IND vs SA: દક્ષિણ આફ્રિકાએ 7 વિકેટથી મેચ જીતી, મિલર અને ડેર ડ્યુસેને તોફાની ઈનિંગ રમી

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે T20 શ્રેણીની પ્રથમ મેચ દિલ્હીમાં રમાઈ રહી છે. આ મેચમાં દક્ષિણ આફ્રિકાએ ટોસ જીતીને પહેલાં બોલિંગ કરવાનું પસંદ કર્યું.

gujarati.abplive.com Last Updated: 09 Jun 2022 10:31 PM
દક્ષિણ આફ્રિકાએ 7 વિકેટથી મેચ જીતી

દક્ષિણ આફ્રિકાએ 7 વિકેટથી મેચ જીતીઃ ડેવિડ મિલર અને રસ્સી વાન દેરની શાનદાર ઈનિંગની મદદથી આફ્રિકાએ 5 બોલ બાકી રાખીને 212 રન બનાવી લીધા હતા.

ડેવિડ મિલરની વિસ્ફોટક ઈનિંગઃ

ડેવિડ મિલરની વિસ્ફોટક ઈનિંગઃ દક્ષિણ આફ્રિકાના બેટ્સમેનોએ બાજી સંભાળી છે. હાલ ટીમનો સ્કોર 172 પર ત્રણ વિકેટ છે. જીત માટે 20 બોલમાં 40 રનની જરુર છે. હાલ મિલર 56 રન અને રાસ્સી વેન 52 રન સાથે રમતમાં છે.

પ્રિટોરીયસને હર્ષલ પટેલે બોલ્ડ કર્યો

શાનદાર બેટિંગ કરી રહેલા પ્રિટોરીયસને હર્ષલ પટેલે બોલ્ડ કર્યો. આફ્રિકાનો સ્કોર 5.3 ઓવરના અંતે 61 રન પર 2 વિકેટ.

દક્ષિણ આફ્રિકાની શાનદરા શરુઆત થઈ

દક્ષિણ આફ્રિકાની શાનદરા શરુઆત થઈ છે. જો કે કેપ્ટન ટેમ્બા બાવુમા 8 બોલમાં 10 રન બનાવી આઉટ થયો હતો. પછી ડિ કોક અને પ્રિટોરીયસે વિસ્ફોટક બેટિંગ શરુ કરી હતી. 

ભારતે દક્ષિણ આફ્રિકાને 212 રનનો ટાર્ગેટ આપ્યો

ભારતે 20 ઓવરના અંતે 4 વિકેટના નુકસાને 211 રન બનાવ્યા. છેલ્લી ઓવરમાં ઋષભ પંત 16 બોલમાં 29 રન બનાવી આઉટ થયો. હાર્દિક પંડ્યા 12 બોલમાં 31 રન બનાવી અણનમ રહ્યો. 

હાર્દિક પંડ્યાનું ટીમ ઈન્ડિયામાં શાનદાર કમબેક

હાર્દિક પંડ્યાનું ટીમ ઈન્ડિયામાં શાનદાર કમબેકઃ શ્રેયસ અય્યર 36 રન બનાવીને આઉટ થયા બાદ હાર્દિક પંડ્યા બેટિંગ કરવા આવ્યો છે. હાર્દિક 9 બોલમાં 23 રન બનાવીને હાલ રમતમાં છે. ટીમનો સ્કોર 202 રન 19 ઓવરના અંતે, 3 વિકેટ

ઈશાને 48 બોલમાં 76 રન બનાવ્યા

ઈશાન કિશન પહેલી ટી20 મેચમાં વિસ્ફોટક ઈનિંગ રમી હતી. ઓપનિંગ કરવા આવેલા ઈશાને 48 બોલમાં 76 રન બનાવ્યા જેમાં 11 ચોક્કા અને 3  સિક્સરનો સમાવેશ થાય છે. હાલ ઋષભ પંત અને શ્રેયસ અય્યર રમતમાં છે. ભારતનો સ્કોર 13.1 ઓવરના અંતે 138 રન, 2 વિકેટ

ભારતનો સ્કોર 100 રનને પાર પહોંચ્યો

10 ઓવરના અંતે ભારતનો સ્કોર 102 રન પર 1 વિકેટ. હાલ ઈશાન કિશન અને શ્રેયસ અય્યર શાનદાર બેટિગ કરી રહ્યા છે. ઈશાન 45 રન અને અય્યર 24 રન સાથે રમતમાં છે.

ભારતને લાગ્યો પહેલો ઝટકોઃ

ભારતને લાગ્યો પહેલો ઝટકોઃ ઋતુરાજ ગાયકવાડ 15 બોલમાં 23 રન બનાવી આઉટ થયો. હાલ ભારતનો સ્કોર 6.2 ઓવર પર 57 રન. હાલ ઈશાન કિશન અને શ્રેયસ અય્યર મેદાન પર

ટીમ ઈન્ડિયાનો સ્કોર 50 રનને પાર પહોંચ્યો

ટીમ ઈન્ડિયાનો સ્કોર 50 રનને પાર પહોંચ્યો. ઈશાન કિશન અને ઋતુરાજ ગાયકવાડની તોફાની ઈનિંગ.

