India vs South Africa Bengaluru: ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાનાર ટી20 સીરીઝની છેલ્લી મેચમાં ઋષભ પંત ટોસ હારી ગયો છે. દક્ષિણ આફ્રીકાએ ટોસ જીતીને પહેલાં બોલિંગ કરવાનો નિર્ણય કર્યો છે. પંતે આ મેચ રમાય તે પહેલાં ખુબ જ ખરાબ રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. ઋષભ પંત પુરુષ અને મહિલા ક્રિકેટમાં કોઈ દ્વિપક્ષીય ટી20 ઈન્ટરનેશનલ સીરીઝમાં 5 કે સૌથી વધુ વખત ટોસ હારનાર કેપ્ટન બની ગયો છે. પંતે આજે ટોસ હાર્યો ત્યાર બાદ સોશિયલ મીડિયા પર લોકોએ વિરાટ કોહલીને યાદ કરીને તેને ટ્રોલ કર્યો હતો.
ઋષભ પંતે દક્ષિણ આફ્રિકા સામે રમાઈ રહેલી પાંચ મેચોની ટી20 સીરીઝની બધી મેચોમાં ટોસ હાર્યો છે. દ્વિપક્ષીય ટી20 ઈન્ટરનેશનલ સીરીઝમાં 5 કે તેથી વધુ વખત ટોસ હારનાર પહેલો કેપ્ટન બન્યો છે. પંતે ટોસ હાર્યા બાદ લોકોએ તેને સોશિયલ મીડિયા પર ટ્રોલ કર્યો હતો. પંત સાથે વિરાટ કોહલીને પણ યાદ કરવામાં આવ્યો હતો. કેટલાક યુઝર્સે પંતને વિરાટ 2.0 કહ્યો છે. આ સિવાય બીજા યુઝર્સે પણ વિવિધ પ્રતિક્રિયાઓ આપી છે.