IND vs SA 5th T20 Live: ભારતે દક્ષિણ આફ્રિકાને 232 રનનો આપ્યો લક્ષ્યાંક, હાર્દિકની વિસ્ફોટક બેટિંગ

IND vs SA 5th T20: અહીં તમને ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની પાંચમી T20 મેચનો લાઈવ સ્કોર અને તમામ અપડેટ્સ મળશે.

Advertisement

gujarati.abplive.com Last Updated: 19 Dec 2025 11:05 PM

બ્રેકગ્રાઉન્ડ

IND vs SA 5th T20 Live Cricket Score: આજે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે પાંચમી અને સીરીઝની અંતિમ ટી20 મેચ અમદાવાદમાં રમાશે, સાંજે 7 વાગ્યે મેચ શરૂ થશે પરંતુ આ...More

ભારતે દક્ષિણ આફ્રિકાને 30 રનથી હરાવ્યું

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાયેલી પાંચમી T20I મેચમાં ભારતે દક્ષિણ આફ્રિકાને 30 રનથી હરાવ્યું. આનાથી પાંચ મેચની T20I શ્રેણી 3-1થી જીતી લીધી. પાંચમી T20I મેચમાં, ભારતે પ્રથમ બેટિંગ કરતા 231 રનનો વિશાળ સ્કોર બનાવ્યો. દક્ષિણ આફ્રિકાનો સ્કોર એક સમયે 10 ઓવરમાં 1 વિકેટે 118 હતો. જોકે, 11મી ઓવરથી, ભારતીય બોલરોએ તરખાટ મચાવ્યો અને ઝડપથી વિકેટો લઈને મેચ જીતી લીધી. ભારતે પાંચમી T20I મેચ 30 રનથી જીતી. દક્ષિણ આફ્રિકા ફક્ત 201 રન જ બનાવી શક્યું. ભારત તરફથી બેટિંગ કરતા, સંજુ સેમસનએ 22 બોલમાં 37 રન, અભિષેક શર્માએ 21 બોલમાં 34 રન, હાર્દિક પંડ્યાએ 25 બોલમાં 63 રન અને તિલક વર્માએ 42 બોલમાં 73 રન બનાવ્યા. ત્યારબાદ બોલિંગમાં વરુણ ચક્રવર્તીએ 4 વિકેટ લીધી જ્યારે જસપ્રીત બુમરાહે 4 ઓવરમાં 17 રન આપીને 2 વિકેટ લીધી.





© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.