ઈશાન કિશન અને ઋતુરાજ ગાયકવાડ ઓપનિંગ કરવા ઉતર્યા

ઈશાન કિશન અને ઋતુરાજ ગાયકવાડ ઓપનિંગ કરવા ઉતર્યા

દક્ષિણ આફ્રિકા પ્લેઈંગ ઈલેવનઃ

દક્ષિણ આફ્રિકા પ્લેઈંગ ઈલેવનઃ ટેમ્બા બાવુમા (કેપ્ટન), ક્વિંટન ડી કોક, (વિકેટકીપર), રીઝા હેંડ્રિક્સ, ડેવિડ મિલર, ટ્રિસ્ટન સ્ટબ્સ, વેન પાર્નેલ, ડ્વેન પ્રિટોરિયસ, કગીસો રબાડા, કેશવ મહારાજ, એનરિક નોર્ટઝે, તબરેજ શમ્સી.

ભારતની પ્લેઈંગ ઈલેવન ટીમઃ

ભારતની પ્લેઈંગ ઈલેવન ટીમઃ ઋતુરાજ ગાયકવાડ, ઈશાન કિશન, શ્રેયસ અય્યર, ઋષભ પંત (કેપ્ટન, વિકેટકિપર), હાર્દિક પંડ્યા, દિનેશ કાર્તિક, અક્ષર પટેલ, ભુવેનેશ્વર કુમાર, હર્ષલ પટેલ, અવેશ ખાન, યુઝવેન્દ્ર ચહલ

માર્કરમ કોરોના પોઝિટિવ

દક્ષિણ આફ્રિકાના કેપ્ટન ટેમ્બા બાવુમાએ જણાવ્યું કે, માર્કરમ કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. આ કારણે તેઓ બહાર થઈ ગયા છે.

દક્ષિણ આફ્રિકાએ ટોસ જીત્યો

દક્ષિણ આફ્રિકાએ ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો. ટીમ ઈન્ડિયા પ્રથમ બેટિંગ કરવા મેદાનમાં ઉતરશે.

બ્રેકગ્રાઉન્ડ

India vs South Africa Live Score Playing XI: ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે T20 શ્રેણીની પ્રથમ મેચ દિલ્હીમાં રમાશે. આ મેચમાં ટીમ ઈન્ડિયા ઘણા યુવા ખેલાડીઓને પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન આપી શકે છે. ભારતના ફાસ્ટ બોલર ઉમરાન મલિકે IPL 2022માં શાનદાર પ્રદર્શન કર્યું. તેથી શક્ય છે કે તેને તક મળે. અર્શદીપ સિંહને પણ પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવામાં આવી શકે છે. તેણે અસરકારક બોલિંગ પણ કરી છે.


દિલ્હીમાં રમાનારી T20 મેચ પહેલા ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે 15 મેચ રમાઈ છે. આ દરમિયાન ભારતે 9 મેચ જીતી છે. જ્યારે 6 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. જો રેકોર્ડ પર નજર કરીએ તો આમાં ભારતનો હાથ ઉપર છે. પરંતુ દક્ષિણ આફ્રિકાની હાલની ટીમને ઓછી આંકવી ખોટું ગણાશે. ભારત માટે સૌથી મોટો પ્લસ પોઈન્ટ એ છે કે તેના મોટાભાગના ખેલાડીઓ IPLનો ભાગ હતા અને તેઓ ફોર્મમાં છે.


ટીમ ઈન્ડિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચે છેલ્લી T20 મેચ 2019માં રમાઈ હતી. દક્ષિણ આફ્રિકામાં રમાયેલી આ મેચમાં ભારતને 9 વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે ભારતે આ શ્રેણીની બીજી મેચ 7 વિકેટે જીતી લીધી હતી. આફ્રિકન ટીમ લાંબા સમય બાદ T20 ઈન્ટરનેશનલ મેચ રમી રહી છે.


સંભવિત પ્લેઈંગ ઈલેવનઃ
ભારતઃ ઋતુરાજ ગાયકવાડ, ઈશાન કિશન, શ્રેયસ અય્યર, ઋષભ પંત (કેપ્ટન, વિકેટકિપર), હાર્દિક પંડ્યા, દિનેશ કાર્તિક, અક્ષર પટેલ, ભુવેનેશ્વર કુમાર, હર્ષલ પટેલ, અવેશ ખાન, યુઝવેન્દ્ર ચહલ.


દક્ષિણ આફ્રિકાઃ ટેમ્બા બાવુમા (કેપ્ટન), ક્વિંટન ડી કોક, (વિકેટકીપર), રીઝા હેંડ્રિક્સ, રસ્સી વૈન ડેર ડૂસન, એડન માર્કરામ, ડેવિડ મિલર, ડ્વેન પ્રિટોરિયસ, કગીસો રબાડા, કેશવ મહારાજ, એનરિક નોર્ટઝે, તબરેજ શમ્સી.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.