IND vs SA, 4th T20, Rajkot: ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ચોથી ટી-20 મેચ રમાશે. ટીમ ઇન્ડિયાએ ત્રીજી મેચ જીતીને સીરિઝમાં વાપસી કરી છે. સીરિઝને જીવંત રાખવા માટે આવતીકાલની મેચ ટીમ ઇન્ડિયાએ જીતવી જરૂરી છે. પાંચ મેચની સીરિઝમાં ટીમ ઇન્ડિયા 1-2થી પાછળ છે. રાજકોટના ખંઢેરી સ્ટેડિયમમાં આજે સાંજે 7 કલાકથી મુકાબલો શરૂ થશે. મેચ હાઇ સ્કોરિંગ રહેવાની શક્યતા છે.


ભારતનો કેવો છે આ મેદાન પર રેકોર્ડ



  • રાજકોટમાં 10 ઓક્ટોબર 2013 ના રોજ રમાયેલી ટી-20 મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયાને છ વિકેટથી હાર આપી હતી યુવરાજ સિંહે 35 બોલમાં અણનમ 77 રન ફટકાર્યા હતા. ભારતે 19.4 ઓવરમાં ચાર વિકેટના નુકસાને 202 રનનો ટાર્ગેટ પાર પાડ્યો હતો.

  • 4 નવેમ્બર 2017ના રોજ ન્યૂઝીલેન્ડ સામે રમાયેલી ટી20 મેચમાં ભારતની હાર થઇ હતી. ન્યૂઝીલેન્ડના 196 રનના જવાબમાં ટીમ ઇન્ડિયા સાત વિકેટે 154 રન જ કરી શકી હતી.

  • 7 નવેમ્બર 2019 ના રોજ બાંગ્લાદેશ સામે રમાયેલી ટી200 મેચમાં 8 વિકેટથી વિજય થયો હતો ભારતે રોહિત શર્માના 85 રનની મદદથી બે વિકેટ ગુમાવીને 154 રનનો ટાર્ગેટ હાંસલ કર્યો હતો


ઇન્ડિયાના આ ખેલાડીઓ ખંઢેરી મેદાનમાં રમવાના છે અનુભવી


ભારતીય ટીમના પાંચ ખેલાડી અહીં રહી ચૂક્યા છે.  યુઝવેંદ્ર ચહલ, શ્રેયસ ઐય્યર ભુવનેશ્વર અહીં બે મેચ રમી ચૂક્યા છે જ્યારે ગુજરાતી અક્ષર પટેલ અને હાલનો વાઈસ કેપ્ટન હાર્દિક પંડ્યા અહીં એક એક આંતરરાષ્ટ્રીય ટી-20 રમ્યા છે. રિષભ પંત અહીં વિન્ડીઝ સામે ટેસ્ટમાં 92 રન બનાવ્યા હતા. દક્ષિણ આફ્રિકાના ડી કોક, રબાડા અને ડેવિડ મિલર પણ રાજકોટમાં રમવાથી પરિચિત છે.


બંન્ને ટીમોની સંભવિત પ્લેઇંગ ઇલેવન


ટીમ ઇન્ડિયા


ઇશાન કિશન, ઋતુરાજ ગાયકવાડ, શ્રેયસ ઐય્યર, ઋષભ પંત, હાર્દિક પંડ્યા, દિનેશ કાર્તિક, અક્ષર પટેલ, હર્ષલ પટેલ, અવેશ ખાન, ભુવનેશ્વર કુમાર અને યુઝર્વેન્દ્ર ચહલ


સાઉથ આફ્રિકાની ટીમ


ક્વિન્ટન ડિકોક/રીઝા હેનડ્રિક્સ, ટેમ્બા બાવુમા, રસ્સી વાન ડેર ડ્યુસેન, ડેવિડ મિલર, હેનરિક ક્લાસેન, ડ્વેન પ્રિટોરિયસ, વાયને પાર્નેલ, કગિસો રબાડા, કેશવ મહારાજ, એનરિક નોર્કિયા અને તબરેઝ શમ્સી