IND vs SA T20 series: આજે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે (India vs South Africa) આજે પાંચ ટી20 મેચોની પાંચમી અને અંતિમ નિર્ણાયક ફાઇનલ મેચ રમાશે. સીરીઝમાં બન્ને ટીમો હાલ 2-2ની બરાબરી પર છે. ત્યારે આજની મેચ બન્ને માટ કરો યા મરોની સ્થિતિ બની જશે, એકબાજુ દક્ષિણ આફ્રિકા મેચ જીતીને સીરીઝ પર કબજો કરવા મેદાને ઉતરશે તો, બીજીબાજુ ઋષભ પંત જીત મેળવીને કેપ્ટન તરીકે પોતાની પહેલી સીરીઝ ફતેહ કરવા પ્રયાસ કરશે. જાણો આજની પાંચમી ટી20, કેટલા વાગે ને કઇ ચેનલ પરથી જોઇ શકાશે લાઇવ ટેલિકાસ્ટ........... 


1. ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે પાંચમી ટી20 ક્યારે રમાશે ?
આ મેચ 19 જૂન (રવિવાર) સાંજે 7 વાગ્યાથી શરૂ થશે. ટૉસ 6.30 વાગે કરવામાં આવશે. 


2. ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે પાંચમી ટી20 ક્યાં રમશે ?
આજની ફાઇનલ મેચ કર્ણાટકના બેંગ્લુરમાં એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાશે. 


3. ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે પાંચમી ટી20 કઇ ચેનલ પરથી પ્રસારિત થશે ?
આ મેચ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્કની ચેનલ્સ સ્ટાર સ્પોર્ટ્સ-1, સ્ટાર સ્પોર્ટ્સ-1 HD, સ્ટાર સ્પોર્ટ્સ-1 હિન્દી, સ્ટાર સ્પોર્ટ્સ-1 હિન્દી HD પર પ્રસારિત થશે. 


4. ભારત- આફ્રિકા વચ્ચેની પાંચમી ટી20 ક્યાંથી ઓનલાઇન જોઇ શકાશે ?
આ મેચનુ ઓનલાઇન સ્ટ્રીમિંગ ડિઝ્ની+હૉટસ્ટાર એપ પર લાઇવ દેખી શકાશે. 


વરસાદની શક્યતા -
રિપોર્ટ પ્રમાણે હવામાન આજની મેચની મજા બગાડી શકે છે. સીરીઝમાં અત્યાર સુધી રમાયેલી ચાર ટી20માં ક્યાંક પણ વરસાદ વિલન નથી બન્યો. જોકે, શરૂઆતની મેચમાં ગરમીએ મજા બગાડી હતી. પરંતુ હવે આજની મેચમાં વરસાદ વિલન બની શકે છે. 


હવામાન વેબસાઇટ એક્યૂવેધર ડૉટ કૉમના રિપોર્ટ અનુસાર, બેંગ્લુરુમાં રવિવારના દિવસે ઝમઝમ સામાન્ય વરસાદ પડી શકે છે. આજે તાપમાન 27 ડિગ્રી રહેશે અને વરસાદની આશંકા 88 ટકાથી વધુ છે. આજે દિવસભર વાદળછાયુ વાતાવરણ રહેશે. 


બન્ને ટીમોની ફૂલ સ્ક્વૉડ -


ટીમ ઇન્ડિયા - 
ઋષભ પંત (કેપ્ટન), ઋતુરાજ ગાયકવાડ, ઇશાન કિશન, દીપક હૂડા, શ્રેયસ અય્યર, દિનેશ કાર્તિક, હાર્દિક પંડ્યા, વેંકેટેશ અય્યર, યુજવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, અક્ષર પટેલ, રવિ બિશ્નોઇ, હર્ષલ પટેલ, આવેશ ખાન, અર્શદીપ સિંહ, ઉમરાન મલિક. 


દક્ષિણ આફ્રિકા ટીમ -
એડેન માર્કરમ, ડેવિડ મિલર, રાસી વાને ડેર ડૂસેન, રેજા હેન્ડ્રિક્સ, તેમ્બા બવુમા, ટ્રિસ્ટન સ્ટબ્સ, દ્વૈત પ્રીટૉરિયસ, માર્કો જૉનસન, હેનરિક ક્લાસેન, ક્વિન્ટૉન ડીકૉક, એનરિક નૉર્ટ્ઝે, કગિસો રબાડા, કેશવ મહારાજ, લુંગી એનગીડી, તબરેજ શમ્સી, વેન પાર્નેલ.