્ડ

IND vs SA, 3rd T20, ACA-VDCA Stadium: ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે પાંચ મેચોની શ્રેણીની ત્રીજી મેચ વિશાખાપટ્ટનમમાં રમાશે. પ્રથમ બે T20 હારી ચૂકેલી ટીમ ઈન્ડિયા જો આજે હારશે તો શ્રેણી ગુમાવશે. બીજી તરફ દક્ષિણ આફ્રિકાની ટીમ ભારતમાં પ્રથમ વખત સિરીઝ જીતવાની ઈરાદા સાથે ઉતરશે.


બોલરો માટે પીચ સારી છેઃ
આ પીચ પર બે ટી-20 મેચો પર નજર કરીએ તો અહીં બોલરોનો દબદબો રહ્યો છે. 2016માં અહીં પહેલી T20 રમાઈ હતી, જેમાં શ્રીલંકાની ટીમ માત્ર 82 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારતે આ મેચ સરળતાથી જીતી લીધી હતી. આ મેચમાં ભારતીય સ્પિનરોએ 7 વિકેટ ઝડપી હતી. બીજી મેચમાં ભારતીય ટીમ માત્ર 126 રન જ બનાવી શકી હતી, જ્યાં ઓસ્ટ્રેલિયાએ છેલ્લા બોલે વિનિંગ રન લઈને મેચ જીતી લીધી હતી. આ મેચમાં ઝડપી બોલરો અને સ્પિનરોને સમાન મદદ મળી હતી. આવી સ્થિતિમાં, આશા છે કે આજની મેચમાં પણ અહીં બોલરોને મદદ મળી શકે છે.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.